Home /News /surat /Surat News: ડુમસ ગેંગરેપ મામલે ચુકાદો આપતા કોર્ટે કહ્યું-નિર્ભયા કાયદો તમારા જેવા લોકો માટે જ બનાવાયો છે

Surat News: ડુમસ ગેંગરેપ મામલે ચુકાદો આપતા કોર્ટે કહ્યું-નિર્ભયા કાયદો તમારા જેવા લોકો માટે જ બનાવાયો છે

આ કેસમાં અત્યાર સુધી ચાર આરોપીઓને અંતિમ શ્વાસ સુધી કરાવાસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

Surat Crime News: ડુમસ ચોપાટી વન વિભાગની ઝાડીમાં સિમેન્ટના બાંકડા પર ગઈ તા. 28-10-2011ના રોજ યુવતી તથા તેનો મંગેતર સાથે બેઠા હતા. ત્યારે કનૈયા વાલ્મિકી સિંગ ભુમિહાર, રાજકુમાર ઉર્ફે મુથુલ ઉર્ફે કુદો શ્યામલી સિંહ ભુમિહાર, જીતેન્દ્રકુમાર ઉર્ફે રાજુ મધુસુદનસિંગ ભુમિહાર, કમલનયન સિંગ ક્રિષ્ણાનંદસિંગ ભુમિહારે એકબીજાની મદદગારીમાં યુવતીને ઢીક્ક મુક્કીનો માર માર્યો હતો અને તેના મંગેતરને જમીન પર પટકીને હાથ-પગ બાંધી બુમો પાડશે તો 'માર ડાલેંગે' કહી ધમકી આપી હતી.

વધુ જુઓ ...
અગિયાર વર્ષ પહેલાં સરત (Surat) ની ડુમસ ચોપાટીની ઝાડીમાં બેઠેલ યુવતી તથા તેના મંગેતરને મારીને જાનથી મારી નાખવાની  ધમકી આપીને મહિલાના કપડા ફાડી નાંખી આરોપીઓએ બળાત્કાર (Dumas Gang Rape)ગુજાર્યો હતો. જોકે આ કેસમાં પહેલા બે આરોપી જીતેન્દ્ર અને કમલનયન ભુમિહારને આજીવન કેદ થઇ છે ત્યારે પાછળથી પકડાયેલ કનૈયા ભૂમિહાર અને રાજકુમાર ભૂમિહારને તમામ ગુનામાં દોષી ઠેરવી કુદરતી જીવન જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અત્યાર સુધી ચાર આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. કોર્ટે પીડિતા યુવતીને રૂપિયા પાંચ લાખના વળતરનો પણ હુકમ કર્યો હતો.

ડુમસ ચોપાટી વન વિભાગની ઝાડીમાં સિમેન્ટના બાંકડા પર ગઈ તા. 28-10-2011ના રોજ યુવતી તથા તેનો મંગેતર સાથે બેઠા હતા. ત્યારે કનૈયા વાલ્મિકી સિંગ ભુમિહાર, રાજકુમાર ઉર્ફે મુથુલ ઉર્ફે કુદો શ્યામલી સિંહ ભુમિહાર, જીતેન્દ્રકુમાર ઉર્ફે રાજુ મધુસુદનસિંગ ભુમિહાર, કમલનયન સિંગ ક્રિષ્ણાનંદસિંગ ભુમિહારે એકબીજાની મદદગારીમાં યુવતીને ઢીક્ક મુક્કીનો માર માર્યો હતો અને તેના મંગેતરને જમીન પર પટકીને હાથ-પગ બાંધી બુમો પાડશે તો 'માર ડાલેંગે' કહી ધમકી આપી હતી. અને ચારેય જણાયે યુવતી પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. અને સોનાની ચેઇન, મોબાઇલ, કાંડા ઘડિયાળ અને રોકડા મળી રૃા.14,800ની મત્તા લૂંટી ફરાર થઇ ગયા હતા.

આ પણ વાંચો- Gujarat Assembly elections 2022: અરવિંદ કેજરીવાલ મિશન ગુજરાત પર, છોટુ વસાવા સાથે આદિવાસી સંમેલન કરશે

આ મામલે યુવતીની ફરિયાદના આધારે ઉમરા પોલીસે ગેંગરેપ, લૂંટનો ગુનો નોંધી બે આરોપી જીતેન્દ્રકુમાર ઉર્ફે રાજુ તથા કમલનયનસિંગ ભુમિહારને ઝડપી લીધા હતા. બંને આરોપીને જુલાઈ-2013માં તત્કાલીન પ્રિન્સીપલ સેશન્સ જજે દોષી ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે આ કેસના ફરાર આરોપી કનૈયા ભુમિહાર તથા રાજકુમાર ઉર્ફે મુથુલ ભુમિહાર વર્ષ 2018માં ઝડપાતા તેમની વિરુદ્ધ અલગથી ચાર્જશીટ કરી કેસ કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી. અગિયાર વર્ષ જુના ચકચારી ગેંગરેપ કેસમાં કુલ 39 જેટલા સાક્ષીઓ તથા 33 દસ્તાવેજી પુરાવા રજુ કરાયા હતા.

આ પણ વાંચો- Gujarat University: ગુજરાત યુનિવર્સિટીમાં Phd કૌભાંડ?: અનેક લોકો બોગસ ડીગ્રી સાથે નોકરી કરતા હોવાનો ઘટસ્ફોટ

આ કેસમાં અત્યાર સુધી ચાર આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. બે આરોપીઓ આ ગુનો આચર્યા બાદ ફરાર થઈ ગયા હતા અને તેમની સામેનો કેસ બાદમાં ચાલ્યો હતો.અંતિમ સુનાવણી બાદ કોર્ટે છેલ્લાં 27 મહીનાથી જેલવાસ ભોગવતા બંને આરોપીઓને તમામ ગુનામાં દોષી ઠેરવી ગેંગરેપ બદલ જીવે ત્યાં સુધી આજીવન કેદ તથા રૃ.50 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે ભોગ બનનારને રૃ.5 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે.

યુવતિ પર સામુહિક બળાત્કાર કરી પોતાની જાતીયવૃત્તિ સંતોષવી આ પ્રકારની અધમતા અને રાક્ષસીવૃત્તિ છે. તેનાથી વધુ શરમજનક કૃત્ય કોઈ હોઈ શકે નહીં. આવા ગુનાનું વધતુ જતું પ્રમાણ ભદ્ર સમાજ અને માનવતા માટે ખતરાની ઘંટડી સમાન છે. કાયદાના ઘડવૈયાઓએ એટલે જ નિર્ભયા ગેંગરેપ કેસ બાદ આરોપીઓને કડકમાં કડક સજા કરવા કાયદામાં સુધારો કર્યો છે. જેનો હેતુ જાતીય ગુનાખોરી ડામવા માટેનો છે. તેની ખાસ નોંધ પણ લીધી હતી.
Published by:rakesh parmar
First published:

Tags: Surat Court, Surat Crime Latest News, Surat crime Surat News, Surat news, Surat police