Home /News /surat /

તમને નવાઈ લાગશે, દેશમાં એક માત્ર દૈનિક સંસ્કૃત સમાચાર પત્ર ગુજરાતના આ શહેરમાં મળે છે

તમને નવાઈ લાગશે, દેશમાં એક માત્ર દૈનિક સંસ્કૃત સમાચાર પત્ર ગુજરાતના આ શહેરમાં મળે છે

આ સમાચાર પત્ર કાઢનારા અન્ય કોઈ નહીં પરંતુ મુસ્લિમ બંધુઓ દ્વારા કાઢવામાં આવી રહ્યું છે. કૌન છે અને મુસ્લિમ બંધુઓ અને કંઈ રીતે કાઢે છે સંસ્કૃત ભાષામાં આ સમાચાર પત્ર.

આ સમાચાર પત્ર કાઢનારા અન્ય કોઈ નહીં પરંતુ મુસ્લિમ બંધુઓ દ્વારા કાઢવામાં આવી રહ્યું છે. કૌન છે અને મુસ્લિમ બંધુઓ અને કંઈ રીતે કાઢે છે સંસ્કૃત ભાષામાં આ સમાચાર પત્ર.

સુરત : ગુજરાતમાં અનેક ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના સમાચાર પત્રોના નામ આપે સાંભળ્યા હશે અને વાંચ્યા પણ હશે. પરંતુ શું આપે સાંભળ્યું છે કે ગુજરાતનું એકમાત્ર દૈનિક સંસ્કૃત સમાચાર પત્ર સુરતથી નીકળે છે અને આ સમાચાર પત્ર કાઢનારા અન્ય કોઈ નહીં પરંતુ મુસ્લિમ બંધુઓ દ્વારા કાઢવામાં આવી રહ્યું છે. કૌન છે અને મુસ્લિમ બંધુઓ અને કંઈ રીતે કાઢે છે સંસ્કૃત ભાષામાં આ સમાચાર પત્ર જોઈએ અમારા આ અહેવાલમાં.

તમે ગુજરાતી-હિન્દી-અંગ્રેજી કે બીજી અન્ય ભાષાના સમાચાર પત્રો જોયા પણ હશે અને વાંચ્યા પણ હશે. પરંતુ સંસ્કૃતમાં સમાચાર પત્ર આપે ભાગ્યે જ જોયા હશે. તમને ખબર પડે કે દેશનું એકમાત્ર સંસ્કૃત ભાષાનું દૈનિક સમાચાર પત્ર સુરત થી નીકળે છે તો ચોક્કસથી તમને નવાઈ લાગશે. કારણ કે ખાસ અચરજ એ છે કે આ સંસ્કૃત ભાષાનું પેપર ચલાવનાર અન્ય કોઈ નહીં પરંતુ દાઉદી વ્હોરા સમાજના મુસ્લિમ બંધુઓ છે.

છેલ્લા દસ વરસથી સુરત માંથી પ્રકાશિત થતાં વિશ્વસ્ય વૃતાંતમ સંસ્કૃત સમાચાર પત્ર ના મેનેજીંગ એડિટર મુર્તુઝા ખંભાત વાલા છે. મુરતુઝા ખંભાતવાળા ધોરણ 10 માં ઓપશનલ વિષય તરીકે રાખનારા એક માત્ર વિદ્યાર્થી હતા. મુરતુઝા નો સંસ્કૃત વિષય નહોતો પરંતુ પરિણામ આવ્યું ત્યારે સૌથી વધુ ગુણ સંસ્કૃત ભાષામાં હતા. જે તે સમયે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવામાં ખૂબ જ રુચિ પડી હતી. ત્યારથી માંડી સંસ્કૃતમાં કંઈક કરવું છે એવી ભાવના અને ઘેલછા મુરતુઝા ને થઈ હતી. જ્યાં બાદમાં વર્ષ ૨૦૧૧માં સુરતમાં ડીસી ભટ્ટ સાથે સંસ્કૃત પેપર ની શરૂઆત કરી હતી. જેની સંપૂર્ણ જવાબદારી મુરતુઝા એ સ્વીકારી હતી.

આ પણ વાંચોજામનગર : ધ્રોલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, પટેલ પરિવારના ત્રણ સભ્યોના સ્થળ પર જ મોત

જોકે બે ત્રણ વર્ષમાં લીડરશીપ ના મળતા સમાચાર પત્ર બંધ કરવાની નોબત આવી પડી હતી. જે તે સમયે સોશિયલ મીડિયાનો પણ એટલો કોઈ ખાસ વ્યાપ નહોતો. જેથી સમાચાર પત્ર બંધ કરવું પડે તેવી ઈચ્છા મુરતુઝા ને નહોતી. જે અંગે મુરતુઝાએ પોતાના મામા સેફી સંજેલી વાલા ને આ બાબત જણાવી હતી. જે બાદ મામાએ સમાચાર પત્ર ચલાવવા માટે ટેકો આપતા ઉત્સાહ અને જોશ આવ્યો હતો. તે દિવસથી આજ દિન સુધી સંસ્કૃત ભાષાનું આ સમાચાર પત્ર અવિરતપણે પોતાના વાચકો સુધી પહોંચાડી રહ્યા છે.

પ્રતિ દિવસ સુરતથી દૈનિક ચાર પાનાનું સંસ્કૃત ભાષાનું આ સમાચાર પત્ર સુરતના શિવરાજ ઝા મુરતુઝા ખંભાતવાળા સહિત અન્ય મુસ્લિમ મિત્ર કાઢે છે. વિશ્વસ્ય વૃંતાતમ નામથી કાઢવામાં આવતું સંસ્કૃત ભાષાના આ સમાચાર પત્રમાં રાજકારણ, શહેરમાં બનતી ઘટનાઓ, લોક સમસ્યાઓ, ઉપરાંત સ્પોર્ટ્સ હેલ્થ ફિલ્મી સમાચાર સ્પેશિયલ કોલમ વગેરેનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે..વિશ્વસય વૃંતાંતમ દૈનિક સંસ્કૃત સમાચાર પત્રનો વાંચકોનો વર્ગ પણ મોટો છે. ગુજરાત સિવાય બિહાર, ઓરિસ્સા મધ્ય પ્રદેશ, યુપી, કર્ણાટક, પંજાબ ,કાશ્મીર, હિમાલય દિલ્હી અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પણ આ સંસ્કૃત સમાચાર પત્રના વાચકોનો વ્યાપ પણ સૌથી વધુ છે. આ અંગે મુરતુઝા ખંભાતવાળાએ જણાવ્યું હતું કે ઉધના ખાતેની ઓફિસમાં દૈનિક સમાચાર પત્રોનું લગભગ ચારથી પાંચ કલાક ટાઈપિંગ પેજ સેટિંગ નું કામકાજ કરવામાં આવે છે. સુરત અને દિલ્હીમાં બે બે ટ્રાન્સલેટર પણ છે. જે ખબરો નું સંસ્કૃત માં ટ્રાન્સલેટ કરે છે. જે બાદ તે તમામ સંસ્કૃત મેટર નું ટાઈપિંગ થાય છે.

સંસ્કૃત ભાષાના સમાચાર પત્ર ચલાવતા એડિટર શિવરાજ ઝા એ જણાવ્યું હતું કે, સંસ્કૃત પ્રત્યેના પ્રેમના કારણે જ હાલ અખબાર અવિરત પણે ચાલી રહ્યું છે.આવતી મુશ્કેલી અને આર્થિક નાણાકીય ભીડ નો પણ સામનો કરી આ સમાચાર પત્ર આગળ પણ અવિરત રીતે ચલાવતા રહીશું. જેની પાછળનું કારણ એકમાત્ર સંસ્કૃત ભાષા પર ભાર અને તેનો વ્યાપ વધારવાનો છે.. સરકારના માહિતી ખાતા તરફથી હજી સુધી જાહેરાતનું કોઈ સહકાર મળ્યો નથી. રજૂઆતો સાંભળવા માં પણ હાલ સરકાર દરકાર લેતી નથી. તેમ છતાં વાચકોનો વિશ્વાસ અને ભરોસો જીતવા માટે અવિરત પણે સંસ્કૃત ભાષાના આ સમાચાર પત્રને લોકો સુધી પહોંચાડી રહ્યા છે.

એકમાત્ર દૈનિક સંસ્કૃત ભાષાનું આ સમાચાર પત્ર ગુજરાતભરમાંથી માત્ર સુરત ખાતેથી નીકળી રહ્યું છે. જે સમાચાર પત્ર ના વાંચકોનો વર્ગ પણ ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે.ગુજરાતમાં ભલે સંસ્કૃત ભાષાનો વ્યાપ વધુ ન જોવા મળતો હોય પરંતુ સમાચાર ના માધ્યમથી સુરતના મુસ્લિમ બંધુઓએ વાંચકોનો ભરોસો જરૂર થી જીત્યો છે.
Published by:kiran mehta
First published:

Tags: South gujarat news

આગામી સમાચાર