Home /News /surat /Surat CCTV Viral: સુરતની ખાનગી હોસ્પિટલમાં અસામાજિક તત્વોનો આતંક, સિસ્ટરને માર માર્યા હોવાના CCTV વાયરલ

Surat CCTV Viral: સુરતની ખાનગી હોસ્પિટલમાં અસામાજિક તત્વોનો આતંક, સિસ્ટરને માર માર્યા હોવાના CCTV વાયરલ

ત્રણેય આરોપીની તસવીર

Surat News: અસામાજિક તત્વો દ્વારા સારવાર માટે હોસ્પિટલના સ્ટાફને માર મારવાની ઘટના સીસીટીમાં કેદ થયા બાદ આ વીડિયો વાયરલ થતા સુરતની ડીંડોલી પોલીસે આ ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતઃ શહેરમાં પોલીસની નિષ્ક્રિયતાને પગલે સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યાં છે. જેને લઈને અવારનવાર લોકોને હેરાન કરવાથી માંડીને અનેક પ્રકારના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે અને ત્યારબાદ પોલીસ કાર્યવાહી કરતી હોય છે. ત્યારે શહેરમાં વધુ એક આવી જ ઘટના બની છે. અસામાજિક તત્વો દ્વારા સારવાર માટે હોસ્પિટલના સ્ટાફને માર મારવાની ઘટના સીસીટીમાં કેદ થયા બાદ આ વીડિયો વાયરલ થતા સુરતની ડીંડોલી પોલીસે આ ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સિસ્ટર સાથે મારામારી કરી હતી


મળતી માહિતી પ્રમાણે, સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી ત્રિપાઠી હોસ્પિટલમાં ગઈકાલે સારવાર માટે આવેલા કેટલાક વ્યક્તિઓ દ્વારા હોસ્પિટલની નર્સને માર મારવાની ઘટના સામે આવી હતી. જો કે, આ મારામારીની ઘટનાના હોસ્પિટલના સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્યારે આજે આ ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેને લઈને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.


સીસીટીવી વાયરલ થયા


આ ઘટના મામલે પોલીસને જાણકારી મળી હતી કે, તે જ વિસ્તારમાં રહેતા અક્ષય નામનો યુવકે રિક્ષામાંથી બહાર હાથ કાઢ્યો હોવાથી તેને ઈજા પહોંચી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં અચાનક એવું તો શું બન્યું કે, તેને હોસ્પિટલમાં કામ કરતી સિસ્ટરને માર મારવા લાગ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ આ સીસીટીવી વાયરલ થવાની સાથે જ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકમાં અક્ષય અને તેના બે મિત્રોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Surat crime news, Surat news, Surat police