Home /News /surat /સુરત: હુમલાખોરોથી બચવા યુવક ભાગ્યો, બાઇક સ્લિપ ખાઇ જતાં 10 લોકો તૂટી પડ્યા

સુરત: હુમલાખોરોથી બચવા યુવક ભાગ્યો, બાઇક સ્લિપ ખાઇ જતાં 10 લોકો તૂટી પડ્યા

ગોડાદરા વિસ્તારમાં જૂની અદાવતમાં રોહિત નામના યુવકની હત્યા

Surat Murder Case: ગતરાત્રે સુરતના ગોડાદરા વિસ્તારમાં જૂની અદાવતમાં રોહિત નામના યુવકની હત્યા

  સુરત: સુરતમાં ગુનાખોરીનો ગ્રાહક દિવસેને દિવસે વધી રહ્યો છે તેમાં પણ હત્યા જેવી ગંભીર ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે ગતરોજ રાત્રે જૂના ઝઘડાની અદાવતમાં મિત્રો બેઠા હતા ત્યારે ઝઘડાની અદાવત રાખી આઠથી દસ શખ્સો ઘાતક હથિયારો સાથે આવ્યા હતા. જોકે બેઠેલા તમામ લોકો ભાગી ચૂક્યા હતા પણ રોહિત નામનો એક યુવકની બાઈક સ્લીપ થઈ જતાં તે હાથમાં આવી જતાં દસ લોકોએ ભેગા થઈ તેને હથિયારો વડે હુમલો કરતા તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મોત થયું હતું

  ગતરાત્રે સુરતના ગોડાદરા વિસ્તારમાં જૂની અદાવતમાં રોહિત નામના યુવકની હત્યા થઈ હતી. 6 જેટલા મિત્રો સાથે બેઠા હતા ત્યારે આઠથી દસ લોકો ઘાતક હથિયારો સાથે આવ્યા હતા. જેને જોઈને રોહિત અને તેના મિત્રો ત્યાંથી ભાગ્યા હતા, પરંતુ રોહિતનું બાઈક સ્લીપ થતાં તે ગબડી પડ્યો હતો અને હુમલાખોરોના હાથમાં આવી ગયો હતો. આઠથી દસ લોકોએ ભેગા થઈને ઘાતક હથિયારોથી હુમલો કર્યો અને રોહિતનું મોત થયું હતું.

  સુરત હવે ક્રાઈમ સિટી તરીકે પણ ઓળખાવા લાગ્યું છે. તેની પાછળ સુરત પોલીસની નિષ્ક્રિયતા છે. સતત સુરત પોલીસ ગુનાખોરી ડામવાની વાતો કરે છે, તે વચ્ચે હત્યાની ઘટનાઓ સામે આવે છે ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં ગત મોડી રાત્રે રોહિત નામના યુવકની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. રોહિત રાજપૂત તેના 6 જેટલા મિત્રો સાથે ઘર નજીક બેસેલો હતો ત્યારે જૂના ઝઘડાની અદાવતમાં મિલન નામનો વ્યક્તિ પોતાની સાથે આઠથી દસ લોકોને લઈને આવ્યો હતો.

  આ પણ વાંચો: નવસારી: હૈયુ હચમચાવતી ઘટના, હેવાન શિક્ષિકાના માર બાદ વિદ્યાર્થિનીનો આપઘાત

  તેમની પાસે ઘાતક હથિયારો હતા અને જૂના ઝઘડાની અદાવત હોવાને લઈને તે હુમલો કરે તેને લઈને રોહિત સાથે બેઠેલા તમામ લોકો ભાગી ચૂક્યા હતા ત્યારે રોહિતનું બાઈક સ્લીપ થઈ જતાં તે આ શખ્સોના હાથમાં આવી ગયો હતો. હુમલાખોરોએ તેના પર ઘાતક હથિયારો વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જે બાદ તેનું મોત થયું હતું. જોકે ઘટનાની જાણ થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાને દોડી આવી હતી. આ બાબતે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Crime news, Gujarat News, Surat news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन