VIDEO: સુરતમાં મહિલાએ છેડતી કરનાર રોમિયોને રોડ પર જ દબોચી મેથીપાક ચખાડ્યો
VIDEO: સુરતમાં મહિલાએ છેડતી કરનાર રોમિયોને રોડ પર જ દબોચી મેથીપાક ચખાડ્યો
લોકોએ રોમિયોને મહિલા મારતી હતી તેનો વીડિયો મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.
સતત સુરતમાં મહિલાઓની છેડતીને લઈને આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે મહિલાઓ પણ હવે સામે થઈ આવા રોડ રોમિયોને રસ્તા વચ્ચે માર મારી પાઠ બણાવતી હોય છે.
સુરત (Surat)ના એક રોડ રોમિયોને મહિલાની છેડતી (molested) કરવી પડી ભારે પડી ગઇ છે. કારણકે આ મહિલા રણચંડીકા બનીને જાહેર રોડ પર ચંપલ વડે રોડસાઇડ રોમિયોને ફટકાર્યો (woman beat youth) હતો. ત્યાં જ રોમિયોની આ ધોલાઇનો એક વીડિયો (Viral Video) પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ગોડાદરા વિસ્તારના વીડિયોને લઈને પોલીસ પણ હવે આ રોડ રોમિયોની શોધખોળ શરૂ કરી છે.
સુરતમાં સતત મહિલા અત્યાચારોની ફરિયાદમાં વધારો થતો જોવા મળી રહ્યો છે તેમાં પણ નાની બાળાઓ અને કિશોરીઓ સાથે દુષ્કર્મોની ફરિયાદો સામે આવી રહી છે અને મહિલાઓની જાહેરમાં છેડતીની ઘટનાઓ પણ સતત સામે આવી રહી છે ત્યારે આજરોજ એક યુવકને મહિલાની છેડતી કરવી ભાડે પડી ગઇ હતી. સુરતના ગોડાદરા વિસ્તારમાં પસાર થતી એક મહિલાને રોડ રોમિયોએ અચાનક છેડતી કરી હતી. જેને લઇને આ મહિલા રણચંડીકા બની ગઈ હતી અને પોતાના પગમાં રહેલા ચંપલ વડે આ યુવકને જાહેરમાં ઢોર માર મારવા લાગી હતી.
સુરતમાં મહિલા રણચંડી બની રોમિયોની ચપ્પલથી ધૂલાઈ કરી
જોકે મહિલા આ રોડ રોમિયોને માર મારતી હતી તે સમયે પસાર થતાં લોકોએ આ રોડ રોમિયોને મહિલા મારતી હતી તેનો વીડિયો મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. જેને લઈને મહિલાનું સ્વરૂપ તો જોવા મળે છે સાથે સાથે આ રોડ રોમિયોને આ મહિલાની છેડતી કરવી એટલે ભારે પડી છે તે પણ આ વીડિયોમાં બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સતત સુરતમાં મહિલાઓની છેડતીને લઈને આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે મહિલાઓ પણ હવે સામે થઈ આવા રોડ રોમિયોને રસ્તા વચ્ચે માર મારી પાઠ બણાવતી હોય છે. ગોડાદરા વિસ્તારના વીડિયો જે રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે લોકો આવા રોમિયો ઉપર પોતાનો રોજ ઠાલવી રહ્યા છે અને મહિલા જે રીતે રંણચંડીકા બની ચંપલ વડે મારતા હોય છે તેને લઈને આ મહિનાના વખાણ પણ લોકો સોશિયલ મીડિયામાં કરી રહ્યા છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર