Home /News /surat /

Surat: આઝાદીના અમૃત મહોત્સવની સુરતીઓએ કરી આ રીતે ઉજવણી

Surat: આઝાદીના અમૃત મહોત્સવની સુરતીઓએ કરી આ રીતે ઉજવણી

સરથાણા પોલીસ સ્ટેશનમાં જનતા સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી 

સુરત શહેરમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે પી.આઈ. દ્વારા જનતાને આમંત્રણ આપવામાં છે, આમ કરવાથી પોલીસ અને નાગરિકો વચ્ચે ભાઇચારાની લાગણી બને તેવા હેતુથી કરવામાં આવે છે ઉજવણી

    Nidhi Jani,Surat: આપણો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ (Independence Day 2022) ઉજવી રહ્યો છે, ત્યારે 75 વર્ષ થવા નિમિત્તે સમગ્ર રાષ્ટ્ર એકસાથે આવીને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવે અને દરેક ઘર એક સાથે આવીને ‘હર ઘર તિરંગા’ (Har Ghar Tiranga) લહેરાવે જેનાથી લોકોમાં એકતાની ભાવના વધે અને દેશપ્રેમ જાગૃત થાય. દેશવાસીઓમાં પણ ભારોભાર ઉત્સાહ અને ઉમંગની લાગણી જોવામાં આવી રહી છે. દેશના દરેક લોકો અલગ અલગ કાર્યક્રમો દ્વારા, સંસ્થાઓ તેમની સેવાકીય પ્રવૃત્તિ દ્વારા, મંદિરોમાં તિરંગાના રંગોથી શણગાર કરીને, રંગોળી હોય કે પછી કવિ સમ્મેલનો દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ, કેટલાક સ્થળે રક્તદાન શિબિર યોજીને સૂતર શહેર પણ ખૂબ ધામધૂમથી આઝાદીનો અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mahotsav) ઉજવવામાં આવી રહ્યો છે. દરેક કાર્યક્રમ કે પ્રયત્નો દેશના નાગરિકોના રાષ્ટ્રપ્રેમ અને સેવાકીય ભાવનામાં વધારો કરી રહ્યો છે.



    સ્વતંત્રતા દિવસે આમ તો સામાન્ય રીતે કોઈ શહેરના પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ જાતે ધ્વજારોહણ કરે છે અથવા તો પોલીસ ઈન્સ્પેકટરને બહાર કોઈ જાહેર સ્થળે ધ્વજારોહણ કરવા માટે આમંત્રણ આપવામાં આવે છે, પરંતુ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં દર વર્ષે જનતાને આમંત્રણ આપવામાં આવે છે. વિવિધ સંસ્થાઓ, સોસાયટીના પ્રમુખો, શિક્ષણ સંસ્થાઓ વગેરેને આમંત્રણ આપવામાં આવે છે.



    જેના દ્વારા પોલીસ અને જનતા વચ્ચે ભાઈચારાની લાગણી જળવાઈ, પોલીસ એ હંમેશા જનતા માટે કાર્યરત છે અને તેમની સુરક્ષા માટે હાજર છે ત્યારે સામાન્ય નાગરિકો પણ વર્ષ દરમિયાન તેમની ફરજ બજાવે અને તેમનો રાષ્ટ્રપ્રેમ દેશને આગળ લઈ જવામાં મદદરૂપ થાય તેવા કાર્યો કરે તે જ સાચી આઝાદીની ઉજવણી ગણાશે.આ વર્ષે પણ સરથાણા પોલીસ સ્ટેશનમાં સિમ્બા ઇન્સ્ટીટ્યુટના શિક્ષકો અને તેના વિધ્યાર્થીઓ સાથે મળીને 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી.



    પ્રોજેકટ સુરત સંસ્થા દ્વારા સુરત શહેરના નવી કોલોની, સુલતાનાબાદ, ડુમસના દરિયાકિનારાની સફાઈ અભિયાન આઝાદીના અમ્રુત મહોત્સવ નિમિત્તે યોજવામાં આવ્યું હતું.દેશમાં લોકોને સ્વછતા અંગે જાગૃતિ આવે અને પર્યાવરણની સુરક્ષા એ પણ આપની જ એક ફરજ છે તે સમજાવવા માટે પ્રોજેકટ સુરત શહેરમાં સફાઈ અભિયાનનું આયોજન કરી જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો છે.

    આ પણ વાંચો:   સુરત: બિલ્ડિંગના છજાનો ભાગ તૂટી પડતાં 25 બાઇકનો કચ્ચરઘાણ, મિની બજારનો બનાવ

    ફેડરેશન ઓફ સુરત ટેક્ષટાઇલ ટ્રેડર્સ અસોસિએશન દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત કાર્યક્રમમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 84 બ્લડ બોટલનું રક્તદાન પ્રાપ્ત થયું હતું.ભારત દેશમાં હજુ પણ જેટલી જરૂરિયાત છે તેની સામે બ્લડ યુનિટ ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ છે તેથી લોકોમાં રક્તદાન અંગેની જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી આયોજન કરવામાં આવ્યું હતું.
    First published:

    Tags: 75 years of independence, Aazadi ka amrut mahotsav, Independence day, Surat City, Surat Gujarati News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन