Home /News /surat /સુરત: સોશિયલ મીડિયા પર પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી, ઓટોરીક્ષામાં દુષ્કર્મ આચરી આપી ધમકી

સુરત: સોશિયલ મીડિયા પર પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી, ઓટોરીક્ષામાં દુષ્કર્મ આચરી આપી ધમકી

ફરિયાદ બાદ પોલીસે બે આરોપીની ધરપકડ કરી

Surat Crime: પોલીસે નરાધમ આરોપી સહિત તેને આ કુકર્મ કરવામાં પહેરેદારી આપીને સાથ નિભાવનાર મિત્રની પણ પોલીસે કરી ધરપકડ

સુરત: શહેરમાં એક પરિણીત મહિલાને સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવાનું ભારે પડ્યું છે. યુવકે પરિણીતાને સોશિયલ મીડિયા દ્વારા પ્રેમજાળમાં ફસાવીને તેને બ્લેકમેલ કરીને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, તેના ફોટો વીડિયો લઈને તેને વારંવાર હેરાન પરેશાન કરતો હતો. આખરે મહિલાએ આ હેરાનગતિથી કંટાળીને ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે નરાધમ આરોપી સહિત તેનો સાથ આપનાર મિત્રની પણ ધરપકડ કરી છે.

સુરતમાં દુષ્કર્મના બનાવોમાં દિન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે, ત્યારે ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક મહિલા પર યુવકે અલગ-અલગ જગ્યાએ દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ફરિયાદ થઈ છે. મહિલાને દુષ્કર્મ બાદ અપશબ્દ કહી તેણીના સંતાનોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેના પગલે પોલીસે આરોપી અને તેને મદદ કરનાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, આરોપી જાબીર શેખ તથા તેના મિત્ર મલેક, કે જેના પુરા નામ સરનામાની ખબર નથી. આજથી નવેક મહિના પહેલા સોશિયલ મીડિયા પર જાબીર શેખ સાથે મહિલાનો પરિચય થયો હતો. બાદમાં વાતચીત કરીને સારી મિત્રતા કેળવી ભરોસો આપ્યો હતો અને મહિલાને ઓટોરિક્ષામાં બેસાડી ભરીમાતા રોડ ફુલવાડી ગંદાનાળાની પાસે પુલ ઉપર લઇ જઇ રીક્ષા ઉભી રાખી મલેકને બહાર નજર રાખવાનું જણાવી મહિલાની ઈચ્છા વિરૂદ્ધ આરોપી જાબીર શેખએ રીક્ષામાં બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું હતું.

આ પણ વાંચો: રખડતાં ઢોર મામલે હાઇકોર્ટે કહ્યું- કામગીરી ખૂબ જ નબળી

મહિલા સાથે તેની સહમતી વિરુદ્ધ બળજબરી કરી પ્રથમ વખત શરીર સંબંધ બાંધ્યા બાદ આરોપી મલેકના નાનપુરા ખાતે આવેલ રૂમમાં પણ જાબીર શેખે સહમતી વિરુદ્ધ બળજબરી કરી બીજી વખત વખત શરીર સંબધ બાંધ્યો હતો. જાબીરે બનાવ બાબતે કોઇને પણ જાણ કરશે તો મહિલાને તથા તેની દીકરીઓને જાનથી મારી નાખવાની ધમવીઓ આપી હતી. ત્યારબાદ આરોપી જાબીર અલગ અલગ નંબર ઉપરથી ફોન કરી મહિલાને ગાળો આપી હેરાન પરેશાન કરતો હતો. જેથી મહિલાએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે જાબીર અને તેને મદદ કરનાર મિત્ર સામે ગુનો નોંધીને બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે .
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Surat news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन