Home /News /surat /Surat: સુરત હીરા બજારમાં યુવક પાસે રૂ.4 લાખની લૂંટ થઇ, ચોરીની આ ઘટનાથી મગજ ચકરાઇ જાય
Surat: સુરત હીરા બજારમાં યુવક પાસે રૂ.4 લાખની લૂંટ થઇ, ચોરીની આ ઘટનાથી મગજ ચકરાઇ જાય
જોત જોતામાં આ સીસીટીવીમાં દેખાતી આખી ટોળકી ગાયબ થઈ ગઈ હતી
સુરત (Surat)ના મહિધરપુરા (Mahidhpura) વિસ્તારમાં આવેલું હીરા બજાર (dimod Merket)માં અનેક વખત ચોરી (Thief)ની ઘટનાઓ સામે આવે છે ત્યારે આજે એક એવી ઘટના સામે આવી છે તે જોઈને ભલભલાને વિચારમાં પડી જશે.
સુરત (Surat)ના મહિધરપુરા (Mahidhpura) વિસ્તારમાં આવેલું હીરા બજાર (dimod Merket)માં અનેક વખત ચોરી (Thief)ની ઘટનાઓ સામે આવે છે ત્યારે આજે એક એવી ઘટના સામે આવી છે તે જોઈને ભલભલાને વિચારમાં પડી જશે. અહીં ધોળે દિવસે એક કર્મચારીએ વેપારીને ચાર લાખ રૂપિયા આપવા જતો હતો ત્યારે પાંચ જેટલા ઈસમોએ તેને ઘેરી લઇ તેની પાસે રહેલું બેગ લઈ લીધું હતું. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
સુરતના મહિધરપુરા બજારમાં દરરોજ રસ્તા પર લાખો રૂપિયાના હીરાની લેવલદેવલ અને કરોડો રૂપિયાનું પેમેન્ટ જોવા મળતું હોય છે ત્યારે હવે સુરતની પોલીસની નિષ્ક્રિયતાને લઈને જાણે લૂંટારૂઓને મોકળું મેદાન મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હવે આ ચોર ડુક્કરો જોડે દિવસે કોઈને મૂકતાં જરાક પણ અચકાતા નથી. ઘણા લોકોને કાયદાનો ડર રહ્યો નથી. હીરા બજારમાં કામ કરતા એક કર્મચારીને તેના દ્વારા ચાર લાખ રૂપિયા અન્ય ક્રિષ્ના બોલર્ડિંગના વેપારીને આપવા મોકલ્યા હતા. તે દરમિયાન ફરિયાદી પૈસા ભરેલું બેગ લઈને હીરા બજાર જદા ખાડી મેઈન રોડ પરથી પસાર થાઉં રહ્યા હતા ત્યારે પાંચ જેટલા લૂંટારુંએ ફરિયાદીને ટાર્ગેટ કર્યો હતો અને બાદમાં ફરિયાદીને આંતરી લઈને અવનવા કસમ અજમાવીને ફરિયાદીની નજર અંદાજ કરીને હાથમાં રહેલ રૂપિયા ભરેલી બેગની લૂંટ ચલાવીને ભાગી ગયા હતા.
જોકે લૂંટ કર્યા બાદ પાંચેય આરોપી હીરા બજારમાંથી પગપાળા જઈ રહ્યા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હાલ તો મહિધરપુરા પોલીસ ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવાના ચક્રોગતિમાન કર્યા છે. ચિટિંગ કરતી ગેંગ આખી ચાર પાંચ લોકોની ગેંગ સક્રિય છે, જે પહેલા ટાર્ગેટ કરી વ્યક્તિની રેકી કરી નજર ચૂકવીને કોઈ ને કોઈ કિંમતી વસ્તુ કે રોકડની ચોરી કરતા હોય છે.
આવો એક બનાવ સામે આવ્યો જેમાં ફરિયાદી રૂપિયા લઈને જઈ રહ્યો હતો ત્યારે આયોજન પૂર્વક વ્યક્તિને આજુબાજુ ઘેરી ખભા પર ટક્કર મારી તેમને કોઈ પાછળ બોલાવે છે તેમ કહી બીજો વ્યક્તિ બેગનું સ્નેચિંગ કરી જતો રહે છે. જોત જોતામાં આ સીસીટીવીમાં દેખાતી આખી ટોળકી ગાયબ થઈ ગઈ હતી અને ફરિયાદીને ખ્યાલ આવે તે પહેલા તો બધા ભાગી જાય છે. જો કે ભોગ બનનાર બેઠી અને આ મામલે સુરતના મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે.