Home /News /surat /કોરોના સંકટ વચ્ચે માનવતાની મહેક! સુરતમાં 'ભામાશા'એ એક લાખ અનાજ કીટ વિતરણ કરી

કોરોના સંકટ વચ્ચે માનવતાની મહેક! સુરતમાં 'ભામાશા'એ એક લાખ અનાજ કીટ વિતરણ કરી

અનાજ વિતરણની તસવીર

લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. તેવામા સુરતથી એક ભામાશા લોકોની મદદે આવ્યા છે. અને એક લાખ અનાજની કીટ સમગ્ર ગુજરાતમા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને આપવાનો નીર્ધાર કર્યો છે.

સુરતઃ કોરોનાની મહામારીને (coronavirus) પગલે સમગ્ર ગુજરાતના (Gujarat) લોકોની આર્થિક પરિસ્થિતિ (money crisis) ખૂબ ખરાબ છે તેવામાં સુરતથી ધવલ અકબારી (dhaval akabari) નામના યુવકે સમગ્ર ગુજરાતમા એક લાખ અનાજની કીટ (grain kit) આપવાનું આયોજન કર્યું હતું. જેની શરૂઆત સુરતથી (surat) કરવામાં આવ્યું હતું. શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને અનાજની કીટ વિતરણ કરવામાં આવી રહી છે.

સુરતમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. તો બીજી તરફ લોકોનાં કામ- ધંધા રોજગાર તેમજ વેપાર પડી ભાંગ્યા છે. અને ખાસ કરીને ગરીબ અને માધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. આમ તો સુરતને દાન પુણ્યની ભૂમિ કહેવામાં આવે છે. કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં સુરત અડીખમ ઉભું હોય છે.

અનાજકીટ વિતરણ અભિયાન આદર્યું


કોરોના મહામારી અગાઉ સુરત પ્લેગ, રેલ જેવી અનેક આપત્તિઓનો સામનો કરી ચુક્યું છે. જો કે આવી મહામારીમા પણ લોકોને આર્થિક રીતે બનતી તમામ મદદ સુરતીઓ હંમેશા કરતા નજરે પડે છે. હાલ કોરોના એ સમગ્ર ગુજરાત માં અજગરી ભરડો લીધો છે.

આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! 29 વર્ષીય બહેને પોતાના નાના ભાઈના બાળકને આપ્યો જન્મ, નવજાતને કચરામાં ફેંક્યું

આ પણ વાંચોઃ-બોયફ્રેન્ડને ફોન ઉપર સંભળાઈ પ્રેમિકાની ચીસો, બે દિવસ બાદ અર્ધનગ્ન હાલતમાં મળી યુવતીની લાશ

લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડયા છે તેવામા સુરતથી એક ભામાશા લોકોની મદદે આવ્યા છે. અને એક લાખ અનાજની કીટ સમગ્ર ગુજરાતમા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને આપવાનો નીર્ધાર કર્યો છે. જેની શરૂઆત એજ રોજ સુરતથી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ રેસ્ટોરન્ટમાં કરતા હતા કોરોના દર્દીઓની સારવાર, દિવસનો રૂ.18,000 વસૂતા ચાર્જ, રાજાણી પિતા-પુત્ર સામે ફરિયાદ

આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

મહત્વનું છે કે કોરોના ના કારણે લોકો ના ધંધા રોજગાર ખૂબ પડી ભાંગ્યા છે અને લોકો આર્થિક રીતે ખૂબ ભાંગી પડ્યા છે. કામ ધંધોના હોવા ને લીધે લોકોને ખૂબ હલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.



જેથી લોકો ને ઘરમાં અનાજ લેવા ના પણ ફાંફા પડી રહ્યા છે . તેથી લોકો ને મદદ રૂપ થવા ધવલ અકબરી નામના યુવક આગળ આવ્યા છે અને અનાજ ની કિટ આપી રહ્યા છે.
First published:

Tags: Corona virus Update, Coronavirus, Gujarat latest news, Gujarat na latest samachar, Latest gujarati news, Latest news of Gujarat, Positive story, Surat Latest News, Surat na samachar, ગુજરાતના સમાચાર, ગુજરાતી સમાચાર