Home /News /surat /

Surat: 'નેશનલ Table Tennis પ્લેયર આવી રીતે બની મહિલા ઉદ્યોગ સાહસિક, આ સ્ટાર્ટ અપ શરૂ કર્યું

Surat: 'નેશનલ Table Tennis પ્લેયર આવી રીતે બની મહિલા ઉદ્યોગ સાહસિક, આ સ્ટાર્ટ અપ શરૂ કર્યું

ગુજરાત ઓપનમાં 80 વખત ચેમ્પિયનશિપ જીતી ચૂક્યાં છે

નેશનલ લેવલ પર ગુજરાતના પ્રતિનિધિ તરીકે અને સાઉથ ગુજરાત ઓપનમાં સતત 70 થી 80 વખત ચેમ્પિયનશિપ (Championship) જીતવા માટેના ટાઈટલ્સ તેમની પાસે છે અને હાલમાં તેઓ ટેબલ ટેનિસના કોચ તરીકે ટ્રેનીંગ આપે છે અને સ્પોર્ટ્સ ક્લબમાં રમવા માટે જાય છે

વધુ જુઓ ...
    Nidhi Jani, Surat: સુરતના ટેબલ ટેનિસ પ્લેયર (Tabble Tennis player) જાનવી શ્રોફ (Janhvi Shroff) એક સ્પોર્ટ્સ પ્લેયર તરીકેની તેમની સફરમાં કેવી રીતે 'નો સુગર મીઠાઇ' (No Sugar Sweet) બનાવવા તરફ ક્યારે અને કેવી રીતે વળ્યા તે જણાવતા જાનવી શ્રોફ કહે છે કે , ટેબલ ટેનિસમાં એક સ્પોર્ટસ પ્લેયર તરીકે જિલ્લા લેવલ, રાજ્ય કક્ષાએ અને ત્યાર બાદ નેશનલ લેવલ સુધી પ્રતિનિધિત્વ તરીકે રમ્યા બાદ હેલ્ધી મીઠાઇ બનાવવાનો ઉદ્યોગ શરૂ કરવાનું નક્કી કર્યું.



    નેશનલ લેવલ પર ગુજરાતના પ્રતિનિધિ તરીકે અને સાઉથ ગુજરાત ઓપનમાં સતત 70 થી 80 વખત ચેમ્પિયનશિપ (Championship) જીતવા માટેના ટાઈટલ્સ તેમની પાસે છે અને હાલમાં તેઓ ટેબલ ટેનિસના કોચ તરીકે ટ્રેનીંગ આપે છે અને સ્પોર્ટ્સ ક્લબમાં રમવા માટે જાય છે.



    આજકાલ છોકરાઓ મોબાઈલમાં વધારે સમય આપે છે તેના માટે માતા-પિતા પણ બાળકોને સ્પોર્ટ્સ તરફ પણ થોડોક ઘણો સમય આપે તે જરૂરી છે. તેવું તેમનું માનવું છે અને એક સ્પોર્ટ્સ પ્લેયર તરીકે ફિટનેસ માટેની જાગૃતિ લોકો સુધી પહોંચે તે માટે તેમણે નક્કી કર્યું કે હેલ્ધી ફૂડ હું લોકો સુધી પહોચાડું તેના માટે મારે કઈક કરવું જોઈએ અને આ રીતે શરૂ થઈ તેમની નવી સફર જેમાં હાલમાં તે ખજૂરપાક, અંજીરપાક , મિક્ષ ડ્રાયફુર્ટ સીડ્સ વગેરે તૈયાર કરીને લોકો સુધી પહોંચાડે છે.

    આ પણ વાંચો:   રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ પર 12 વર્ષની દીકરીએ સૌપ્રથમ પુસ્તક લખી વધાર્યું 'ગુજરાતનું ગૌરવ'

    કોઈ પણ તહેવારમાં કે કોઈ પણ સિઝનમાં લોકો કોઈ પણ ચિંતા કર્યા વગર આનંદ લઈ શકે તેવી મીઠાઇ બનાવવાનું તેમણે નક્કી કર્યું. આ ઉપરાંત તેઓ અલાયન્સ 158 નામના N.G.O સાથે પણ જોડાયેલા છે ત્યાં પણ તેઓ લોકોને ફિટનેસ તરફ વાળવાની સાથે લોકસેવાનું કામ પણ કરે છે. ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની (SGCCI) લેડીઝ વિંગમાં વિમેન આન્ત્રેપ્રેનેર્સ સેલમાં (WEC) જોડાયા છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Surat City, Surat Inspirational News, Surat news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन