Home /News /surat /સુરત: વ્યાજખોરોનું ગણિત તમને નહીં સમજાય, લાખોની ઉઘરાણી કરોડોમાં!

સુરત: વ્યાજખોરોનું ગણિત તમને નહીં સમજાય, લાખોની ઉઘરાણી કરોડોમાં!

સુરત ક્રાઈમ બ્રાન્ચે ઘનશ્યામ રઘુ ચાવડા અને તેના ભાઈ હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

Surat Crime: વ્યાજખોરોએ વ્યાજ પર આપેલા પૈસા પર અનેક ગણું વ્યાજ તથા ચક્રવૃદ્ધિ વ્યાજ લગાવીને લાખોની રકમ કરોડોમાં કરી ઉધરાણી કરતાં હતાં

સુરત: શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વ્યાજખોરી કરતાં માથાભારે શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ સુરતમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વ્યાજખોરોએ વ્યાજ પર આપેલા પૈસા પર અનેક ગણું વ્યાજ તથા ચક્રવૃદ્ધિ વ્યાજ લગાવીને લાખોની રકમ કરોડોમાં કરી ઉધરાણી કરતાં હતાં. એટલું જ નહીં, પૈસાની ઉધરાણી કરતાં વ્યાજખોરોએ ધાકધમકી આપી કોઇપણ રીતે પૈસા વસૂલવા ત્રાસ આપતાં હતા. સુરતમાં રહેતા એક શખ્સે 25 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે વ્યાજખોરો ચક્રવૃદ્ધિ વ્યાજ ગણી 3.66 કરોડ રૂપિયાની ઉઘરાણી કરતાં હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જેના આધારે પોલીસે બન્ને વ્યાજખોર રબારી ભાઈઓની ધરપકડ કરી તેમના વિરોધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

સુરતમાં વ્યાજખોરીનો ધંધો માથાનો દુખાવા રૂપ સાબિત થઈ રહ્યો છે. સામાન્ય રકમ વ્યાજ પર આપ્યા બાદ વ્યાજનું ચક્રવૃદ્ધિ વ્યાજ લગાવવી વ્યાજે રૂપિયા લેનારની મિલકતો પચાવી પાડવાની સતત ફરિયાદો સામે આવતી હોય છે. વરાછા રોડ પર જય ભવાની સોસાયટીમાં રહેતા સુધીર ગોયાણી બરોડા પ્રેસ્તેજ ખાતે આરતી નામનો શોરૂમ ધરાવે છે. તેઓ પરિવાર સાથે કાપડનો ધંધો કરે છે. શેરબજારમાં મોટી ખોટ જતાં સુધીરભાઈએ યોગીચોક ખાતે આવેલી આઇકોન હાઇટ્સમાં રહેતા ઘનશ્યામ રઘુ ચાવડા પાસેથી 25 લાખ રૂપિયા લીધા હતા.

આ પણ વાંચો: Junagadh : સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો અનોખો વિરોધ, પટાંગણમાં કર્યા ગરબા !

આ વ્યાજે લીધેલા પૈસાનું વ્યાજ ચૂકવવા માટે વ્યાજખોરોએ વેપારી પાસેથી તેમની ત્રણ દુકાનો તેમને આપવા મનાવ્યા હતા. જોકે, આ વ્યાજખોરોએ દુકાનોની વેલ્યુએશન કરીને વધારાની રકમ તથા વધુ વ્યાજ ઉમેરી કુલ ૩.૬૬ કરોડની માંગણી શરૂ કરી હતી. 3.66 કરોડની માગણી સાથે વ્યાજખોર વેપારીને બળજબરી નોટરી પાસે લઈ ગયા હતા અને  લખાણ કરાવી લેતા આ વેપારી ઘરેથી ભાગી છૂટ્યા હતા. જે બાદ વેપારીને શોધવા માટે વ્યાજખોરો દુકાન અને ઘરે આવતાં અને પરિવારને માર મારવાની ધમકી આપતાં હતાં. આખરે આ મામલે વેપારીના પરિવાર દ્વારા 45 લાખ રૂપિયા આપી દેવા છતાં પણ 3.12 કરોડની વધુ માંગણી કરવામાં હોવાને લઇને પરિવારે આ રબારી ભાઈઓ વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આઘારે સુરત ક્રાઈમ બ્રાન્ચે ઘનશ્યામ રઘુ ચાવડા અને તેના ભાઈ હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Surat news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन