Home /News /surat /Surat: બાળકની નાળમાં જ છુપાયેલી છે 78 રોગની સારવાર, જાણો શું છે સ્ટેમ સેલ પ્રીઝર્વેશન

Surat: બાળકની નાળમાં જ છુપાયેલી છે 78 રોગની સારવાર, જાણો શું છે સ્ટેમ સેલ પ્રીઝર્વેશન

બાળકના આર્થિક બચતની જેમ હવે સ્વાસ્થ્યની પણ બચત સ્ટેમ સેલ દ્વારા કરી શકાશે

આપણા શરીરમાંથી લીધેલું લોહી જ આપણે બીજી કોઈ પણ દવા વધુ અસરકારક હોય છે. અને જો બાળકને ભવિષ્યમાં થેલેસીમિયા,હીમોફીલિયા, અને કેન્સર જેવા રોગો થાય છે. ત્યારે આ સ્ટેમસેલ બ્લડએ તેના માટે ઘણું ઉપયોગી બની રહે છે.

    Mehali Patel, Surat: દેશમાં મેડિકલ ક્ષેત્રે અનેક ક્રાંતિ આવી છે, આ દિશામાં સ્ટેમસેલ પ્રીઝર્વેશન પર વધુ એક સંશોધન થયું છે, જેમાં આવનાર સમયમાં તમારું શરીર જ તમારી ભવિષ્યની મેડિસિન બની રહેશે. એટલે કે જન્મ વખતે બાળકના નાળમાંથી બ્લડ ખેંચી સ્ટેમસેલ જુદા પાડી તેને સાચવી રાખવામાં આવે છે. અને આ બ્લડ 21 વર્ષથી લઈને લાઈફટાઈમ સુધી સાચવી રાખવામાં આવે છે. આ સ્ટેપસેલ પ્રિઝર્વેશન સુરતમાં જ કરવામાં આવે છે.

    સુરત રક્તદાન કેન્દ્રમાં આ સ્ટેમસેલને સાચવણી કરવામાં આવે છે.બાળકના જન્મ વખતે માતા અને બાળકને જોડતી નાળ જે જન્મ થયા બાદ તેને ફેંકી દેવામાં આવે છે. પરંતુ આ નાળમાં બાળકને ભવિષ્યમાં ઘણું કામનું બની રહે એવું લોહી હોય છે.એ ફેંકી દેવામાં આવેલા લોહીને ફેંકી દેવાને બદલે જો તેની સાચવણી કરવામાં આવે તો આ લોહી બાળકને ભવિષ્યમાં જો કોઈ પણ પ્રકારની લોહીની બીમારી આવે તો તે એક બેસ્ટ મેડિસિનનું કામ કરે છે. આ સ્ટેમસેલ એ ભવિષ્યમાં થનાર 78 રોગની સારવારમાં ઉપયોગી બની શકે છે.

    સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરના સી.ઈ.ઓ ડો.નરેન્દ્ર વસાવડાએ જણાવ્યું કે,આપણા શરીરમાંથી લીધેલું લોહી જ આપણે બીજી કોઈ પણ દવા વધુ અસરકારક હોય છે. અને જો બાળકને ભવિષ્યમાં થેલેસીમિયા, હીમોફીલિયા અને કેન્સર જેવા રોગો થાય છે. ત્યારે આ સ્ટેમસેલ બ્લડ તેના માટે ઘણું ઉપયોગી બની રહે છે. આ સેમ્પસેલને લીકવીડ નાઇટ્રોજનમાં -1.96ડિગ્રીએ પ્રિઝર્વ કરવામાં આવે છે. અને તેને પ્રિઝર્વ કરવા પહેલા પણ તેનું ઘણું બધું ટેસ્ટિંગ કરવામાં આવે છે. અને ત્યારબાદ તેને ફંગલ અને ઈંફેશકશન રહીત રાખવા માટે પણ ઘણી કાળજી લઇ તેને પ્રિઝર્વ કરવામાં આવે છે બાદમાં તેને લાઈફટાઈમ સુધી પ્રિઝર્વ કરવામાં આવે છે. આ લોહી બાળક સિવાય તેને નજીકના કુટુંબીજનોને પણ ઉપયોગી નીવડી શકે છે.

    આ પણ વાંચો: આ મહિલા મોટીવેશનલ સ્પીકર શીખવે છે, ખુશ રહેવાના પાઠ

    2019માં આઠ કરોડના ખર્ચે આ પ્રિઝર્વેટિવ બેન્કનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે એક પરિવારે પોતાના બાળકનું સેમ્પસેલ સુરક્ષિત કરાવ્યું હતું. આજે 100થી વધુ પરિવારે આ બેન્કનો લાભ લીધો છે. દેશમાં મેડિકલ ક્ષેત્રે અનેક ક્રાંતિ આવી છે. અને હવે આવનાર સમયમાં તમારું શરીર જ તમારી ભવિષ્યની મેડિસિન બની રહેશે.એવી ક્રાંતિની પણ શોધ કરવામાં આવી છે. જન્મ વખતે બાળકના નાળમાંથી બ્લડ ખેંચી સ્ટેમસેલ જુદા પાડી તેને સાચવી રાખવામાં આવે છે. અને આ બ્લડ એકવીસ વર્ષ સુધી ક્યાંતો પંચોતેર એટલેકે લાઈફટાઈમ સુધી સાચવી રાખવામાં આવે છે.અને તેને સ્ટેપસેલ પ્રિઝર્વેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે. અને આ સ્ટેપસેલ પ્રિઝર્વેશનએ ગુજરાત રાજ્યમાં સુરતમાં જ કરવામાં આવે છે. સુરત રક્તદાન કેન્દ્રમાં આ સ્ટેમસેલને સાચવણી કરવામાં આવે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Blood donation, Child, Surat news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन