Home /News /surat /

સુરત: મહિલા ડૉક્ટરના ઘરે જઈને ધમકી આપી આરોપીએ બાંધ્યા હતા શારીરિક સંબંધ!

સુરત: મહિલા ડૉક્ટરના ઘરે જઈને ધમકી આપી આરોપીએ બાંધ્યા હતા શારીરિક સંબંધ!

જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ

Surat Crime News: એક મહિલા ડોક્ટર દ્વારા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સુરત: શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલા ડોક્ટર દ્વારા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહિલા તબીબનો આક્ષેપ છે કે, આ શખ્સે દોઢ વર્ષ પહેલા ડોક્ટરના ઘરે જઈને પતિ અને પુત્રને મારી નાખવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને ત્યારબાદ વીડીયો ઉતારી બ્લેકમેલ કરતો હતો.

સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં મહિલા ડોક્ટર દ્વારા રામનગર સરકારી વસાહત રાંદેર વિસ્તારમાં રહેતા ઋષિકેશ સોલંકી નામના શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

શારીરિક સંબંધ બાંધી અંગત વીડિયો ઉતાર્યા હતા

મહિલા ડોક્ટર દ્વારા ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, બંને જિમમાં એકબીજાના પરિચયમાં આવ્યા હતા. ત્યાર બાદ ઋષિકેશ નામના શખ્સે મહિલા ડોક્ટર સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને તે વખતે તેના અંગત વીડિયો અને ફોટો મોબાઇલમાં ઉતારી લીધા હતા અને ત્યાર બાદ ઋષિકેશ સોલંકી મહિલા ડોક્ટરને અવાર નવાર બ્લેકમેલ કરતો હતો.

આ પણ વાંચો: સુરત: લગ્નના થોડા દિવસોમાં જ 'લૂંટેરી દુલ્હન' યુવકના અરમાન પર પાણી ફેરવી ફરાર

એક વખત સંબંધ બાંધ્યા બાદ પાછળ પડી ગયો આરોપી

એક વખત શારીરિક સંબંધ બાંધ્યા બાદ નવેમ્બર 2020માં ઋષિકેશ સોલંકી નામના શખ્સે મહિલા તબીબના બીભત્સ ફોટા અને વીડિયો પતિને બતાવી દેવાની ધમકી આપી ફરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ મહિલા તબીબે આ શખ્સથી કંટાળીને સંબંધો તોડી નાખ્યા હતા, પરંતુ ઋષિકેશ મહિલા તબીબના પુત્ર અને બાળકને મારી નાખવાની ધમકી પણ આપતો હતો. આ ઉપરાંત મહિલા તબીબ ક્લિનિક પર આવતા જતા હતા ત્યારે તેમને ગાળો અને ધમકી પણ આપતો હતો અંતે મહિલા તબીબે ઋષિકેશની આ પ્રકારની હરકતોથી કંટાળીને તેની સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે આરોપી

મહિલા તબીબની ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે આરોપી ઋષિકેશ સોલંકી સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે, ઋષિકેશ સોલંકી નામનો શખ્સ હાલ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Surat news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन