Home /News /surat /Surat: તમને જાણીને નવાઇ લાગશે કે સુરત પોક નગરી કેમ કહેવાતું, એવું શું હતું અહીં, જાણો

Surat: તમને જાણીને નવાઇ લાગશે કે સુરત પોક નગરી કેમ કહેવાતું, એવું શું હતું અહીં, જાણો

X
સુરત

સુરત પોક નગરી તરીકે પણ ઓળખાતું હતું.

સુરતની મૂળ પોક સીટી તો હોપપુલના નાકા પર અડાજણ પાટીયા પાસે આવી હતી. જ્યાં વર્ષો પહેલા આ પોક નગરી તરીકે વિકસાવવામાં આવી હતી. જેમાં પોકની સાથે અહીંયા ખેતર નીચે બેસવાની જગ્યા ખેતરોમાં હીચકાઓ અને બાગ પણ બનાવવામાં આવ્યો હતો.

Mehali tailor, surat: સુરત ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ્સ સીટી તરીકે તો ઓળખાય છે. પરંતુ સુરતની જો વાત કરવામાં આવે તો સુરતની બીજી ઓળખ પોક નગરી છે. કહેવાય છે કે સુરત સો વર્ષ પહેલા એક પોક નગરી તરીકે પણ ઓળખાતું હતું. સુરતની મૂળ પોક સીટી તો હોપપુલના નાકા પર અડાજણ પાટીયા પાસે આવી હતી. જ્યાં વર્ષો પહેલા પોક નગરી તરીકે વિકસાવવામાં આવી હતી. જેમાં પોકની સાથે અહીંયા ખેતર નીચે બેસવાની જગ્યા ખેતરોમાં હીચકાઓ અને બાગ પણ બનાવવામાં આવ્યો હતો.


એટલે અહીંયા પોકનગરી સાથે એક પિકનિક પ્લેસ તરીકે પણ વિકસાવવામાં આવ્યું હતું. પરંતુ તે એક ખાનગી માલિકીની જગ્યા હોવાથી સુરતની અસલ પોંક નગરી ત્યાંથી બંધ કરી દેવામાં આવી અને છેલ્લા 23 થી 24 વર્ષ પહેલા અડાજણ સ્વામિનારાયણ સર્કલ પાસેના નદી કિનારે પોકનગરી બનાવવામાં આવી હતી.


 


12 થી 13 વર્ષ પહેલા સુરતને પોક નગરી વિકસાવવા માટે જગ્યા ફાળવવામાં આવી હતી


12 થી 13 વર્ષ પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા પોકના વેપારીઓને પોક નગરી માટે એક જગ્યા ફાળવવામાં આવી હતી. પરંતુ જગ્યા ખુલ્લી હોવાને કારણે અને નાની હોવાને કારણે ત્યાં પોક નગરી વિકસાવું પોકના વેપારીઓ માટે યોગ્ય હોવાનું પોકના વ્યાપારીઓએ જણાવ્યું હતું. અને તેઓએ સરિતા સંકુલ ટ્રસ્ટની જગ્યાએ પોતાની પોક નગરી ચાલુ રાખી પરંતુ હવે જગ્યાએ પણ નદી કિનારાના પાળા યોજનાની મંજૂરી મળી હોવાની વાત વેપારીઓએ જણાવી હતી. ત્યારે હવે વેપારીઓને હવે અગાઉના વર્ષમાં ક્યાં પોક નગરી વિકસાવી તે અંગે મુજવણ સતાવી રહી છે.


પોક નગરી સાચવી રાખવા માટે ગંભીર વિચારની ઘણી જરૂર


મહત્વની વાત તો છે કે પોક નગરી વિકસાવવા માટે ખુલ્લી જગ્યા હોવી ઘણી જરૂરી છે. જ્યારે પોંકને તૈયાર કરવામાં આવે છે ત્યારે તેને ગરમ ભઠ્ઠી અને રજકણ ઉડે માટે ખુલ્લી જગ્યાની જરૂર હોય છે અને નદી કિનારે જગ્યા વેપારીઓના મત મુજબ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારે ફરી જો તેમને યોગ્ય જગ્યા મળે નહીં તો પોંક નગરી સામે એક જોખમ ઊભું થયું કહેવાય. અને જો જોખમને યોગ્ય રીતે તાળવામાં આવે તો સુરતથી ઓળખ પોક નગરી પણ ધીરે ધીરે ઓછી થઈ જશે. અને જો ઓળખને ખરેખર સાચવી રાખવી હોય તો અંગે ગંભીર વિચારવું ઘણું જરૂરી છે.

First published:

Tags: Local 18, સુરત