Home /News /surat /સુરત: યુવાધનને પ્રતિબંધિત ઇ-સિગારેટના રવાડે ચઢાવતા ટોબેકો વેપારીની ધરપકડ

સુરત: યુવાધનને પ્રતિબંધિત ઇ-સિગારેટના રવાડે ચઢાવતા ટોબેકો વેપારીની ધરપકડ

પોલીસે જપ્ત કરેલી ઇ-સિગારેટ.

સુરતમાં યુવાધનને બરબાદ કરી રહેલી ઈ-સિગારેટ અને ઇ-હુક્કાનું ઠેરઠેર વેચાણ, પોલીસે નસાનો કારોબાર કરતા ઇસમોને પકડી પાડવા ઝૂંબેશ શરૂ કરી.

સુરત: સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શહેર અનેક વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસ (Tobacco products)ના હોલસેલ વિક્રેતાઓ તરફથી પ્રતિબંધિત ઈ-સિગારેટ (e-cigarettes) તથા ઈ-હુક્કા (e-hookah નું વેચાણ કરવામાં આવી રહ્યાનું ધ્યાનમાં આવ્યું છે. આ બંનેનું સેવન કરીને યુવાધન નશાખોરી (Addiction)ના રવાડે ચઢી પોતાના આરોગ્યને જોખમમાં મૂકી રહ્યું છે. પોલીસે આવી પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ કરતા એક વેપારીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં યુવાનો નશાના રવાડે ચડી રહ્યા છે, ત્યારે તેમને બચાવવા માટે સુરત પોલીસ નાશનો કારોબાર કરતા ઈસમોને ઝડપી રહી છે. આ દરમિયાન પોલીસના ધ્યાને આવ્યું હતું કે યુવાનોને નાશના રવાડે ચડવા માટે શહેરમાં કેટલાક વેપારીઓ તરફથી પ્રતિબંધિત ઈ-સિગારેટ અને હુક્કા વેચવામાં આવી રહ્યા છે. આવા વેપારીને પકડી પાડવા માટે પોલીસે ખાસ ટીમ કામે લગાડી હતી.

આ પણ વાંચો: સુરત: પિતાના મોત માટે પોતાને જવાબદાર ગણી યુવકનો આપઘાત, 15 દિવસમાં પરિવારમાં બે મોત



આ પણ વાંચો: રાજકોટ: તરુણી એકલી હતી ત્યારે ઘરે દોડી ગયો પ્રેમી, બદનામ કરવાની ધમકી આપી કર્યું ગંદુ કામ

પોલીસને માહિતી મળી હતી કે, શહેર કેટલાક વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ તરફથી ઈ-સિગારેટ તથા ઈ-હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ એવી વસ્તુ છે જેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ દરમિયાન પોલીસે અઠવા વિસ્તારમાં આવેલા  ભાગા તળાવ પાણીની ભીંત પાસે બેંક ઑફ બરોડાની સામે મકાનનાં પહેલા માળે આવેલી “જય અંબે ટોબેકો" નામની દુકાનમાં દરોડો પાડી દુકાનદાર ખુશાલ ગોપાલદાસ ધમાણીને ઝડપી લીધો હતો.
" isDesktop="true" id="1078322" >

આ પણ વાંચો: કોણ છે અંબાલાલ પટેલ? કેવી રીતે બન્યા હવામાન નિષ્ણાત? કયા વર્ષમાં કરી હતી પ્રથમ આગાહી?

પોલીસે દુકાનમાંથી REFILLING THE MYA CLEAROMIZER કંપનીના પ્લાસ્ટિકના બોક્સમાં પેક કરેલી ઇ-સિગારેટ, ચાર્જર, કેબલ તથા ફ્લેવરની 10 એમ.એલ.ની બોટલ સાથે ની ઇ-સિગારેટના બોક્સ કુલ નંગ -108, કિંમત રૂપિયા 54,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસનું કહેવું છે કે આવવનારા સમયમાં સુરત શહેરમાં આવેલા તમામ પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વેપારીઓ ઉપર વૉચ ગોઠવી તેમના તરફથી ઈ-સિગારેટ કે ઇ- હુક્કા કે આવી કોઈ અન્ય પ્રોડક્ટનું વેચાણ થતું હશે તો તેમની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે.
First published:

Tags: Tobacco, ગુનો, પોલીસ, સિગારેટ, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો