Home /News /surat /

Surat: સુરતમાં બંટી દયાવાન ગેંગનો આતંક, બે યુવકો પર હુમલા બાદ હવામાં ફાયરિંગ કર્યું

Surat: સુરતમાં બંટી દયાવાન ગેંગનો આતંક, બે યુવકો પર હુમલા બાદ હવામાં ફાયરિંગ કર્યું

પોલીસે આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે .

નવાગામ હિંડોલી ખાતે જય ગાયત્રીનગર ખાતે ૨હેતા ચેતન લોટન પાટીલ ગત ગુરૂવારે રાત્રે સોસાયટીની પાસે કરિયાણાની દુકાને સામે આવેલા ઓટલા પર બેસી મોબાઇલમાં સર્ફિંગ કરતો  હતો. ત્યારે ચિતાચોક તરફ થી 3 બાઈક પર કિશન ઉર્ફ ચકલી પરમાર, જયેશ ઉર્ફે બાકુ વાય, અમિત દુબે, ગણેશ ઉર્ફે શ્રાવેલ્યો પાટીલ, મિલિંદ કોળી વગેરે એ તલવારો સહિતના હથિયારો સાથે ધસી ગયા હતા.

વધુ જુઓ ...
સુરત (Surat Crime)ના ડીંડોલી વિસ્તાર (Dindoli Area)માં મોડીરાત્રે માથાભારે બંટી દયાવાન (Bunty Dayawan Gang in Surat)ના સાગરિતોએ ભારે આતંક મચાવ્યો હતો. તલવાર-ચપ્પુ સહિતના ઘાતક હથિયારો સાથે ધસી જઈ બે યુવકો પર હુમલો કરવા સાથે હવામાં ફાયરિંગ (Firing In Dindoli)કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે (Dindoli Police) આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

નવાગામ હિંડોલી ખાતે જય ગાયત્રીનગર ખાતે ૨હેતા ચેતન લોટન પાટીલ ગત ગુરૂવારે રાત્રે સોસાયટીની પાસે કરિયાણાની દુકાને સામે આવેલા ઓટલા પર બેસી મોબાઇલમાં સર્ફિંગ કરતો  હતો. ત્યારે ચિતાચોક તરફ થી 3 બાઈક પર કિશન ઉર્ફ ચકલી પરમાર, જયેશ ઉર્ફે બાકુ વાય, અમિત દુબે, ગણેશ ઉર્ફે શ્રાવેલ્યો પાટીલ, મિલિંદ કોળી વગેરે એ તલવારો સહિતના હથિયારો સાથે ધસી ગયા હતા. તેઓ બૂમાબૂમ કરી હંગામો મચાવી ચેતન પર હુમલો કરી દીધો પાટોળે ત્યાં આવી ચડ્યો હતો.

આ પણ વાંચો-સુરતમાં પત્રકારના નામે તોડ કરતો યુવક ઝડપાયો

ચેતન મિત્ર જીતેન્દ્રની બાઇક પર દવાખાને જવા નીકળ્યો તો નજીકમાં ચિંતાચોક પાસે લોકટોળું હતું. અહીં રાજ સંજય પાટીલ નામનો યુવક રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. ચેતન પર હુમલો કરનારી ટોળકીએ તલવાર-ચપ્પુ સહિતના હથિયારો હવામાં ફેરવી ચાની લારી પર ઉભેલા રાજ પાસે ધસી આવ્યા હતા અને રાજને જાંઘના ભાગે ચપ્પ મારી દીધું હતુ. તેઓએ વારાફરતી ચમ્મુ કાઢી સમગ્ર વિસ્તારમાં ભારે આતંક મચાવી લોકોને ડરાવવાની કોશિશ કરી હતી. ત્યારબાદ મહેન્દ્ર ઉર્ફે પપ્પુએ કમરના ભાગેથી રિવોલ્વર કાઢી હતી. કિશન ચકલીએ મહેન્દ્ર પાસેથી રિવોલ્વર કાઢી રાજ સામે તાકી હતી અને બાદમાં કિશને હવામાં ફાયરિંગ કરી દેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી સાથે ગભરાટ ફેલાઇ ગયો હતો.

આ પણ વાંચો- પીએમ મોદીએ કહ્યું - આજે મારા માટે માતૃ વંદનાનો દિવસ છે

રાજ અને ચેતનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બંટી દયાવાનના ઘરની બહાર હંગામો કરી પથ્થરમારો બાનાવ અંગે ચેતન પાટીલ ફરિયાદ આપતા ડિંડોલી પોલીસે કિશન ઉર્ફે ચકલી, જશ ઉર્ફે બારકુ વાઘ, મહેન્દ્ર ઉફે પપ્પુ પાટીલ, ચામિંટન દુને, વૈભવ પાટીલ, ગણેશ ઉર્ફે રાવઠ્યા પાટીલ અને મિલિંદ કોળી સામે હત્યાની કોશિશ, રાયોટિંગ, મારપીટ અને આર્મ્સ એક્ટનો ગુનો નોંધ્યો હતો. આ તમામ માથાભારે બંટી દયાવનના સાગરિતો છે. ત્યાં જ બંટી ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ છે.

બીજી તરફ આ કેસમાં બંટી દયાવાનની માતાએ પણ વળતી ફરિયાદ નોંધાવી છે. સંગીતાબેન અશોક પીટલ (રહે. આરડીનગર દિંડોલી)એ ફરિયાદમાં જણાવ્યું કે, લાલ ચંદન અને અતુલ નામના યુવકોએ બાળક પર તેમના ઘરની બહાર ધસી જઇ ગાળાગાળી કરી હતી. આપશબ્દો બોલી ઘર પર પથ્થરો પણ ફેક્યા હતા. ડિંડોલી પોલીસ અતુલ અને ચંદન સામે ગુનો નોંધ્યો હતો.
Published by:rakesh parmar
First published:

Tags: Surat Crime Latest News, Surat crime news, Surat crime News Gujarati, Surat police

આગામી સમાચાર