Home /News /surat /સુરતના હજીરા ખાતે મોડી રાત્રે 10 લોકો સાથે બોટ ડૂબી, આઠનો બચાવ, બે લાપતા
સુરતના હજીરા ખાતે મોડી રાત્રે 10 લોકો સાથે બોટ ડૂબી, આઠનો બચાવ, બે લાપતા
બોટ ડૂબી જતા આઠનો બચાવ, બે લાપતા
Hazira In Surat: સુરતમાં હજીરા ખાતે ગઈ કાલે રાત્રે એક બોટ ડૂબી. આઠ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે બે લોકોની શોધખોળ યથાવત, બોટમાં એસ્સાર કંપનીના 10 કર્મચારીઓ સવાર હતા.
સુરત: સુરતમાં હજીરા ખાતે ગઈ કાલે રાત્રે એક બોટ ડૂબી ગયાની ઘટના સામે આવી છે. હજીરા ખાતે જહાજોને જેટી પર લાવવા માટે ટગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હજીરામાં ટગમાં બેઠેલા 10 જેટલા કંપની સ્ટાફના કર્મચારીઓ સાથે દરિયામાં ડૂબ્યા હતા. જેમાથી આઠ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે બે લોકોની હજી પણ શોધખોળ કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ હાલ બે લોકોની શોધખોળ કરી રહી છે.
બોટમાં એસ્સાર કંપનીના 10 કર્મચારીઓ સવાર હતા
ટગ બોટનો ઉપયોગ મોટા ભાગે મોટા જહાજો સુધી જેટીને લઈ જવા માટે કરવામાં આવતો હોય છે. મળતી વિગતો પ્રમાણે બોટમાં એસ્સાર કંપનીના 10 કર્મચારીઓ સવાર હતા. જેમાંથી બે લોકો હજી પણ લાપતા છે. બોટમાં રસોઈયા સહિત 10 લોકો સવાર હતા તેવી માહિતી મળીર રહી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બોટમાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે બોટ ડૂબી ગઈ હતી. બોટમા સવાર ઓપરેટર અને રસોઈયો લાપતા થતા ફાયર વિભાગે તેમને શોધવાની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે ગઈ કાલે મધ્યરાત્રી સમયે આ બોટ ડૂબી ગઈ હતી. જ્યારે હજીરાના દરિયામાં આવી ઘટનાઓ બને છે, ત્યારે ફાયર વિભાગ હંમેશા ખડેપગે રહે છે. આ ઘટના પગલે ખાનગી કંપનીના ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. હજીરાના દરિયામાં આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે, ત્યારે કાલે ફરીવાર એક બોટ ડૂબવાની ઘટના બની હતી. જેમાં આઠ લોકોનો બચાવ કરવામાં આવ્યો છે, અને બે લોકો હજી પણ લાપતા છે.
" isDesktop="true" id="1263235" >
જહાજોને કિનારા પર લગાડવા ટર્ગનો ઉપયોગ થાય છે
સુરતના ખાતે બનેલી ઘટનાને લઈને હાલ ચર્ચાઓ જોર પકડ્યું છે. કારણ કે, સુરતના હજીરામાં આવેલી જેટીઓ પર મોટા જહાજોને કિનારા પર લગાડવા માટે ટગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. મોટા જહાજો જ્યારે માલ સામાન લઈને દરિયા કિનારે આવે છે, ત્યારે ઓછા પાણીમાં ફસાઈ ન જાય તે માટે દરિયાથી કિનારા પર અને કિનારાથી દરિયા સુધી છોડવાનું કામ ટગ બોટ કરતી હોય છે. ત્યારે ગતરોજ સુરતથી હજીરા ખાતે આવેલી જેટી પરથી રો-ફેરીને કિનારેથી મધ્ય દરિયા મુકવા જતી ટગ બોટનો અકસ્માત થયો હતો.