Home /News /surat /ડ્રગ્સ મામલે સુરતના ઇતિહાસમાં સૌથી મોટી કામયાબી, સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા

ડ્રગ્સ મામલે સુરતના ઇતિહાસમાં સૌથી મોટી કામયાબી, સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા

સુરત શહેરમાં અવારનવાર માદક પદાર્થનું વેચાણ થતું હોવાની વ્યાપક ફરિયાદ ઊઠી રહી છે.

Surat Crime News: પોલીસની પૂછપરછમાં શર્મા નાનપુરાની કોમ્પ્યુટર શોપમાં કલેક્શન બોય તરીકે કામ કરે છે અને પાર્ટ ટાઇમ મુખ્ય ડ્રગ્સ ડીલર સંપર્કમાં રહીને ડ્રગ્સ પહોંચાડવાનું કાર્યવાહી પણ કરતો હતો. અગાઉ શહેરમાં કેટલી વાર ડ્રગ મુંબઈથી લાવ્યો છે

વધુ જુઓ ...
સુરત શહેરમાં ‘નો ડ્રગ્સ ઇન સીટી’ પોલીસ કમિશનરનું સુત્રો સાર્થક થતું હોય તેવું હવે શહેરીજોનોને લાગી રહ્યું છે વારંવાર સુરત શહેરમાંથી અલગ-અલગ પ્રકારના ડ્રગ્સ પકડાય છે ત્યારે રવિવારે મોડી સાંજે સુરતના કોસાડ આવાસમાંથી કુખ્યાત ડ્રગ્સ ડીલર મુબારક અબ્બાસ બાંદિયા અમરોલી પોલીસે 2.17 કરોડના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં દરમિયાન વલસાડમાં રહેતો અને હાલમાં સુરતમાં પોતાનું ઠેકાણું બનાવનાર ચંદન શર્મા નામના યુવકનો દિશાનિર્દેશના આધારે ઝડપી પાડવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.

પોલીસની પૂછપરછમાં શર્મા નાનપુરાની કોમ્પ્યુટર શોપમાં કલેક્શન બોય તરીકે કામ કરે છે અને પાર્ટ ટાઇમ મુખ્ય ડ્રગ્સ ડીલર સંપર્કમાં રહીને ડ્રગ્સ પહોંચાડવાનું કાર્યવાહી પણ કરતો હતો. અગાઉ શહેરમાં કેટલી વાર ડ્રગ મુંબઈથી લાવ્યો છે તેની પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે. હાલમાં પોલીસે તેની પાસેથી પોણા બે કિલોથી વધુ એમડી પાવડરનો ડ્રગ્સ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે અને સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ પકડાયો હોવાનો પહેલો કિસ્સો બહાર આવવા પામ્યો છે. તેના પરથી એક વાત સાબિત થઈ છે સુરત શહેરમાં ડ્રગ્સ વેચાણ થતું હોવાનું મોટો ખુલાસો થયો છે.

સુરત શહેરમાં અવારનવાર માદક પદાર્થનું વેચાણ થતું હોવાની વ્યાપક ફરિયાદ ઊઠવામાં આવી હતી. પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા યુવા પેઢીને બરબાદ કરતો આ નશિલા પદાર્થનું સેવન કરતા અને વેચાણ કરતા લોકોને ઝડપી પાડવા માટેનો એક ભગીરથ અભિયાન શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં સુરત શહેરમાં ‘નો ડ્રગ્સ ઇન સિટી’ અભિયાન હેઠળ સુરત શહેરમાં માદક પદાર્થમાં ગાંજો અફીણ ચરસ બ્રાઉન સુગર અને એમડી પાવડર વેચાણ કરતા તેમજ સેવન કરતાં લોકોને ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો: ઝઘડિયા બેઠક પર ભાજપનું ફોર્મ રદ કરવાની BTPની માંગ, મહેશ વસાવાએ કરી અરજી

પોલીસ કમિશનરના આ ભગીરથ અભિયાનને વધુ વેગ આપવા માટે નાયબ પોલીસ કમિશનર હર્ષદ મહેતાએ વિશેષ શરૂ કરી હતી જેના ભાગરૂપે અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં કુખ્યાત ડ્રગ્સ ડીલર મુસ્તાક એસ.ટી.ડીનો ભાઈ મુબારક અબ્બાસ બાંદીયાને તેની દુકાન તેમજ ઘરેથી બાતમીના આધારે રવિવારે મોડી સાંજે ઓપરેશન બહાર પાડ્યું હતું. જેમાં સુરતમાં પ્રથમ વખત વેચાણ કરતા ઈસમ પાસેથી બે કિલો 176 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. તેની પૂછપરછ દરમિયાન આ જથ્થો વલસાડ રહેતો અને હાલમાં સુરતમાં પાંડેસરામાં રહેતો ચંદન શર્મા નામનો ઈસમ આપ્યો હોવાનું દિશા નિર્દેશ કર્યા હતા. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચ ના સંયુક્ત કમિશનર શરદ સિંઘલ એ પોતાની ટીમને શર્માને પકડવા પાછળ દોડાવી હતી અને આખરે ક્રાઈમ બ્રાન્ચ મોટી કામયાબી હાથ લાગી હતી. જેમાં પોણા બે કિલો જેટલું એમડી પાવડર ડ્રગ્સ નો જથ્થો મળી આવ્યો હતો. તેમજ શર્માની ઉલટ તપાસ કરતા અને આ ડ્રગ્સ મુંબઈથી નાલાસોપારાથી લાવ્યા હોવાનું કબૂલ્યું હતું.જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: પહેલા તબક્કાનાં મતદાન પહેલા પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે

આ સંદર્ભે શહેર પોલીસ કમિશનરે અજય કુમાર તોમર દ્વારા શહેરીજનોને માદક સેવનથી દૂર રહેવા માટેની સલાહ આપી હતી. સુરત શહેરમાં કેટલાક વિસ્તારોમાં પાર્ટી ડ્રગ્સ તરીકે ઓળખાતું અલગ-અલગ ડ્રગ્સમાં વેચાણ કરતા અને તેના ડિસ્ટ્રીબ્યુટરને પકડવાનો કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ કમિશનરને પકડાયેલા આટલા મોટા જથ્થાને લઈને સુરત શહેરમાં ડ્રગ્સ મોટા પ્રમાણમાં વેચાતું હોવાનું પણ કબૂલ્યું હતું. આગામી દિવસોમાં ડ્રગ્સ વેચનાર અને ડિસ્ટ્રીબ્યુટર પકડવાના ચક્ર ગતિમાન કર્યા છે. શહેરના અમરોલી પોલીસ મુબારક અબ્બાસ બાંદીયા કોટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ રહેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે મુખ્ય સૂત્રધાર ડ્રગ્સ સપ્લાય કરનાર શર્માને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિધિ સર ધરપકડ કર્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Surat Crime, Surat crime branch, Surat crime news, સુરત પોલીસ, સુરત સમાચાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन