Home /News /surat /

Gujarat Riots: સંજીવ ભટ્ટ અને શ્રીકુમારે પીએમ મોદી સામે કાવતરૂં ઘડવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો: સીઆર પાટીલ

Gujarat Riots: સંજીવ ભટ્ટ અને શ્રીકુમારે પીએમ મોદી સામે કાવતરૂં ઘડવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો: સીઆર પાટીલ

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સુરત ખાતે પત્રકાર પરિષદ યોજી હતી.

વર્ષ 2002માં ગુજરાત રાજયમાં થયેલ રમખાણોમાં SIT દ્વારા ક્લિન ચિટ આપવામાં આવી હતી તે અરજીને પડકારી મામલાની ફેર તપાસ કરવા માટે અરજી સુપ્રિમ કોર્ટમાં કરી હતી તે અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી છે તે મામલે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી.

વધુ જુઓ ...
ગુજરાત (Gujarat)ના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Modi) સામે વર્ષ 2002 માં ગુજરાત રાજ્યમાં થયેલ રમખાણો (Gujarat Riots)માં SIT દ્વારા ક્લિન ચિટ આપવામાં આવી હતી. તે અરજીને પડકારી મામલાની ફેર તપાસ કરવા માટે અરજી સુપ્રિમ કોર્ટ (Supreme Court)માં કરી હતી તે અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી છે. તે મામલે આજે તારીખ 25 જૂનના રોજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (CR Patil) સુરત ખાતે પત્રકાર પરિષદ યોજી હતી.

પત્રકાર પરિષદમાં સી.આર.પાટીલે (CR Patil) જણાવ્યું હતું કે, ઝાકીયા જાફરીએ કરેલ અરજી કોર્ટે ગઇકાલે ફગાવી છે અને ગઇકાલના સુપ્રિમ કોર્ટના ચુકાદા પછી આખા દેશમા આ મામલે દૂધનુ દૂઘ અને પાણીનું પાણી થઇ ગયું છે. આ કાવતરામાં જેમણે ભાગ લીઘો હતો, તેમા તિસ્તા સેતલવાડ (Teesta setalvad), સંજીવ ભટ્ટ (Sanjiv Bhatt) અને આર.બી શ્રીકુમાર (RB Shreekumar) તેમની ભૂમિકા સામે પણ કાયદાકીય પગલા લેવાવવા જોઇએ. તેવો સુપ્રિમ કોર્ટના ઓર્ડરમાં ઉલ્લેખ હતો.



ત્યાં જ આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેમની સામે 486, 471, 194, 211, 218 અને 120 (બી) અંતર્ગત ગુનો નોંઘી શ્રીકુમાર અને તિસ્તા સિતલવાડની ઘરપકડ કરી છે. રમખાણોના સુત્રઘારો કે જેમણે કાવતરૂ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે નિર્દોષ વ્યકિતને ગંભીર ગુન્હામાં સંડોવણી કરી જે પ્રયત્ન કર્યો હતો તેની આજે સજા તેમને મળી રહી છે.

આ પણ વાંચો- યુવતીએ જેને પ્રેમ કર્યો તેને જ ફસાવ્યો, પ્રેમ લગ્નનો બદલો લેવા ગેંગરેપનો સહારો લીધો

સીઆર પાટીલે વધુમાં જણાવ્યું કે, રમખાણોનું કાવતરૂ ઘડાયું ત્યારે સંજીવ ભટ્ટ અને શ્રીકુમારે સરકારી અધિકારી તરીકે જવાબદારીમાં હતા એટલે તેમનો ગુન્હો ગંભીર ગણાય તેમજ તિસ્તા સેતલવાડે જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સામે કાવતરૂ ઘડવાનો મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. તે પણ સપષ્ટ થયું છે.

આ પણ વાંચો- "ગુજરાતના માંઝી" 14 મહિનામાં જાતે જ ખોદી નાંખ્યો 32 ફૂટનો કૂવો

આ મામલે હવે  આગળની કાયદાકીય કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. વર્ષ 2002માં ગુજરાત રાજયમાં થયેલ રમખાણોમાં SIT દ્વારા ક્લિન ચિટ આપવામાં આવી હતી તે અરજીને પડકારી મામલાની ફેર તપાસ કરવા માટે અરજી સુપ્રિમ કોર્ટમાં કરી હતી તે અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી છે. તે મામલે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી.
Published by:rakesh parmar
First published:

Tags: 2002 Riots, 2002 ગુજરાત રમખાણો, CR Patil, Gujarat BJP President, Surat news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन