Home /News /surat /Good News : સુરતીઓનાં સૂરને કોરોના પણ ના રોકી શક્યો, 100થી વધુ લોકોએ ઓનલાઇન ગીતો ગાયા, દર્દીઓને આપી ખુશી

Good News : સુરતીઓનાં સૂરને કોરોના પણ ના રોકી શક્યો, 100થી વધુ લોકોએ ઓનલાઇન ગીતો ગાયા, દર્દીઓને આપી ખુશી

સુરતની આ લૉકડાઉન મહેફિલે અનેક પરિવારોને આપી ખુશી

સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે 100થી વધુ લોકોએ ગીત ગાઈ રાહત અનુભવી હતી. તેમજ કોરોના ગ્રસ્ત લોકોને પણ રાહત આપી હતી.

સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે 100થી વધુ લોકોએ ગીત ગાઈ રાહત અનુભવી હતી. તેમજ કોરોના ગ્રસ્ત લોકોને પણ રાહત આપી હતી. આ સંસ્થા ધ્વારા કોરોના પરિસ્થિતિને કારણે સભ્યોની માનસિક હાલત સ્વસ્થ રહે તે માટે સંસ્થાએ #lockdownmehfil કરીને ઓનલાઇન સંગીત જલસો યોજ્યો હતો.

શહેરના ચાલીસી વટાવી ચૂકેલા ગાવાનો શોખ ધરાવતા સુરતીઓને કોઈપણ સંજોગોમાં ગાવાનું ચાલુ રખાવનાર સંસ્થા "જિંદગી ગાયેજા" ના મેન્ટોર ચંદ્રેશ રાઠોડે જણાવ્યું હતું કે અમારી સંસ્થા છેલ્લા એક વર્ષથી સંગીત શોખીનો માટે નવા આયોજનો કરતી હતી કોરોના પરિસ્થિતિને કારણે સભ્યોની માનસિક હાલત સ્વસ્થ રહે તે માટે સંસ્થાએ #lockdownmehfil કરીને ઓનલાઇન સંગીત જલસો તારીખ 12 એપ્રિલ થી 16 એપ્રિલ સુધી આયોજન કરેલો.

આ પણ વાંચો : સુરત : આજે વિક્રમજનક 26 દર્દીનાં કરૂણ મોત, 2155 નવા કેસ, રાંદેર-કતારગામ બેકાબૂ

જેમાં સો(100) લોકોએ ગીતો ના સુર રેલાવ્યા હતા. કોરોના પરિસ્થિતિને હિસાબે સંગીત ના વિદ્યાર્થીઓ, શોખીનો, કલાકારો જ્યારે પોતાની જાતને એક વર્ષ માટે સંગીતથી જાણે અજાણે દૂર કરી બેઠા છે ત્યારે જિંદગી ગાયે જા સંસ્થાના આ સુરતીઓએ સંગીતના સૂર કોઈ પણ પરિસ્થિતિમાં રોકાય નહીં તેનું મહત્વ સંગીતપ્રેમીઓને સમજાવવા કોશિશ કરી છે.



સંસ્થાનાં મેનેજરની યાદી મુજબ આ સંસ્થા 40વર્ષથી ઉપર આવેલા કોઈપણ સંગીત શોખીનોને વિનામૂલ્યે સંગીતની તાલીમ અને પ્લેટફોર્મ પૂરું પાડે છે. સંસ્થામાં ગુજરાત ઉપરાંત ભારત બહાર યુકે અને કેનેડાથી પણ સભ્યો જોડાયેલા છે. સંસ્થા દ્વારા અઠવાડિયામાં બે વાર સંગીતના વિષયો ઉપર ગીતો ગાવાનું ટાસ્ક આપવામાં આવે છે અને સમગ્ર સંચાલન ઓનલાઈન થાય છે.

આ પણ વાંચો : સુરત : પાણીની મોટર ખુલ્લી જગ્યામાં હોય તો ચેતજો! ધોળે દિવસે થતી ચોરી CCTVમાં કેદ

ત્યારે સંસ્થાના સભ્યો ફાલ્ગુની શાહ, રક્ષા પટેલ, આનંદ તમાકુવાળા, નીના રાઠોડ,કેતના જાડિયા હોસ્પિટલ અને કોરેનટાઈન હતા,છતાં પણ તેઓએ lockdown મહેફિલમાં રિહર્સલ થી લઈને પ્રોગ્રામ સુધી દવાઓ લઇને કોરોના ને ભૂલી જઈ મન ભરીને ગીતો ગાયા હતા. હસતે હસતે કટ જાએ રસ્તે અને જીના યહા મરના યહાં ગાનાર નીના રાઠોડે રાજ કપૂર જોકરનો વેશ ધારણ કરી પોતાના પર્ફોમન્સ ને વન્સ મોર અને સ્ટેન્ડિંગ ઓવેશન મેળવી હતી.
First published:

Tags: Coronavirus, Surat Coronavirus, Surat news, સુરત

विज्ञापन