Home /News /surat /સુરતમાં ગુનો આચરતા પહેલા સાવધાન! નવા CPનો સપાટો, 15 દિવસમાં 2 હજારથી વધુ આરોપીને કર્યા જેલ ભેગા

સુરતમાં ગુનો આચરતા પહેલા સાવધાન! નવા CPનો સપાટો, 15 દિવસમાં 2 હજારથી વધુ આરોપીને કર્યા જેલ ભેગા

સુરત નવા CP અજય તોમરની તસવીર

3થી લઈને 20 ઓગસ્ટ સુધી સ્પેશિયલ ડ્રાઈવ યોજી સપાટો બોલાવવામાં આવ્યો હતો. દારૂ-જુગારના 2009 આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

સુરતઃ શહેરના 22માં પોલીસ કમિશનર (Commissioner of Police) તરીકે અજય તોમરે (Ajay tomar) 3 ઓગસ્ટના રોજ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. 3થી લઈને 20 ઓગસ્ટ સુધી સ્પેશિયલ ડ્રાઈવ (Special drive) યોજી સપાટો બોલાવવામાં આવ્યો હતો. જેમાં 2 મોટા કોલ સેન્ટર, 1 ઓનલાઈન જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જ્યારે દારૂ-જુગારના 2009 આરોપીને (accused in jail) જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

સુરતના નવા પોલીસ કમિશનર (surat new CP) અજય તોમરે જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી અસામાજીક તત્વો અને ગુનેગારો સામે સ્પેશિયલ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. દારૂના ગુનામાં કુલ 1286 કેસમાં 1308 આરોપીઓની 68.24 લાખ સાથે ઝડપાયા છે. લિસ્ટેટ બૂટલેગર પંકજ ધનસુખભાઈ રાણા સામે કુલ 3 કેસ અને કલ્પના જીતુભાઈ પટેલની સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે  જુગારના ગુનામાં કુલ 126 કેસમાં 701 આરોપીઓની 73. 64 લાખ સાથે ઝડપાયા છે.

પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, આ ડ્રાઈવ દરમિયાન જાણીતા ગુનેગારો વિરુદ્ધ પ્રભાવી કામગીરી કરવામાં આવી છે. જેમાં 186 કેસ જાહેરનામા ભંગના કરવામાં આવ્યા છે. 82 જટેલા ગુમ અથવા અપહરણ થયેલા બાળકોની શોધી કાઢવામાં આવ્યા છે. જ્યારે નાસતા ફરતા 11 જેટલા આરોપીને પણ શોધી કાઢવામાં આવ્યા છે. આ સાથે 34 આરોપીને પાસામાં ધકેલ્યા છે.

હદપારી દરખાસ્તના 18 અને હદપારી ભંગના 146 કેસ કર્યા છે. જ્યારે અલગ અલગ કલમો હેઠળ કુલ 1067 આરોપીઓની અટક કરવામાં આવી છે.પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, સુરત શહેરમાં કેટલાક અસામાજિક તત્વો એવા છે જે પોતાને ગેંગસ્ટર માની રહ્યા છે. તેના ઈસમો વિષે જાણકારી મેળવી ત્રણ ગેંગના સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં આસિફ ટમેટાગેંગ, વિપુલ ગાજીપરાગેંગ અને હેમુ પરદેશી ગેંગ સામે કેસો નોંધી કેટલાક સભ્યોની ધરપકડ કરી છે. જ્યારે અન્યોની ઝડપી પાડવાની કામગીરી ચાલુ છે.

આ પણ વાંચોઃ-સુરતઃ સસરા પુત્રવધૂને લઈને ભાગ્યા હોવાની વાત થઈ Viral, સસરાએ અફવા ફેલાવનાર સામે પોલીસમાં કરી અરજી

પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, આ તમામ કેસ સાથે જુદા-જુદા ગુનાઓમાં વિશેષ કામગીરી કરવામાં આવી છે. જેમાં ગત 17મીના રોજ જહાંગીરપુરા વિસ્તારમાંથી ગેરકાયદેસર કોલસેન્ટરમાંથી 19ની 6.31ની મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપી વિકી અને તેની બહેર વોન્ટેડ છે. ગત 18મીના રોજ પાલ ખઆતે મોનાર્ક આર્કેડમાંથી ઓનલાઈન જુગાર ઝડપી પાડવામાં આવ્યું છે અને 13 આરોપીની ધરપકડ કરાઈ છે. જ્યારે રાંદેરમાંથી એમડી ડ્ર્ગ્સ વેચતા દંપતીની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-પત્નીએ પ્રેમી સાથે મળીને 20 વર્ષ મોટા પતિની કરી હત્યા, આત્મહત્યાની રચી કહાની

આ પણ વાંચોઃ-72 કલાક એકલા હાથે ચીની સેના સાથે લડનાર સૈનિક, જેની આત્મા હજી પણ સરહદની કરે છે સુરક્ષા

આ સાથે 20 ઓગસ્ટના રોજ અડાજણ વિસ્તારમાં ચાલતા અન્ય એક કોલ સેન્ટરમાંથી 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, હાલ સુરત શહેરમાં 60 જેટલી પીસીઆર વાન કાર્યરત છે.  એક પોલીસ ઈન્સપેક્ટર કક્ષાના અધિકારીને સુપરવિઝન સોંપતા હાલ પીસીઆર વાનના રિસ્પોન્સ ટાઈમમાં નોંધપાત્ર સુધારો થયો છે.
" isDesktop="true" id="1015206" >

રોજે રોજ પીસીઆરની કોલ સંબંધેની કામગીરી સમીક્ષા કરી અલગ અલગ 10 જેટલા કોલ કરવારને અધિકારી કક્ષાએ પીસીઆરની કામગીરી બાબતે પૂછી અભિપ્રાય લેવામાં આવે છે. સારી કામગીરી કરનારા પીસાઆરના કુલ 20 કર્મચારીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
First published: