Home /News /surat /ચહુંમુખીને નવી જિંદગી આપનાર સુરતની કિરણ હોસ્પિટલની જાહેરાત, સોનુ સૂદ પાસે કોઇ ફિસ નહીં લે

ચહુંમુખીને નવી જિંદગી આપનાર સુરતની કિરણ હોસ્પિટલની જાહેરાત, સોનુ સૂદ પાસે કોઇ ફિસ નહીં લે

હોસ્પિટલે બાળકીના પરિવાર અને સોનૂ સૂદ પાસેથી પૈસા ન લઈ આ બાળકીને નવું જીવન આપ્યું હોવાની જાહેરાત કરી છે.

બાળકને નવી જિંદગી તો મળી ગઈ પણ જે રીતે સોનું સૂદ બાળકની સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલને પસંદ કરી હતી અને જે રીતે સોનુ સૂદ લોકોની મદદ કરતા હોય છે ત્યારે હોસ્પિટલે બાળકીના પરિવાર અને સોનૂ સૂદ પાસેથી પૈસા ન લઈ આ બાળકીને નવું જીવન આપ્યું હોવાની જાહેરાત કરી છે.

વધુ જુઓ ...
કોરોનાકાળ (Corona Pendamic)માં લોકોની મદદ કરવા માટે જાણીતા બનેલા અભિનેતા સોનુ સુદ (Sonu Sood) પોતાની દરિયાદિલી માટે જાણીતા બન્યા હતા લોકોની મદદ માટે હંમેશા તૈયાર રહેતા આ અભિનેતા ફરી ચર્ચામાં આવ્યા છે તે પણ એક એવી બાળકીની સારવારના ખર્ચ ઉપાડી આ બાળકીને નવું જીવન આપ્યું છે. બિહાર (Bihar)ના નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામની રહેવાસી છે. તેને જન્મથી જ 4 હાથ અને 4 પગ હતા. બિહાર રાજ્યના પટણામાં જન્મેલ આ બાળકને સારવારની જરૂર હોવાના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral News) થયા ત્યારે સોનુ સૂદે પોતાના તરફથી બાળકીનું ઓપરેશન કરાવવાની જાહેરાત કરી હતી.

ચહુંમુખીનો પરિવાર 30 મે નારોજ મુંબઈ પહોંચીને સોનુ સુદને મળ્યો હતો. સોનુ સુદે ચહુંમુખીની સારવાર માટે પરિવારને સુરત મોકલ્યો હતો અને ગુજરાતી તબીબોની ટીમ દ્વારા ચહુંમુખીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. દરમિયાન અભિનેતાએ સુરતની કિરણ હોસ્પિટલમાં ભલામણ કરી હતી. લગભગ એક અઠવડિયા પહેલા તેને હોસ્પિટલમાં શીફ્ટ કરી હતી. ડો.મિથુન અને તેમની ટીમના પ્રયાસોશરૂ કર્યા હતા. 2.5 વર્ષની બાળકી 2 જૂન 2022ના રોજ સોનુ સૂદ ફાઉન્ડેશનની મદદથી કિરણ હોસ્પિટલમાં આવી હતી. બાળકને જે સ્થિતિ હતી તે એપિગેસ્ટ્રિક હેટરોફેગસ ટ્વીન હતી, અસમપ્રમાણ સંયુક્ત જોડિયાનું એક દુર્લભ સ્વરૂપ કે જેમાં આશ્રિત જોડિયા (પરોપજીવી) પ્રભાવશાળી ભાગ (ઓટોસાઇટ) ના જમણા અથવા ડાબા ઉપલા પેટ સાથે જોડાયેલા હોય છે. આવી ઘટના એક મિલિયન લોકોમાં જીવંત જન્મમાંથી એક છે. વિશ્વમાં અત્યાર સુધી થયેલા સૌથી જટિલ 40 ઓપરેશનો પૈકીનું આ એક ઓપરેશન છે.રેડિયોલોજી તપાસ કરતા પરોપજીવી જોડિયા બાળક એસેફાલિક અને એકાર્ડિયાક (માથા અને હૃદય વિના) છે. તેમજ પરોપજીવી બાળક પાસે એક ધડ અને ચાર અંગો હતા જે કામ કરતા નથી અને તેની પાસે શક્તિ નથી. પરોપજીવી જોડિયાના તીવ્ર વજનને કારણે બાળકને ચાલવામાં તકલીફ પડતી હતી અને તે થોડાક પગથિયાં ચાલ્યા પછી સફર કરીને પડી જતો હતો અને આ સ્થિતિને કારણે બાળકની વૃદ્ધિ વિકાસ રૂંધાય છે. પરોપજીવી જોડિયાને મુખ્ય ધમની તેમજ મુખ્ય શીરા (હૃદયમાંથી નીકળતી લોહીની મુખ્ય નળીઓ) માંથી સીધો રક્ત પુરવઠો મળ્યો હતો. શસ્ત્રક્રિયા દરમિયાન આ રચનાઓને કોઈપણ નુકસાન બાળક માટે મૃત્યુના ચાન્સ રહે છે. આ સ્થિતિ 30%-50% મૃત્યુદર (મૃત્યુ) સાથે સંકળાયેલી છે. સમગ્ર પ્રક્રિયામાં ચોકસાઈ સાથે સર્જરી પહેલા ઝીણવટભર્યું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો- NCB ની તપાસમાં થયો મોટો ખુલાસો, 68 કિલો Alprazolam પાઉડરનો થવાનો હતો ખતરનાક ઉપીયોગ

8મી જૂન 2022ના રોજ બાળકની સર્જરી કરવામાં આવી હતી. એક કપરું અને કાળજીપૂર્વક ઓપેરશન કરવામાં આવ્યું હતું, પરોપજીવી જોડિયાની મુખ્ય નળીઓને ઓળખવામાં આવી હતી અને કોઈપણ ઈજા કે લોહી વહાવ્યા વિના બાંધી દેવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. ઓપરેશન સમય લગભગ 6 કલાકનો હતો. બાળક ભાન અવસ્થામાં આવ્યું અને પોસ્ટ ઓપરેટિવ મોનિટરિંગ માટે તેને આઈસીયુમાં ખસેડવામાં આવ્યું હતું. બાળકને બીજા દિવસે ખોરાક આપવાનું શરૂ કરવામાં આવ્યું અને તે સારી રીતે સ્વસ્થ થઈ ગયું અને કોઈપણ સમસ્યા વિના ચાલવા લાગ્યું.

આ પણ વાંચો- આખી જિંદગીની કમાણી પત્નીએ પતિને મારી નાખવામાં વાપરી

જો કે બાળકને નવી જિંદગી તો મળી ગઈ પણ જે રીતે સોનું સૂદ બાળકની સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલને પસંદ કરી હતી અને જે રીતે સોનુ સૂદ લોકોની મદદ કરતા હોય છે ત્યારે હોસ્પિટલે બાળકીના પરિવાર અને સોનૂ સૂદ પાસેથી પૈસા ન લઈ આ બાળકીને નવું જીવન આપ્યું હોવાની જાહેરાત કરી છે. જોકે બાળકીને આજે મોડી સાંજ સુધી રજા આપી દેવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે આ બાળકીને નવજીવન મળતાની સાથે તમામ હોસ્પિટલના આગેવાનો તબીબ નર્સરીના લોકોમાં ખુશી જોવા મળી હતી. ગરીબ પરિવાર હોવાને લઇને તેમની મદદ માટે આગળ આવ્યા પણ હોસ્પિટલે આ બાળકને સારવારના પૈસા ન લેવાનું નક્કી કર્યું હતું.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Sonu Sood Help, Sonu Sood News, Surat news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन