Mehali tailor,surat: 26 જાન્યુઆરી 2023 ના રોજ આખા દેશમાં 74 માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. દરેક શાળાઓ કોલેજો જાહેર સ્થળો અને ઓફિસમાં આ બંધારણ દિવસની ઉજવણી જુદી જુદી રીતે કરવામાં આવે છે. ત્યારે સુરતની પીપી સવાણી સ્કૂલમાં બાળકો દ્વારા પણ આ બંધારણ દિવસની ઉજવણી કંઈક અનોખી રીતે કરવામાં આવી હતી.
પી પી સવાણી વિદ્યાભવન હીરાબાગ ખાતે 74માં પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે શાળાના બાળકો દ્વારા માનવકૃતિરચીને આ દિવસની ઉજવણી કરાઈ હતી. બાળકો દ્વારા કેસરી સફેદ અને પીળા કપડાં પહેરી માનવકૃતિ રચતી હતી. 2023 માં આ ગણતંત્ર દિવસને 74 વર્ષની ઉજવણી કરવામાં આવતા બાળકો દ્વારા 74 આંકડાની માનવકૃતિ રચવામાં આવી હતી. માનવકૃતિ રચીને શાળાઓ અને બાળકોએ દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો.
આ દિવસનું મહત્વ શું છે?તેની સમજણ બાળકોને આપવામાં આવી હતી
ભારત દેશના આઝાદી તો 15 મી ઓગસ્ટ 1947 ના દિવસે મળી જ ગઈ હતી. પરંતુ આ દેશનું બંધારણ એ 1950 માં અમલમાં મૂકવામાં આવ્યું હતું. દેશના બંધારણ ઘડવા માટે બે વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો.
જેથી આ દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. પ્રજાસત્તાક એટલે કે પ્રજાના જ હાથમાં સત્તા અને આ દિવસે આપણો દેશ સાચા અર્થમાં લોકશાહી બન્યો હતો. શાળાના બાળકોને આ સમજ આપ્યા બાદ ધ્વજવંદન કરી માનવકૃતિ રચવામાં આવી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: 26 january republic day, Local 18, સુરત