Home /News /surat /સુરત: નકલી પોલીસ બની રોફ મારવો યુવકને ભારે પડ્યો, અસલી પોલીસે જેલમાં ધકેલ્યો

સુરત: નકલી પોલીસ બની રોફ મારવો યુવકને ભારે પડ્યો, અસલી પોલીસે જેલમાં ધકેલ્યો

નકલી પોલીસ બની રોફ મારવો યુવકને ભારે પડ્યો, અસલી પોલીસે જેલમાં ધકેલ્યો

પોલીસના કપડાં પહેરીને વિસ્તારમાં રોફ મારતો હતો, પોતાને દિલ્લી પોલીસનો અધિકારી બતાવતો હતો

કિર્તેશ પટેલ, સુરત: નકલી પોલીસ બનીને રોફ મારવો એક યુવકને ભારી પડ્યો છે. અસલી પોલીસે ઝડપી પાડી જેલના હવાલે કરી દીધો છે.  આ યુવાન જયારે પકડાયો ત્યારે પોલીસ યુનિફોર્મમાં હતો અને પોતાને દિલ્હીનો પોલીસકર્મી કહેતો હતો. જોકે આ નકલી પોલીસ સાથે પોલીસે તેની મદદ કરનાર એક યુવકની પણ ધરપકડ કરી છે.

સુરતના કતારગામ પોલીસની પકડમાં આવેલો ઈસમ નકલી પોલીસ બનીને છેલ્લા લાંબા સમયથી ફરતો હતો. પોલીસે તને રંગેહાથ પોલીસ યુનિફોર્મમાં જ ઝડપી પાડ્યો હતો. અસલી પોલીસે તેની કડક પૂછપરછ કરતા આ ઈસમ ભાગી પડ્યો હતો અને પોતે નકલી પોલીસ હોવાની કબૂલાત કરી હતી.

પોલીસને તેની પાસેથી 6 જેટલા આઇકાર્ડ મળી આવ્યા છે. આ ઈસમ સાથે અન્ય એક યુવક તેની મદદ કરતો હોવાથી, પોલીસે તેની પણ ધરપકડ કરી છે. જોકે હાલતો આ બંનેવ ઈસમને પોલીસે જેલના સળિયા પાછળ ઘકેલી દીધા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસના કપડાં પહેરીને વિસ્તારમાં રોફ મારતો હતો, પોતાને દિલ્લી પોલીસનો અધિકારી બતાવતો હતો અને હાલમાં સુરત ખાતે બદલી થયાનું લોકોને કહેતો હતો. આ યુવાન નકલી પોલીસ બનીને લોકો પાસે પૈસા પાંડવતો હતો, તે સમયે રાંદેર પોલીસે તેને ઝડપી પડ્યો હતો. કતારગામ પોલીસે આ ઈસમ અને તેના સાગરિક પર કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે, સાથે અત્યાર સુધીમાં પોલીસ બનીને તેણે કેટલા લોકો પાસેથી પડાવ્યા તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
First published:

Tags: Fake police, સુરત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો