સુરત : સુરતમાં કોરના વાયરસનું સંક્રમણ વધી રહ્યુ છે રોજ 1800થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે તેવામાં આજે હનુમાન જયંતિ ઉજવાઈ હતી. આજે તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં હોવાથી મંદિરમાં તો ભીડભાડ નહોતી. જોકે, સુરતના પાલ રોડ પર આવેલા અટલ આશ્રમ ખાતે હનુમાન જયંતિ ઉજવવામાં આવી હતી. અહીંયા જાગૃતિ અભિયાનના ભાગરૂપે હનુમાનજીને માસ્ક પહેરાવવામાં આવ્યું હતું. પરંતુ આ કાર્યના કારણે વિવાદ સામે આવ્યો છે. કારણ કે આજે પૂજારીને પોતાની ભૂલનો અહેસાસ થયો છે. કારણ કે થોડા દિવસો પહેલાં જ તેમણે પોતાના જન્મદિનની ઉજવણી કરી હતી.
જોકે, આજે પૂજારીને પોતાની ભૂલનો અહેસાસ થયો છે. કારણ કે આજે તેમણે પાલ રોડ ખાતે આવેલા આશ્રમમાં હનુમાનજીને માસ્ક પહેરાવ્યું ત્યારે પોતે પણ માસ્ક પહેર્યુ હતું. બટુક મહારાજે પોતાની ભૂલ સુધારી છે. જોકે, પૂજારીએ મહારાજે પોતાના જન્મદિવસની ઉજવણી કરી ત્યારે માસ્ક પહેર્યુ નહોતું જેના કારણે તેઓ સોશિયલ મીડિયામાં ટીકાનું પાત્ર બન્યા હતા.
જોકે, હનુમાનજીને માસ્ક પહેરાવ્યું તેના વિશે પણ લોકોના મતમતાંતર છે. લોકોએ સોશિયલ મીડિયામાં કમેન્ટો કરી હતી. લોકોએ બટુક મહારાજને સલાહો આપી હતી કે દાદાને માસ્ક પહેરાવ્યું તે સારૂં છે પરંતુ તમે નિયમો ભૂલી ગયા હતા તે વાત યોગ્ય નથી. મંદિરના પૂજારીને હજારો લોકો અનુસરતા હોય છે ત્યારે મહારાજે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમો પાળવાના બદલે પોતે જ અનુસાશનનો ભંગ કર્યો હતો. આ પણ વાંચો : સુરત : યુવકે પોતાનું મોત સાબિત કરવા નિર્દોષ વ્યક્તિની હત્યા કરી, હાથપગ બાંધી કારમાં સાથે જીવતો સળગાવ્યો
સુરતમાં 2269 નવા કેસ
દેશભરમાં કોરોનાવેક્સિન (Corona Vaccination) આપવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ સુરત શહેરમાં કોરોનાના દર્દી (Corona patient)ત્રીજા રાઉન્ડમાં સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 2269 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 1858 જયારે ગ્રામીણ વિસ્તારમાં 472 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 108774 પર પહોંચી છે, જયારે આજે 27 લોકોના કોરોનાથી મોત (Corona Death) સાથે મરણ આંક 1698 પર પહોંચ્યો છે, તેવામાં આજે 1697 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે