Home /News /surat /Surat News: માતાપિતા માટે ચેતવણી સમાન કિસ્સો, સુરતમાં દસ મહિનાનો બાળક ફુગ્ગો ગળી જતા મોત

Surat News: માતાપિતા માટે ચેતવણી સમાન કિસ્સો, સુરતમાં દસ મહિનાનો બાળક ફુગ્ગો ગળી જતા મોત

10 મહિનાના બાળકનું મોત

તેની માતા રસોઈ બનાવતી હતી તેને ઘટનાની જાણકારી મળતા 108ની મદદથી આ બાળકને સારવાર તે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.

સુરત : ઘરમાં નાના બાળકો હોય તેવા માતા પિતા અને વડીલો માટે ચેતવણીરૂપ એક કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં રમતા બાળકો અચાનક ફુગ્ગો ગળી ગયો હતો. જેને લઈને બાળકનો શ્વાસ રુંધાતા મોત થયા હોવાની ઘટના સામે આવી છે. જોકે, બાળકનું પરિવાર હાલ શોકમાં ગરકાવ થઈ ચૂક્યું છે.

સુરતનાં છેવાડા પર આવેલા કડોદરા ખાતે શિવસાંઈ સોસાયટીમાં રહેતા પરિવારમાં 10 મહિનાનું બાળક ઘરમાં રમતું હતું. તે દરમિયાન રમતા રમતા ફુગ્ગો ગળી ગયો હતો. જોકે આ ફુગ્ગો ગળી જતા બાળકનો શ્વાસ રૂંધાઇ જવા પામ્યો હતો. તેની માતા રસોઈ બનાવતી હતી તેને ઘટનાની જાણકારી મળતા 108ની મદદથી આ બાળકને સારવાર તે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના તબીબો સારવાર કરે તે પહેલા બાળકનું મૃત્યું થયા હોવાનું  જણાવવામાં આવ્યુ હતુ.

જોકે, બાળકના મોતના સમાચાર સાંભળતાની સાથે જ માતાપિતા  શોકમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. પોતાનું બાળક ઘરમાં રમતું હતું તે દરમિયાન તેના પર ધ્યાન ના રહેતા તે ફુગ્ગો ગળી જતા આ ઘટના બની હોવાનું પરિવારે કબૂલાત કરી હતી. જોકે, આ મામલે તબીબો અને ત્યાં હાજર રહેલા દર્દીઓ પણ એક સમય માટે જોકે આ મામલે તબીબો દ્વારા પોલીસની જાણકારી આપતા પોલીસ મામલે બાળકનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેનો કબજો તેના પરિવારને સોંપાયો છે.

અમિત શાહ, સીએમ પટેલ અને પાટીલ વચ્ચે મહત્ત્વની બેઠક

સુરતના અન્ય સમાચાર


સુરતની આ મહિલા ખેડૂત પ્રાકૃતિક ખેતીથી કરી રહ્યાં છે સારી એવી કમાણી


26 સપ્ટેબર એટલે વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ દિવસ . પર્યાવરણની જાણવાનીની જાગૃતિ લોકોમાં આવે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે 22મી સદીમાં લોકો ઘણા સ્માર્ટ બન્યા છે. અને સ્માર્ટ વસ્તુ વાપરતા પણ થયા છે. પરંતુ આ વસ્તુ અને આ સદીની લાઈફસ્ટાઇલ પાછળ પર્યાવરણની વાત કરવામાં આવે તો આજે જમીન, હવા, અને પાણીનું પ્રદુષણ હવે એટલી હદે વધી રહ્યું છે કે જો તેને માટે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવનાર સમયમાં માનવ પ્રજાતિએ ગંભિર પરિણામ ભોગવવું પડશે. ખેતી લાયક જમીન પર રાસાયણિક ખેતી કરી તેની ફળદ્રુપતાને તો હાનિ પહોંચે છે. ત્યારે આ પ્રદુષણનને અટકાવવા માટે કેટલાક ખેડૂતો આગળ આવી રહ્યાં છે અને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અકસ્માત, ગુજરાત, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन