Home /News /surat /સુરત: પગાર વધારી આપવાં બે સરકારી બાબુએએ લીધી 30,000ની લાંચ, ACBએ છટકુ ગોઠવી કરી ધરપકડ
સુરત: પગાર વધારી આપવાં બે સરકારી બાબુએએ લીધી 30,000ની લાંચ, ACBએ છટકુ ગોઠવી કરી ધરપકડ
સુરતમાં 30,000ની લાંચ લેતા ઝડપાયા બે સરકારી બાબુઓ
સરકારી વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ લાંચ વગર કોઈપણ સામાન્ય વ્યક્તિનું કામ નથી કરતા હોવાથી સતત ફરિયાદો સરકાર અને ACB વિભાગમાં આવતી હોય છે અને આવા લાંચિયા બાબુઓને એસીબીની ટ્રેપમાં ACB લાગ જોતા ઝડપી પાડી તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરતી હોય છે હાલમાં સુરતમાં ગત રોજ અનાજ માંગવાને લઈને બનેલી ઘટનામાં સરકારી બાબુઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે સુરત નાનપુરા વિસ્તારમાં આવેલી બહુમાળી નાનાયબ નિયામકની કચેરીમાં એસીબીએ ઇન્ચાર્જ નાયબ નિયામક અને હેડ કલાર્કને રૂપિયા 30 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યાં હતા
સરકારી ખાતામાં નોકરી બજાવતા સરકારી બાબુઓ લોકો પાસેથી લાંચ માંગે છે પણ પોતાના વિભાગમાં ફરજ બજાવતા અધિકારી પાસે પણ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરેલાનાં હુકમ બદલ લાંચની માંગણી કરવામાં આવતી હોવાની ફરિયાદ સામે આવી છે. આ મામલે અમદાવાદ એસીબી દ્વારા કાર્યવાહી કરી બે લોકોની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે. જેમાં સુરતમાં સરકારી બાબુઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 30 હજારની લાંચ લેતા બે કર્મચારીઓને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવી છે
સરકારી વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ લાંચ વગર કોઈપણ સામાન્ય વ્યક્તિનું કામ નથી કરતા હોવાથી સતત ફરિયાદો સરકાર અને ACB વિભાગમાં આવતી હોય છે અને આવા લાંચિયા બાબુઓને એસીબીની ટ્રેપમાં ACB લાગ જોતા ઝડપી પાડી તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરતી હોય છે હાલમાં સુરતમાં ગત રોજ અનાજ માંગવાને લઈને બનેલી ઘટનામાં સરકારી બાબુઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે સુરત નાનપુરા વિસ્તારમાં આવેલી બહુમાળી નાનાયબ નિયામકની કચેરીમાં એસીબીએ ઇન્ચાર્જ નાયબ નિયામક અને હેડ કલાર્કને રૂપિયા 30 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યાં હતા
નાયબ નિયામક જમીન દફતરની કચેરી, નાનપુરા, સુરત કચેરીમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ નાયબ નિયામક, વર્ગ-1 અને ઇન્યાર્જ હેડ કલાર્ક, વર્ગ-3ના કર્મચારીએ જે પગાર ધોરણ મંજૂર કર્યો હતો તેનાં હુકમ કરવા માટે 30,000 રૂપિાયની લાંચ માંગી હતી. જે બાબતે એસીબીને ફરિયાદ મળી હતી. અને તેમને છટકું ગોઠવ્યું હતું. હેડ કલાર્કને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચિત કરી રૂ. 30 હજારની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
એટલું જ નહીં પણ ઇન્ચાર્જ નાયબ નિયામકના કહેવાથી લાંચની માંગણી કરી હોવાનું તેણે પંચ સમક્ષ રુબરુ કબૂલ પણ કર્યું છે. ઇન્ચાર્જ નાયબ નિયામક વર્ગ-1 કે.પી.ગામીત અને ઇન્યાર્જ હેડ કલાર્ક વર્ગ-3 ગીરીશભાઇ મોહનભાઇ પટેલની ડિટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે CBIએ કરેલી તપાસમાં બંને અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પણ પોતાનાં વિભાગનાં અધિકારી પાસે લાંચ માંગવામાં ગુજરાતનો કદાચ આ પ્રથમ કેસ લઈ શકાય જેને લઇને થયેલી કાર્યવાહીની સરકારી વિભાગોમાં હડકંપ મચી જવા પામ્યો હતો. વિભાગ દ્વારા બંને અધિકારીઓ કાયદેસરની કાર્યવાહી કરી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં છે. અને તેમના રિમાન્ડ માંગવામાં આવ્યાં છે. સાથે તેમની અપ્રમાણસર મિલકતની તપાસ પણ એસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે