Home /News /surat /

CWG 2022: સુરતના હરમિત દેસાઈએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું

CWG 2022: સુરતના હરમિત દેસાઈએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું

હરમિત દેસાઇએ સિંગાપુરના ખેલાડીને 3-1થી હરાવી ગોલ્ડ મેડલ પર કબ્જો કર્યો છે.

India Win Gold medal Table Tennis: હરમિત દેસાઇએ સિંગાપુરના ખેલાડીને 3-1થી હરાવી ગોલ્ડ મેડલ પર કબ્જો કર્યો છે. અત્યાર સુધી CWG 2022 માં ભારતના ખાતામાં 5 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ આવી ગયા છે.

    કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022)માં ગુજરાતી એ ડંકા વગાડ્યો છે. ગુજરાતના હરમિત દેસાઈ (Harmit Desai)એ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. હરમિતે દેસાઇએ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ (Gold medal) અપાવ્યો છે. હરમિત દેસાઇ (Harmit Desai)એ સિંગાપુરના ખેલાડીને 3-1થી હરાવી ગોલ્ડ મેડલ પર કબ્જો કર્યો છે. અત્યાર સુધી CWG 2022 માં ભારતના ખાતામાં 5 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ આવી ગયા છે. સુરતના હરમિત દેસાઈએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

    કોમનવેલ્થ ગેમ્સ 2022 બર્મિંગહામમાં યોજાઈ રહી છે. તેના પાંચમા દિવસે ભારતે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે ફાઈનલ મેચમાં સિંગાપોરને 3-1થી હરાવ્યું હતું. ભારત માટે ડબલ્સમાં સાથિયાન જ્ઞાનસેકરન અને હરમીત દેસાઈએ યોંગ ઇઝાક ક્વેક અને યુ એન કોએન પેંગને હરાવી મજબૂત પ્રદર્શન કર્યું હતું. મેન્સ સિંગલ્સની મેચમાં હરમીત દેસાઈએ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

    આ પણ વાંચો- રાજસ્થાનથી ખાનગી બસમાં દારૂ આવ્યો અને PSI એ 5 લાખમાં સોદો કર્યો

    ભારતીય પુરુષોની ટેબલ ટેનિસ ટીમે કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ મેચમાં ભારતે સિંગાપોરને 3-1થી હરાવ્યું હતું. ભારત માટે હરમીત દેસાઈ અને જી સાથિયાને ડબલ્સ મેચમાં જીત નોંધાવીને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. જોકે ચ્યુ ઝે યુ ક્લેરેન્સે આગલી ગેમ જીતીને સિંગાપોરને 1-1ની બરાબરી કરી હતી. પરંતુ જી. સાથિયાન અને હરમીત દેસાઈએ પોતપોતાની મેચો જીતીને ભારતના સુવર્ણ પદની ખાતરી કરી હતી.



    સુરતી યુવક હરમિત દેસાઇએ ગોલ્ડ મેડલ પર કબ્જો કરવાની સાથે જ તેમના પર શુભેચ્છાઓનો વરસાદ થયો છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ શુભેચ્છા પાઠવી હતી. હર્ષ સંઘવીએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી હરમિતને શુભેચ્છઆ પાઠવતા લખ્યું કે, અમારા પ્રિય દ્વારા અનુકરણીય વિજેતા પ્રદર્શન @હરમીત દેસાઈ સુરતનો પુત્ર. ઉત્કૃષ્ટ, તમે માત્ર ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર દેશને પણ ગૌરવ અપાવ્યું છે.

    આ પણ વાંચો- જાણીતા ગઝલકાર મનહર ઉધાસ સહિત ગુજરાતના નામાંકીત કલાકારો ભાજપમાં જોડાયા

    હરમિત દેસાઇ દ્વારા કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ પર કબ્જો કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરતા લખ્યું- ટેબલ ટેનિસમાં સારા સમાચાર! CWGમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ જી. સાથિયાન, હરમીત દેસાઈ, શરત કમલ અને સાનિલ શેટ્ટીની ડાયનેમિક ટીમને અભિનંદન. આ ટીમે ઉચ્ચ બેન્ચમાર્ક સેટ કર્યા છે, પછી તે કૌશલ્ય હોય કે નિશ્ચયમાં. તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.
    Published by:rakesh parmar
    First published:

    Tags: CWG, Gujarati news, Surat news, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन