Home /News /surat /સુરત: ટ્રક ડ્રાઇવરે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને પીંખી નાંખી, ધરપકડ

સુરત: ટ્રક ડ્રાઇવરે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને પીંખી નાંખી, ધરપકડ

વેસુ પોલીસ સ્ટેશન

બાળકી ઈજાગ્રત હાલતમાં મળી આવતા પરિવારે આ મામલે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

સુરત: શહેરમાં સતત ગુનાખોરી વધી રહી છે તેમાં પણ નાની બાળકીઓ સાથે દુષ્કર્માની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરતમાં ગતરોજ રાત્રે અઢી વર્ષની બાળકીને ટ્રક ડ્રાઇવર ઘર નજીકથી ઉપાડી ગયા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાએ ચકચાર મચાવી હતી. જોકે, પોલીસે આરોપીની ધરપકડ કરી બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ઘટનામાં બાળકીનો બચાવ થયો ત્યારે બીજી ઘટનામાં બાળકીને નરાધમ દ્વારા પીંખી નાખવામાં આવી છે. જોકે, આ ઘટના લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

દિવાળી પહેલા જ શરૂ થયેલા સુરતના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી બાળકીનું ઘર નજીકથી અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ થતા સમયે સ્થાનિક લોકોની જાગૃતતાને લઈને બાળકીનો આબાદ બચાવ થયો હતો. જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી લીધી હતી.

આ પણ વાંચો: સુરત: પોર્ન વીડિયો મોકલીને યુવતીને કરતાં હતા હેરાન

અન્ય ઘટનામાં ગતરોજ ઘર નજીક રમતી અઢી વર્ષની બાળકીનું એક ટ્રક ડ્રાઇવર દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને આ બાળકીને અવાવરું જગ્યા પર લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જોકે, બાળકી ઈજાગ્રત હાલતમાં મળી આવતા પરિવારે આ મામલે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ સાથે બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી.

આ પણ વાંચો: મહેસાણા: ધ્રુજાવી દેશે આ સીસીટીવી ફૂટેજ



આ પોલીસ સ્ટેશનમાં પ્રથમ ગુનો પણ આ જ પ્રકારનો બન્યો. જ્યારે બીજો ગુનો પણ આ જ પ્રકારનો બનવા પામ્યો હતો. પ્રથમ ગુનામાં બાળકીનો બચાવ થયો હતો જ્યારે બીજા ગુનામાં તમે બાળકીને પીંખી નાંખવાની ઘટના બધા સમગ્ર વિસ્તારમાં ચર્ચા મચી જવા પામી હતી. પોલીસે બંને ગુનામાં  આરોપીઓની ધરપકડ કરી દીધી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन