Home /News /surat /

Video: સુરતમાં કૂતરાનો આતંક, એક જ સોસાયટીમાં 20 લોકોને બચકા ભર્યા

Video: સુરતમાં કૂતરાનો આતંક, એક જ સોસાયટીમાં 20 લોકોને બચકા ભર્યા

એક જ સોસાયટીમાં 20 કરતાં વધુ લોકોને શ્વાને બચકું ભરવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે.

શ્વાન કરડવાના આમ તો સુરતમાં 200 કરતાં વધુ કેસ દરરોજ સામે આવે છે. પણ એક જ જગ્યા પર શ્વાન દ્વારા બચકા ભરવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળતો હોય છે.

સુરત (Surat)માં સતત શ્વાન દ્વારા લોકોને બચકા ભરવાની (Minor dog bite) ઘટનાઓ સામે આવી રહી છે. લોકોની ફરિયાદ બાદ પણ તંત્ર (SMC) દ્વારા કોઈપણ કામગીરી કરવામાં નથી આવતી. જેને લઈને લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે ત્યારે એક જ સોસાયટીમાં 20 કરતાં વધુ લોકોને શ્વાને (Street Dog) બચકું ભરવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે.

સુરતમાં શ્વાન ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઇને શ્વાનની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. શ્વાન કરડવાના આમ તો સુરતમાં 200 કરતાં વધુ કેસ દરરોજ સામે આવે છે. પણ એક જ જગ્યા પર શ્વાન દ્વારા બચકા ભરવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળતો હોય છે. આવી જ એક ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સુરતના ભટાર રોડ ઉપર આવેલ શુભ મંગલ સોસાયટીમાં આમ તો ત્રણથી ચાર શ્વાન ફરતા હોય છે ત્યારે ગત રોજ એક શ્વાન ગાંડો થઈ સોસાયટીમાંથી પસાર થતાં લોકોને બચકા ભરવાનું શરૂ કર્યું હતું.



જતજોતામાં માણસોને એક બે નહીં પણ સોસાયટીમાં રહેતા 20 કરતાં વધુ લોકોને આ શ્વાને બચકા ભર્યા હતા. જેને લઈને સોસાયટીમાં રહેતા લોકો ઉશ્કેરાયા હતા. શ્વાનના ત્રાસને લઇ સોસાયટીના રહીશોએ અનેક વખત ફરિયાદ કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા તેમના નિયંત્રણને લઈને કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી. જેને લઇને સ્થાનિક લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. જે લોકોને સ્વાને બચકું ભર્યું છે તે તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ઘસેડવામાં આવ્યા હતા. જ્યાં આ તમામ લોકોએ શ્વાન દ્વારા ભરેલા બચકાને લઈને પોતાનો ગુસ્સો પણ પ્રગટ કર્યો હતો.

આ પણ વાંચો- ચોટીલામાં દીકરી સાથે બજારમાં ખરીદી કરતા પિતાની ધોળા દિવસે હત્યા

જે રીતે શ્વાનોની સંખ્યા વધી રહી છે તેને નિયંત્રણમાં લાવવા માટે તંત્ર દ્વારા કોઈપણ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી અને સાંજે આ શ્વાન લોકો ઉપર હુમલા કરતા હોવાની ફરિયાદો પણ સતત સામે આવી રહી છે. ત્યારે 20 કરતાં વધુ લોકોને જ્યારે બચકું ભરવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું.
Published by:rakesh parmar
First published:

Tags: Dog attack, Dog Bite, Gujarati news, Surat news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन