સુરત: શહેરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે લોકોના ઘરમાં પ્રવેશ કરી મોબાઈલ અને રોકડા રૂપિયા દાગીનાની ચોરી કરતી કંજર ગેંગની ચાર મહિલા સહિત બે યુવકોની ધરપકડ કરી આંતરરાજ્ય ચોરીના 51 ગુનાનો ભેદ ઉકેલ લેવામાં સફળતા મેળવી છે. પકડાયેલી ગેંગના સભ્યો ગુજરાતમાંથી ચોરી કરેલો સામાન મહારાષ્ટ્રમાં અને મહારાષ્ટ્રમાંથી ચોરી કરેલો સામાન ગુજરાતમાં લાવતા હતા.
સુરત ક્રાઈમ બ્રાન્ચને આજે એક મોટી સફળતા મળી છે. સુરત પોલીસે બાતમીના આધારે કંજર ગેંગની ચાર સભ્યોની ધરપકડ કરી છે. આ ગેંગમાં ચાર મહિલા સહિત બે યુવાનોની ધરપકડ કરવાાં આવી છે. પકડાયેલી ગેંગના સભ્ય અલગ અલગ શહેરોમાં સવારના સમયે મોહલ્લાઓમાં જઈ જેમનું ઘર ખુલ્લું હોય તે ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલા મોબાઇલ, સોના ચાંદીના દાગીના, રોકડા સહિતના સામાનની ચોરી કરતા હતા. આ ગેંગ આંતરરાષ્ટ્રીય ગુના આચારવા માટે જાણીતી હતી.
પકડાયેલી ગેંગ પાસેથી પોલીસે 51 જેટલા મોબાઈલ કબજે કર્યા છે. જેમાંથી 30 જેટલા ગુના ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. જ્યારે 21 જેટલા મોબાઈલની ચોરી ક્યાંથી કરવામાં આવી છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પકડાયેલી ગેંગમાં ગુજરાતમાં સુરત, બરોડા, અમદાવાદ સહિતના વિસ્તારોમાં ચોરી કરવા સાથે મહારાષ્ટ્રમાં અંધેરી થાણે સહિત અલગ અલગ જગ્યા પર ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ગેંગ સામે ગુનાઓ પણ દાખલ થયા છે.
ત્યારે આ ગેંગ પકડાયા બાદ અસંખ્ય ચોરીના ભેદ ખુલવાની આશંકા સુરત પોલીસે વ્યક્ત કરી છે. મૂળ રાજસ્થાનના વતની હોવા સાથે આ પ્રકારના ગુના આચારવા માટે જાણીતા છે. ત્યારે પોલીસે આ તપાસનો રેલો રાજસ્થાન સુધી લંબાવે તેવી શક્યતાઓ પણ સામે આવી છે.