સુરતઃ શિયાળાની શરૂઆત થતાંની સાથે લોકો પોતાના સ્વાસ્થ્ય માટે ચિંતિત બની શાસ્ત્રને યોગ્ય હોય તે પ્રકારનો ખોરાક લેતા હોય છે. ત્યારે સુરતીઓ શિયાળામાં મોટા પ્રમાણમાં ઊંધિયું આરોગતા હોય છે. આવો જાણીએ ઊંધિયું શું છે, કેવી રીતે બને છે અને તેની ખાસિયતો.
અનેક શાક નાંખીને ઊંધિયું બને છે
શિયાળો એટલે તાજા-લીલા શાકભાજીની મોસમ આ ઋતુમાં લોકો સ્વાસ્થ્યને શુદ્ધ અને સ્વચ્છ રાખવા લીલા શાકભાજી આરોગતા હોય છે. ત્યારે સુરતમાં શિયાળામાં સૌથી વધારે સુરતીઓ ઊંધિયું ખાવાનું પસંદ કરતા હોય છે. સુરતી ઊંધિયું માલ લીલી પાપડી, બટાકા, સુરણ, શક્કરિયા, રતાળું, લીલા ધાણા, રીંગણ અને મેથીના મુઠીયાથી બનતું શાક છે.
હજાર કિલો કરતાં વધુ ઊંધિયુ વેચાય છે
ઊંધિયું બનાવવા માટે સૌપ્રથમ તમામ શાકભાજીને વાપરવામાં આવે છે અને ત્યારબાદ તેમની ભેગાં કરી બનાવવામાં આવે છે. જો કે, સુરતીઓ અને સુરત ઊંધિયા માટે વિદેશમાં જાણીતું છે. ત્યારે સુરતની અલગ અલગ દુકાન ઉપર આ ઊંધિયું તૈયાર કરવામાં આવતું હોય છે. શિયાળો પૂર્ણ થાય એટલે કે મકરસંક્રાંતિનો તહેવાર આવતું હોય છે. તેવામાં લોકો પોતાના પરિવાર સાથે ધાબા ઉપર ઊંધિયાની લિજ્જત માણતા હોય છે. આમ તો, દરરોજ કહી શકાય સો કિલો કરતાં વધારે ઊંધિયું સુરતમાં વેચાણ થાય છે, પણ મકરસંક્રાંતિએ કદાચ કહી શકાય 1000 કિલો કરતાં વધારે ઊંધિયું સુરતના લોકો આરોગતા હોય છે.
કરોડો રૂપિયાનું ઊંધિયું વેચાશે
આ બંને દિવસ અંદાજિત દોઢથી બે કરોડ રૂપિયાનું ઉંધિયું એક જ દિવસમાં વેચાઈ જતું હોય છે. લીલા શાકભાજી સાથે જે પ્રકારે તૈયાર કરવામાં આવતું હોય છે. તેને લઈને લોકોને ટેસ્ટફૂલ લાગે છે. કહેવત છે ને કે ‘કાશીનું મરણ અને સુરતનું જમણ’એ જ નામ પ્રમાણે સૌથી પ્રિય વાનગી છે અને સુરતીઓની આ પ્રિય વાનગી શિયાળામાં સૌથી વધારે લોકોના જીભે ટેસ્ટ લગાડતી હોય છે.