Home /News /surat /સુરતમાં ફરી વ્યાજખોરોનો આતંક! યુવાને દવા પી કર્યો હતો આપઘાત, મજબૂર કરનાર બે લોકોની ધરપકડ

સુરતમાં ફરી વ્યાજખોરોનો આતંક! યુવાને દવા પી કર્યો હતો આપઘાત, મજબૂર કરનાર બે લોકોની ધરપકડ

આરોપીઓની ધરપકડ

મૃતક યુવાન કાપોદ્રા સ્થિત તાપી કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. પિતા બુલેટ છકડો ફેરવી પિરવારનું ગુજરાન ચલાવે છે.

સુરત: માસિક 20 ટકા વ્યાજે આપેલા નાણાંની પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપતા પાસોદરાના રહીશે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ કેસમાં સરથાણા પોલીસે ગુનો નોંધી બેની ધરપકડ કરી હતી. પાસોદરામાં ઓમ ટાઉનશિપ ખાતે રહેતા હર્ષગીરી હરેશગીરી ગોસાઇ (ઉ. વ. ૧૮, મૂળ ધારી, અમરેલી) કાપોદ્રા સ્થિત તાપી કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. પિતા બુલેટ છકડો ફેરવી પિરવારનું ગુજરાન ચલાવે છે. ચાર દિવસ પહેલાં હર્ષ હરેશગીરીએ સરથાણા જકાતનાકા ખાતે અમીરસ હોટલની સામે પુલ નીચે ઝેરી દવા પી લીધી હતી.

જે બાદ તેમણે સારવારાર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. પાસોદરામાં ઓમ ટાઉનશિપ વિભાગ ૩માં રહેતા કાબા રબારી પાસેથી તેમણે રૂપિયા ૫૦ હજાર ૨૦ ટકાના માસિક વ્યાજે લીધા હતા. ઉપરાંત, લસકાણામાં રામદવમંદિર પાસે રહેતા કરસન ભરવાડ પાસે છકડાની આરસી બુક મૂકી રૂ. ૫૫ હજાર ૨૦ ટકાના માસિક દરે આપ્યા હતા. તેમણે સીમાડામાં સ્વામિનારાયણ પાર્કિંગમાં રહેતા પપ્પુ સોની તથા તેમના પાર્ટનર ભરતભાઇ પાસેથી રૂ. ૭૦ હજાર ૨૦ ટકાના માસિક 3. દરે ઘર ચલાવવા માટે લીધા હતા.

ખાડાને કારણે ગયો જીવ, બહેનને મળવા જતા ભાઇનું મોત

વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપતા હતા. જેથી કંટાળીને હરેશગીરી ગોસાઇએ ઝેર પી લીધું હતુ. સરથાણા પોલીસે જે-તે સમયે કાબા રબારી. કરસન ભરવાડ, પપ્પુ સોની તથા ભરત સામે ગુનો પણ નોંધ્યો હતો. દરમિયાન હરેશગીરીનું સારવાર દરમિયાન મોત થયું હતુ.

પાવાગઢ જતા શ્રધાળુઓ આ સમયે કરી શકશે માં ના દર્શન

સરથાણા પોલીસે શુક્રવારે સાંજે વ્યાજખોરો પૈકી કાબા રબારી અને કરસન ભરવાડની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓની પૂછપરછ પણ પોલીસે શરૂ કરી છે અને આ લોકોના વ્યાજના ચક્રવ્યૂમાં અત્યાર સુધી કેટલા લોકો ફસાયા છે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઈસમો દ્વારા અત્યાર સુધીમાં કેટલા લોકોને રૂપિયા વ્યાજ આપી તેમની સાથે આ પ્રકારની બળજબરી કરી છેતરપિંડી કરવામાં આવી છે તે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કર્યું છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ક્રાઇમ સમાચાર, ગુજરાત, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन