Home /News /surat /

સુરતમાં વિકૃત માનસિક્તા ધરાવતા યુવકે મહિલા ડોક્ટરનો અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરી નાંખ્યો

સુરતમાં વિકૃત માનસિક્તા ધરાવતા યુવકે મહિલા ડોક્ટરનો અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરી નાંખ્યો

વારંવાર ધમકી આપ્યા બાદ આ યુવકે યુવતીનો અશ્લીલ વીડિયો વાયરલ પણ કર્યો હતો.

થોડા દિવસો બાદ આરોપી દ્વારા તેની માતાનો નહાતો વીડિયો પણ મોકલવામાં આવ્યો હતો અને વારંવાર ધમકી બાદ આ યુવકે યુવતીનો અશ્લીલ વીડિયો વાયરલ પણ કર્યો હતો. જેને લઇને યુવતીએ સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી પાસે જ રહેતા યુવક કમળ સીતારામ કુમાવતની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સલાબતપુરા પોલીસે હાથ ધરી છે.

વધુ જુઓ ...
સોશિયલ મીડિયાના સારા ઉપીયોગ કરતા તેનો દુરપયોગ (Surat Cyber Crime) વધી રહ્યો હોય તેમ વિચિત્ર પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતી ફિઝિયોથેરાપીસ્ટનો ચોરીછૂપીથી સ્નાન કરતો વીડિયો (Video) ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપનાર યુવક વિરુદ્ધ યુવતીએ પોલીસ મથક (Surat Police)માં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં સાઇબર ક્રાઇમની હારમાળા લાગેલી હોય એવું લાગ્યું છે તો રોજ સવાર પડે ને સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ સતત નોંધાઈ રહ્યા છે. જ્યારે સુરતની યુવતીનો નાહવાનો ચોરીછૂપીથી વીડિયો બનાવવાનોની ઘટના સામે આવતાં પોલીસ પણ એક સમય માટે ચોંકી ઉઠી હતી.

આ પણ વાંચો- અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર કારને અકસ્માત નડતા વિદેશી દારૂની લૂંટ

સુરતના સલાબતપુરા વિસ્તાર આવેલ ખડોદરા ખાતે રહેતી અને ફિઝીયોથેરાપીનો વ્યવસાય કરતી યુવતીનો થોડા સમય પહેલાં સ્નાન કરતો વિડીયો એક વિકૃત યુવકે ઉતારી દીધો હતો. જોકે મહિના પહેલા જ તેના ઘરના બેડરુમની બારીમાંથી હિન્દી ભાષામાં લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં જેમાં યુવતીની ઇન્સ્ટાગ્રામ આઈડી આપી હતી અને ફોલો કરી મેસેજ કરવા તથા મેસેજ નહીં કરે તો તેનો નાહતા પહેલાનો ફોટો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી.

આ પણ વાંચો- સુરતમાં બે સગાભાઈ કેનાલમાં ડૂબ્યા

જોકે થોડા દિવસો બાદ આરોપી દ્વારા તેની માતાનો નહાતો વીડિયો પણ મોકલવામાં આવ્યો હતો અને વારંવાર ધમકી બાદ આ યુવકે યુવતીનો અશ્લીલ વીડિયો વાયરલ પણ કર્યો હતો. જેને લઇને યુવતીએ સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી પાસે જ રહેતા યુવક કમળ સીતારામ કુમાવતની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સલાબતપુરા પોલીસે હાથ ધરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Surat crime Surat News, Surat Cyber Crime, Surat police

આગામી સમાચાર