Home /News /surat /સુરતમાં બેવાર યુવાન પર શ્વાનનો હુમલો, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ 28 વર્ષીય યુવકનું મોત નીપજ્યું

સુરતમાં બેવાર યુવાન પર શ્વાનનો હુમલો, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ 28 વર્ષીય યુવકનું મોત નીપજ્યું

ઇન્સેટમાં મૃતક યુવકની તસવીર

શહેરમાં અવારનવાર શ્વાન કરડવાના કિસ્સા બનતા હોય છે. ત્યારે શ્વાને વધુ એક યુવાનનો ભોગ લીધો છે. શહેરમાં કલરકામ કરતા યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યુ હતું.

સુરતઃ શહેરમાં અવારનવાર શ્વાન કરડવાના કિસ્સા બનતા હોય છે. ત્યારે શ્વાને વધુ એક યુવાનનો ભોગ લીધો છે. શહેરમાં કલરકામ કરતા યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, યુવકને એક જ મહિનામાં બેવાર શ્વાને બચકાં ભર્યા હતા. જેને લઈને તેના પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ત્યારબાદ અચાનક તેની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

સુરતમાં હજુ પણ શ્વાનનો ત્રાસ યથાવત હોય તેવું લાગી રહ્યું છે. સુરતના વેડ રોડ પર આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા રાજન નામનો યુવક કલરકામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. તે દરમિયાન ફેબ્રુઆરીમાં એક શ્વાને અચાનક જ તેમના પર હુમલો કરતા પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારે તેણે તાત્કાલિક સારવાર કરાવી હતી. પરંતુ ત્યારબાદ થોડા દિવસ પછી ફરી તેના પર એક શ્વાને હુમલો કર્યો હતો અને તેને ઇજાગ્રસ્ત કર્યો હતો.



શ્વાનના બચકાં ભરવાથી યુવાનનો આખો પગ કાળો પડી ગયો હતો. ત્યારબાદ તેમની તબિયત નાદુરસ્ત રહેવા લાગી હતી. ત્યારબાદ હાલત ગંભીર થતા તેમને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. મોત શ્વાન કરડ્યાથી થયું છે કે નહીં તે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણ થશે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આસપાસમાં ફરી રહેલા શ્વાન અંગે તપાસ હાથ ધરીહતી. મહત્ત્વનું છે કે, અધિકારીઓ ઘટના બાદ જ જાગે છે. થોડા દિવસ પહેલાં જ એક પાંચ વર્ષીય બાળકનો શ્વાનોએ જીવ લીધો હતો. ત્યારે તેનું પણ મોત નીપજ્યું હતું.
Published by:Vivek Chudasma
First published:

Tags: Dog Bite, Surat news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો