Home /News /surat /

Video: ડાંગના ગોઝારા અકસ્માત પહેલાનો વીડિયો આવ્યો સામે, મસ્તીમાં હતી મહિલાઓ

Video: ડાંગના ગોઝારા અકસ્માત પહેલાનો વીડિયો આવ્યો સામે, મસ્તીમાં હતી મહિલાઓ

અક્સમાત પહેલાના વીડિયોમાંથી લીધેલી તસવીર

Surat woman accident: સુરતના અડાજણ વિસ્તારમાં ગરબા ક્લાસની 50થી વધુ મહિલાઓ સવાર હતી. આ અકસ્માતમાં બે મહિલાઓના જીવ ગયા છે.

    ડાંગ : સાપુતારા (Surat women accident) માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર માલેગાંવ ઘાટ માર્ગ ગોઝારો (Dang women bus accident) સાબિત થયો છે. શનિવારની રાત્રે 8.30 વાગ્યાની આસપાસ સુરતની (Surat latest news) નિકુંજ ટ્રાવેલ્સની બસ ખીણમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બસમાં સુરતના અડાજણ વિસ્તારમાં ગરબા ક્લાસની 50થી વધુ મહિલાઓ સવાર હતી. આ અકસ્માતમાં બે મહિલાઓના જીવ ગયા છે. જ્યારે 46 મહિલાઓને નાની મોટી ઇજા થઇ છે. આ ગોઝારા અકસ્માત પહેલા મહિલઓનો મઝા કરતો વીડિયો સામે આવ્યો છે. ત્યારે આપણને એક વાક્ય યાદ આવી જાય કે, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. આ ઉક્તિ પ્રમાણે જે આ મહિલાઓને પણ નહીં ખબર હોય કે, આવતી ક્ષણો તેમના માટે કેવી રહેશે.

    અકસ્માત પહેલાનો વીડિયો વાયરલ

    આ વીડિયોમાં તમામ મહિલાઓ ખુશખુશાલ દેખાઇ રહી છે. તેઓ તમામ ચિંતા છોડીને એક એક પળ માણી રહી છે. ત્યારે જ માલેગાંવ ઘાતમાર્ગ ઉપર બસની બ્રેક ફેલ થતા ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો. જેના પરિણામે બસ ખીણમાં ખાબકી હતી. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને સાથેની અન્ય બસના મુસાફરો મદદે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જેમાં 46 જેટલી મહિલાઓને ઇજા થઇ હતી ઘાયલ મહિલાઓમાં 21ને નજીકની સામગહાન પીએચસી જ્યારે 15 મહિલાઓને આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જેમાં વધુ ઘાયલ 8 જેટલા દર્દીઓને સુરત રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે ગંભીર રૂપે ઘાયલ 2 મહિલાનું મોત થયું હતું.

    જાણો ગુજરાતમાં ત્રણ દિવસ ક્યાં પડશે સાંબેલાધાર વરસાદ

    સાપુતારાથી પરત આવતી બસને નડ્યો અકસ્માત

    સુરતના અડાજણ વિસ્તારમાંથી ગરબા ક્લાસિસમાં જતી મહિલાઓ દ્વારા ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહિલાઓ ખાનગી બસમાં સાપુતારા પ્રવાસે નીકળ્યા હતા. ત્યારે સાપુતારાથી પરત ફરતી વખતે અકસ્માત થયો હતો. સાપુતારાથી સાંજના સમયે નીકળતી વખતે ડાંગ પાસે એક ખીણમાં બસ નીચે ઉતરી જતા બસમાં સવાર મુસાફરોને ઇજા થઇ હતી. જ્યારે બે મહિલાઓના મોત નીપજ્યા હતા.

    સુરત : સ્કૂલવાને રિવર્સ મારતા રૂવાંડા ઉભા કરતો અકસ્માત

    મૃતકોના નામ

    1. રેશ્માબેન પ્રતાપભાઈ વાઘેલા
    2. સોનલબેન સ્નેહલ દાવડા



    નોંધનીય છે કે, માર્ગમકાન અને પ્રવાસન વિભાગ મંત્રી પુર્ણેશ મોદીએ સોશિયલ મીડિયા દ્વારા આ દુર્ઘટના અંગે જાણકારી આપી હતી. તેમણે ભાજપના તમામ કાર્યકરોને વોટ્સઅપ વોઇસ મેસેજ થકી મદદ કરવા વિનંતી કરી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અકસ્માત, ગુજરાત, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन