Surat SOG Police: સુરતના સરથાણા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે કારમાં પિસ્ટલ લઈને જતા એક ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. આ બાબતે પૂછપરછ બાદ હોટલ માલિકનું નામ સામે આવ્યા બાદ પોલીસે તેની પણ ધરપકડ કરી હતી.
સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે કારમાં પિસ્ટલ લઈને જતા એક ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. આ બાબતે પૂછપરછ બાદ હોટલ માલિકનું નામ સામે આવ્યા બાદ પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. પોલીસે બે આરોપી સાથે પિસ્ટલ અને 5 જીવતા કાર્ટુસ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત પોલીસ પોતાની કાર્યવાહી હાથ ધરી
સુરત શહેરમાં દિવસેને દિવસે હત્યાના ગુના વધી રહ્યા છે. સુરત પોલીસ સતત નાઈટ કોમ્બિન્ગ કરી ઘાતક હથિયારો ઝપ્ત કરી કાર્યવાહી કરી રહી છે. તે અંતર્ગત સુરતની sogપોલીસને બાતમી મળી હતી કે, એક કારમાં એક યુવક પાસે પોસ્ટલ છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી સરથાણા વિસ્તારના રાજહંસ સ્વપ્નિલ એપાર્ટમેન્ટ પાસેથી આરોપીની કાર પસાર થઈ રહી હતી. તે દરમ્યાન પોલીસે કાર રોકાવી તલાશી લેતા કારમાંથી પિસ્ટલ મળી આવી હતી.સાથે જ 5 જીવતા કાર્ટુસ મળી આવ્યા હતા.
જેથી આ મામલે પોલીસે કાર ચલાવતા જસ્મિન વ્રજલાલ ફચરાની ધરપકડ કાર સહિતનો 5,65 લાખનો મુદામાલ કબ્જે કરી પૂછપરછ કરતા આ પિસ્ટલ હોટલ માલિક તેના મિત્ર પાર્થ ઉર્ફે ભાણો સારોલાની છે. જેથી પોલીસે પાર્થની ધરપકડ કરી પિસ્ટલ ક્યાંથી લાવ્યા અને શા માટે લાવ્યા તે સમગ્ર મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસે તે દિશામાં પોતાની તપાસ પણ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં દિવસેને દિવસે ગુનાખોરીના બનાવો વધી રહ્યા છે. જેથી આ મામલે પોલીસ પોતાની તપાસ પણ ચલાવી રહી છે. સુરતમાં છાસવારે ચોરી અને લૂંટના બનાવો બનાતા હોય છે. પરંતુ હવે સુરતમાં હત્યાના બનાવો પણ વધી રહ્યા છે. જેથી સુરત પોલીસ પણ પોતાની કાર્યવાહી કરી રહી છે.