Home /News /surat /Surat News: સુરતમાં સૂર્યા મરાઠી ગેંગના સભ્ય પર થયેલા ફાયરિંગમાં આરોપીઓની ધરપકડ, ચારમાંથી ત્રણ સગીર
Surat News: સુરતમાં સૂર્યા મરાઠી ગેંગના સભ્ય પર થયેલા ફાયરિંગમાં આરોપીઓની ધરપકડ, ચારમાંથી ત્રણ સગીર
ચાર આરોપીઓની ધરપકડ
Firing in Surat : સૂર્યા મરાઠી ગેંગના સભ્ય સફી શેખ પર ફાયરિંગમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેમાં આરોપીઓને જોઇને ખુદ પોલીસ પણ ચોંકી ગઇ હતી. કારણ કે, આમાંથી ત્રણ આરોપીઓ સગીર હતા.
સુરત: શહેરના ચોક બજાર વિસ્તારમાં સૂર્યા મરાઠી ગેંગના સાગરીત સફી શેખ નામના ઈસમ પર ફાયરિંગની ઘટના બની હતી. ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવી કુલ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એમાંથી ત્રણ આરોપી જુવેનાઇલ હોવાનું સામે આવ્યું છે.
સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા રોયલ ઓટો નામની દુકાનની બહાર ફાયરિંગની ઘટના બની હતી. સફિ સેખ નામનો વ્યક્તિ ત્યાં બેઠો હતો. તે દરમિયાન તેના પર ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગમાં સફી શેખ ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફાયરિંગ કરવા આવનાર ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે ચોક બજાર પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી અને ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી ત્રણ આરોપી જુવેનાઇલ હોવાનું સામે આવ્યું છે. આરોપીની પૂછપરછ કરતા અંદરો અંદરનો આંતરિક ઝઘડો હોવાને કારણે સફી શેખ પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
સફિ સેખ નામનો આ વ્યક્તિ સૂર્યા મરાઠી ગેંગનો સાગરીત હતો અને સૂર્યા મરાઠીની હત્યામાં પણ તેનું નામ હોવાનું સામે આવ્યું હતું. જે પ્રકારની ઘટના બની હતી કે, ઘટનાને કારણે આસપાસ ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ફાયરિંગ ઘટનામાં જુવેનાઇલનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં ગેંગ વોર હોવાનું સામે આવતા પોલીસે તમામ આરોપીઓની કડકાઈથી પૂછપરછ શરૂ કરી છે.
" isDesktop="true" id="1241804" >
આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. જેમાં 2 બાઇક પર આવેલા 5 શખ્સોએ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. બાઈક પર મોઢે રૂમાલ બાંધીને આવેલા યુવક ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં 4 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના વેડ રોડ સ્થિત અખંડ આનંદ કોલેજ નજીક સૂર્યા મરાઠી ગેંગના પન્ટર સફી નામના યુવાન પર બાઇક પર આવેલા શૂટરોએ ફાયરીગ કરતા પોલીસ દોડતી થઇ ગઇ છે. ફાયરીંગમા તેને સામાન્ય ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સફીને પેટના ભાગે ગોળી વાગતા તુરંત જ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.