Home /News /surat /

સુરતમાં ગેંગરેપ: પ્રેમીએ પ્રેમિકાને બંગલામાં બોલાવી શરીર સુખ માણી બે મિત્રોના હવાલે કરી

સુરતમાં ગેંગરેપ: પ્રેમીએ પ્રેમિકાને બંગલામાં બોલાવી શરીર સુખ માણી બે મિત્રોના હવાલે કરી

પ્રતિકાત્મક તસવીર

આ ઘટનાના મુખ્ય સૂત્રધારે પીડિતાનો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઉમરા પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર સહિત 3 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં ઉમરા ખાતે રહેતા આરોપી જયેશ ઉર્ફે જયહેમંતની મુલાકાત 27 વર્ષીય મહિલા સાથે થઇ હતી. દોઢ મહિના પહેલાં બંને વચ્ચે થયેલી ઓળખાણ મિત્રતામાં પરિણમી હતી.

વધુ જુઓ ...
સુરત (Surat Crime)ના ઉમરા વિસ્તાર (Umra Area)માં મહિલા સાથે ગેંગરેપ (Gang Rape in Surat)ની ઘટના સામે આવી છે. જેમાં 28 વર્ષીય મહિલાને પ્રેમીએ બંગલામાં બોલાવી હતી. તેમાં પ્રેમીએ શરીર સુખ માણી મહિલાને અન્ય બે મિત્રોને હવાલે (Rape) કરી દીધી હતી. જોકે આ મામલે ભોગ બનનનાર મહિલાએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે રેપ કરનાર ત્રણ પૈકી બે આરોપીની ધરપકડ કરી લીધી છે.

સુરતના ઉમરાના નંદનવન સોસાયટીમાં આવેલા એક બંગલામાં 27 વર્ષીય મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે ગેંગરેપ કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના મુખ્ય સૂત્રધારે પીડિતાનો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઉમરા પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર સહિત 3 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં ઉમરા ખાતે રહેતા આરોપી જયેશ ઉર્ફે જયહેમંતની મુલાકાત 27 વર્ષીય મહિલા સાથે થઇ હતી. દોઢ મહિના પહેલાં બંને વચ્ચે થયેલી ઓળખાણ મિત્રતામાં પરિણમી હતી.

આ પણ વાંચો- સાબરકાંઠાના સોનાસણ ગામમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં બે લોકોનાં મોત

આરોપી જય અને મહિલા વચ્ચે મુલાકાતો વધતાં તેમણે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આરોપી જયેશ ઉર્ફે જયે મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે તેના બંગલામાં જ શરીર સંબંધ બાંધ્યો હતો. આ સમયે આરોપી જયેશે મહિલાનો વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયોના આધારે જ્યેશ તેને બ્લેકમેલ કરી વારંવાર શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો. આરોપી જયેશ ઉર્ફે જય હેમંતે મહિલાને પોતાના બંગલા પર બોલાવી હતી. તે સમયે જયેશ સાથે તેના ત્રણ મિત્રો પણ ત્યાં હાજર હતાં. જ્યાં જયેશે તેના પોતાના બેડરૂમમાં મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ જયેશે ત્યાં હાજર તેના મિત્ર યોગી પવાર અને એક અન્ય મિત્ર  ધ્રુવ સાથે બળજબરીથી પીડિતાને શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી.

આ પણ વાંચો- મિત્રની પત્ની ઉપર નજર બગાડતા વાત વણસી અને થઇ ગઇ હત્યા

આ બનાવના પગલે સુરત પોલીસ ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, ભોગવનાર પોલીસનો શહારો લેતા પોલીસે રેપ કરનાર ત્રણ પૈકી બે આરોપીઓની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. અત્રે ઉલેખનીય છે કે પીડિતાએ ના પાડતા આરોપીઓએ ભેગા મળી તેને માર મારી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં આ ઘટના અંગે કોઇને કશું કહેવા પર જાનથી મારી નાખવાની ધમકીએ આપી હતી. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરીને અન્ય એક આરોપી પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:rakesh parmar
First published:

Tags: Surat crime Surat News, Surat news, Surat police, સુરત પોલીસ

આગામી સમાચાર