Home /News /surat /સુરતી સ્ટાઇલમાં બનાવો ચોળાની દાળના પાતરા, વારંવાર ખાવાનું થશે મન, જાણો કેવી રીતે બને

સુરતી સ્ટાઇલમાં બનાવો ચોળાની દાળના પાતરા, વારંવાર ખાવાનું થશે મન, જાણો કેવી રીતે બને

વીડિયોમાં

વીડિયોમાં આપણે સુરતી પરિવારની ગૃહિણી પાસેથી પારંપરિક રીતે બનતા સુરતી ચોળાની દાળના પાતરા બનાવવાની રીત વિડિયોમાં જાણીશું.

વીડિયોમાં આપણે સુરતી પરિવારની ગૃહિણી પાસેથી પારંપરિક રીતે બનતા સુરતી ચોળાની દાળના પાતરા બનાવવાની રીત વિડિયોમાં જાણીશું.

    Nidhi jani, Surat : વિશ્વમાં વાનગીઓમાં વૈવિધ્યતા એ લોકોના પહેરવેશમાં વૈવિધ્ય કરતાં પણ કદાચ વધારે હોઈ શકે. ભારત એ સૌથી વધારે વિવિધતા ધરાવતો દેશ છે. તેમાં પણ ખાણીપીણી માટે દેશભરમાં પ્રખ્યાત સુરતના લોકો વિવિધતા ધરાવતું ભોજન બનાવે છે. ઋતુ પ્રમાણે સ્વાસ્થ્યવર્ધક વાનગીઓ બનાવે છે.અહીંયા આપણે સુરતી સ્ટાઈલમાં પાતરા બનાવવાની રીત શીખીશું. આમ તો પાતરા બેસનમાં બનાવવામાં આવે છે પરંતુ સુરતી પાતરા ચોળાની દાળ માં બનાવવામાં આવે છે.

    પારંપરિક સુરતી વાનગીઓ વિસરાતી જાય છે, ત્યારે આજના સમયે પણ ઘણા સુરતી પરિવારોમાં આજે પણ તે વાનગીઓ બનતી હોય છે. ત્યારે બહાર કોઈ રેસ્ટોરન્ટમાં તે મળવું મુશ્કેલ છે. તેથી આજે આ વીડિયોમાં આપણે સુરતી પરિવારની ગૃહિણી પાસેથી પારંપરિક રીતે બનતા સુરતી ચોળાની દાળના પાતરા બનાવવાની રીત વિડિયોમાં જાણીશું.

    પાતરા બનાવવા માટેની સામગ્રી :

    200 ગ્રામ ચોળાની દાળ
    પાતરાના બે વિટા
    ઝીણા સમારેલા આદુ
    ઝીણા સમારેલા મરચા
    ચોખાનો લોટ - એકથી બે ચમચી
    ઇનો 1 પેકેટ
    મીઠુ - સ્વાદ અનુસાર

    પાતરા બનાવવાની રીત :

    સૌપ્રથમ પાતરા બનાવવા માટે ચોળાની દાળને ત્રણ વખત ચોખ્ખા પાણીથી ધોઈને ચારથી પાંચ કલાક સુધી પાણીમાં પલાળવા માટે મૂકવી. તમે જો બીજા દિવસે પાતરા બનાવવાના હોય તો આગલા દિવસે રાત્રે પણ પલાળીને મુકી શકો છો. પાંચ કલાક દાળ પલળી જાય એટલે તેને એક મિક્સરમાં આદુ અને મરચાના ટુકડા નાખીને પીસી લેવી. તેને પીસવા માટે તમે લસણ પણ ઉમેરી શકો છો લસણ ઉમેરવું આમાં વૈકલ્પિક છે. ચોળાની દાળને મિક્સરમાં બારીક પીસી લેવી.ઉદાહરણ તરીકે આપણે મગની દાળ કે અડદની દાળના વડા બનાવવા માટે જેટલું પીસીએ છે એના કરતાં થોડુંક બારીક પીસી લેવું. ચણાની દાળને મરચાં સાથે પીસી હોવાને કારણે તેના રંગમાં થોડોક લીલાશ પડતો રંગ આવી શકે છે.આ દાળના મિશ્રણમાં હવે મીઠું નાખીને, તેમાં બે ચમચી જેટલો ચોખાનો લોટ નાખવો. ચોખાનો લોટ દાળ ને પાત્ર સાથે બરાબર ચોંટાડી રાખશે. માટે બેન્ડિંગ કરવામાં સરળતા રહેશે.જોક્સ ધીરુ વધારે જાડું કે પાતળું થઈ ગયું હોય તો પણ ચોખાનો લોટ ઉમેરીને આપણે તેને પ્રમાણસર ફરી શકાય છે. વધારે પાતળું નથી કરવાનું એ જો થઈ જાય તો ચોખા ના લોટ ઉમેરીને તેને ફરીથી થોડોક પાથરી શકાય તેવું જાડું કરવું. હવે તેમાં ઇનો નાખીને તેને સેટ થવા માટે દસ થી પંદર મિનિટ સુધી મુકી રાખવું.

    ત્યારબાદ પાતરાને બે વાર ચોખ્ખા પાણીમાં ધોઇને તેની નસ કાઢીને એક રૂમાલથી કોરા કરી દેવા.હવે આપણે બનાવેલું ચોળાની દાળનું મિશ્રણ પાતરાને બરાબર ચોપડીને એકની ઉપર એક લગાવો અને ચોપડતા જવું, ત્યારબાદ તેનો રોલ વાળીને સ્ટીમરની ડીશમાં મુકવું. સ્ટીમરની ડીશ પર થોડું તેલ લગાવી દેવાથી પાતરા કાઢતી વખતે સરળતા રહે છે. આવી રીતે બધા જ પાતરાને ચોપડીને રોલવાળી ને મૂકી દેવા. અને અગાઉ આપણે શરૂ કરેલા સ્ટીમરમાં ધીમા ગેસ પર 15થી 17 મિનિટ સુધી મૂકી દેવા.

    પાતરા થઈ ગયા બાદ તેને સ્ટીમરમાંથી કાઢીને એકસરખા ટૂકડા કરી ગરમ ગરમ કાચું તેલ નાખીને, તેલમાં તળીને અથવા વઘાર કરીને ખાઇ શકાય છે. વઘાર કરવા માટે તમે રાય, તલ વગેરેનો ઉપયોગ કરી શકો છો અને તેને ગાર્નિશ કરવા માટે કોપરું ઉપરથી છીણીને નાખી શકાય છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: રેસીપી, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन