Home /News /surat /Surat : મળો, સુરતની પેડવુમનને, ઝુુપડપટ્ટીમાં જઇને દીકરીઓને વિનામુલ્યે આપે છે સેનેટરી પેડ

Surat : મળો, સુરતની પેડવુમનને, ઝુુપડપટ્ટીમાં જઇને દીકરીઓને વિનામુલ્યે આપે છે સેનેટરી પેડ

X
ઘણી

ઘણી બધી સંસ્થાઓ વારે તહેવારે સમાજસેવા કરે છે પરંતુ મીના મહેતા દર મહિને હજારો દીકરીઓને વિનામૂલ્યે પેડવિતરણ કરે છે.

ઘણી બધી સંસ્થાઓ વારે તહેવારે સમાજસેવા કરે છે પરંતુ મીના મહેતા દર મહિને હજારો દીકરીઓને વિનામૂલ્યે પેડવિતરણ કરે છે.

    Nidhi Jani, Surat : 65 વર્ષીય મીનાબેન મહેતા છેલ્લા 8 વર્ષથી સુરતમાં રહીને સુરતના ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં જાતે જઈને ત્યાંની દીકરીઓ અને મહિલાઓને પેડ વાપરવા માટે શિક્ષણ આપે છે અને તેની સાથે તેઓ એક પેડની કીટ પણ આપે છે. જેમાં સાબુ , શેમ્પુ , પેન્ટી , ખજૂર અને ચણા આપે છે. આ કાર્ય તેઓ વર્ષમાં એક વાર નહિ પરંતુ દર મહિને આપવા માટે જાય છે.

    આજકાલના વ્યસ્ત જીવનમાં આપણે સૌ એટલા બધા રચ્યા પચ્યા રહીએ છે કે આપણને બીજા કોઈની સમસ્યા વિશે ૨ મિનિટ કરતા વધારે વિચારવાનો સમય નથી રહેતો અને આવા વ્યસ્ત જીવનમાં કોઈ અન્ય વ્યક્તિની પીડાને જોઈને તેને અનુભવ કરીને અને તેને હલ કરવા માટે જો કોઈ વ્યક્તિ અથાક પ્રયત્ન કરે તો તેવા વ્યક્તિનો ખાસ આભાર માનવો જોઈએ અને તેમના આ કાર્યો બીજા પણ વાંચે અને તેમાંથી પ્રેરણા લઈને એક નવી શરૂઆત કરે તેનાથી વિશેષ શું હોઈ શકે છે ?

    આમ તો તેમના કાર્યોને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રોત્સાહન આપ્યા છે અને બૉલીવુડના સ્ટાર અક્ષય કુમારે પણ. અક્ષય કુમારે તેમના મુવી પેડમેનના રિલીઝ વખતે મીના મહેતાne બોલાવીને સન્માનિત કર્યા છે અને તેમને 5 લાખ રૂપિયાની રકમ આપીને પેડ વિતરણ કરવા માટે યોગદાન પણ આપ્યું હતું.

    માસિક જેવી રીતે દર મહિને આવે છે તેવી રીતે તેમને પેડની જરૂરિયાત દર મહિને જ આવાની છે એટલે આપણે દીકરીઓને દર મહિને હાઇજિન કીટ આપવી જોઈએ.11 વર્ષની દીકરીથી શરુ કરીને જ્યાં સુધી એ દીકરી જાતે સક્ષમ ન થઇ જાય ત્યાં સુધી મીનાબેન તેમને આ કીટનું વિતરણ કરે છે. તેમના કારણે ઘણી બધી દીકરીઓ રોગનો શિકાર બનતી અટકી છે, તેમનું હિમોગ્લોબીન વધ્યું છે અને સાથે જ જયારે તેમને દીકરીઓને ઇનર વેર આપવાના શરુ કર્યા ત્યારથી તેમનામાં કોન્ફિડન્સ આવ્યું છે અને તેઓ બધા સ્પોર્ટ્સમાં ભાગ લેતા થયા છે.

    અક્ષય કુમારને આ વાત કહીને મીના મહેતાએ ભાવુક કરી દીધા.

    મીનાબેન મહેતાને જયારે અક્ષય કુમારે મુંબઈ બોલાવીને પેડવુમેન નામ આપ્યું ત્યારે મીનાબહેનને અક્ષય કુમારne કહયું કે, બેટા તે આ પિક્ચર તો બનાવ્યું પણ તારે એની સાથે લોકોને એમ કહેવાનું હતું કે પેડ આપો છો તો તેની સાથે પેન્ટી પણ આપો, તમે બધાને પેડ આપતા કરી દીધા પણ તેનો શું મતલબ જયારે અમુક વિસ્તારમાં તેમની પાસે પેડ ચોટાડવા માટેની સુવિધા જ નથી તો , મેં સાંભળ્યું છે દીકરીઓને કહેતા કે દાદી અમને પેન્ટી પણ આપજો , આ તું ભૂલી ગયો બેટા. બસ , આટલું સાંભળીને અક્ષય કુમાર ખુબ ભાવુક થઇ ગયા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા.

    મીનાબહેન ન્યુઝ 18 સાથે વાત કરતા જણાવે છે કે મારા આ કામને કોઈ એવોર્ડ કે મેડલ ન આપો પણ તમે પણ તમારી આસપાસની દીકરીઓને પેડ અને પેન્ટી આપીને મદદ કરો એ જ મારુ ઇનામ છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    विज्ञापन
    विज्ञापन