Home /News /surat /સુરતના વરાછામાં ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાનો ગળેફાંસો, આપઘાતનું કારણ અકબંધ

સુરતના વરાછામાં ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાનો ગળેફાંસો, આપઘાતનું કારણ અકબંધ

મૃતકની તસવીર

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને ભાજપના યુવા મોરચાના સક્રિય કાર્યકર્તાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. ત્યારે બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે.

સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં રહેતા અને ભાજપના યુવા મોરચાના સક્રિય કાર્યકર્તાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. ત્યારે બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે. કાર્યકર્તાના આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આર્થિક સંકડામણમાં યુવકે આ પગલું ભર્યુ હોવાની આશંકા સેવાઈ રહી છે.

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને શહેર ભાજપ યુવા મોરચાના સક્રિય કાર્યકર શૈલેષ ઝાલાવાડીયાએ ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. ભાજપના સક્રિય કાર્યકર્તાએ એકાએક આપઘાત કરી લેતા અનેક રહસ્ય ઘેરાઈ રહ્યા છે. યુવકના અણધાર્યા પગલાંને લઇ પરિવારજનો શોકમાં ડૂબી ગયા છે. ઝાલાવાડિયા છેલ્લા ઘણાં વર્ષોથી શહેર ભાજપ યુવા મોરચામાં એક સક્રિય કાર્યકર્તા તરીકે સેવા આપી રહ્યા હતા. એકાએક તેમના અણધાર્યા પગલાંને લઈ સગાસબંધીઓ પણ ચોંકી ઉઠ્યાં છે.



રાત્રિના સમયે યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. જ્યાં લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મિમેર હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવકે આર્થિક સંકડામણના કારણે કંટાળી આ પગલું ભર્યું છે. પરંતુ આપઘાત પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે. જો કે, હાલ પોલીસ આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે, ત્યારે પરિવાર આર્થિક સંકળામણને કારણે વારંવાર ઝઘડા થતા હતા. તેવું પોલીસ તપાસના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Surat crime news, Surat news, Surat suicide, Surat suicide case