Home /News /surat /

સુરતઃ ઓક્સીજન લઈને આવેલા પોલીસ કર્મચારી ઉપર હુમલો કરનાર ત્રણ 'લુખ્ખાતત્વો' ઝડપાયા

સુરતઃ ઓક્સીજન લઈને આવેલા પોલીસ કર્મચારી ઉપર હુમલો કરનાર ત્રણ 'લુખ્ખાતત્વો' ઝડપાયા

પકડાયેલા આરોપીઓની તસવીર

મનીષભાઈ  નામના પોલીસ કર્મચારી પોતાની ફરજ દરમિયાન હજીરા ખાતેથી ઓક્સિજનની ટેંકરમાં બેસીને સ્મીમેર હોસ્પિટલ ખાતે આવ્યા હતા.  જ્યાં હૉસ્પિટલના ગેટ પર પોંહચીને ઓક્સિજનની ગાડીમાંથી ઉતર્યા હતા.

સુરતઃ સુરતમાં (surat) અસામાજિક  તત્વોનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે અત્યાર સુધી સામાન્ય લોકો આવા અસામાજિક તત્વોનો ભોગ બનતા હતા. હવે આ ઈસમોએ ગતરોજ રાત્રે પોલીસ કર્મચારી (attack on police) પર પણ હુમલો કર્યો છે.  જોકે, હજીરાથી (Hajira) ઓક્સિજન (oxygen) લઇને સ્મીમેર હોસ્પિટલ (smimer hospital) આવતા આ કર્મચારીને હોસ્પિટલ બહાર માર મારવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. જો કે પુણા પોલીસે (puna police) આ સમગ્ર મામલે 3 હુમલાખોરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે. તેવામાં અસામાજિક તત્વોનો આંતક દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. તેવામાં અત્યાર સુધી આવા ઈસમો સામાન્ય  લોકોને રંઝાડતા હતા. પણ હવે તો  હદ એ વાતની થઇ ગઈ છે કે, આવા માથા ફરેલા અને અસામાજીક તત્વોએ પોલીસ પણ પણ હુમલો કરતા હોય છે. જોકે સુરત પોલીસમાં હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારી હાલમાં હજીરા ખાતેથી ઓક્સિજન હોસ્પિટલમાં લાવા માટેની ફરજ બજાવી રહ્યાં છે.

ત્યારે ગતરોજ મનીષભાઈ  નામના પોલીસ કર્મચારી પોતાની ફરજ દરમિયાન હજીરા ખાતેથી ઓક્સિજનની ટેંકરમાં બેસીને સ્મીમેર હોસ્પિટલ ખાતે આવ્યા હતા.  જ્યાં હૉસ્પિટલના ગેટ પર પોંહચીને ઓક્સિજનની ગાડીમાંથી ઉતર્યા હતા.

આ પણ વાંચોઃ-રાજકોટઃ ટુવ્હીલર ઉપર જતાં પતિ-પત્ની સાત બોટલ દારૂ સાથે ઝડપાયા, હકીકત જાણી પોલીસ પણ ચોંકી ગઈ

આ પણ વાંચોઃ-પતિ સુઈ ગયો ત્યારે સસરા અને સાળી સાથે લાખો રૂપિયા લઈ પત્ની ફરાર, ફોન કરીને કહ્યું 'નવું ઘર બનાવીશ અને શાંતિથી રહીશ'

આ પણ વાંચોઃ-અમદાવાદઃ બિલ્ડિંગ પડવાનો live video, જમાલપુરમાં પત્તાના મહેલની જેમ પાંચ માળની ઇમારત થઈ કડડ ભૂસ

આ પણ વાંચોઃ-દુષ્કર્મની વિચિત્ર ઘટના! રૂમમાં ઉંઘતી મહિલાએ અજાણ્યા યુવકને પતિ સમજ્યો, નરાધમ રેપ કરી ફરાર

તે સમયે  રિક્ષામાં સવાર ત્રણ જેટલા ઇસ્માએ તેના પર જીવલેણ હુમલો કરી તેમને ગંભીર ઇજા પોંહચાડીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જોકે, પોલીસ પર હુમલો થતા થોડા સમય માટે દોડધામ મચી જવા પામી હતી. જોકે તાતકાલિક આ પોલીસ કર્મચારીને સ્મીમેર ખાતે સારવાર માટે  ખસેડવામાં આવ્યા હતા.



જોકે, ઘટનાની જાણકારી મળતા તાતકાલિક પુણા પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવીને આ મામલે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ 3 હુમલાખોરો ગુફરાન ઈસ્તીયાક અહમદ સીદ્દીકી, મો. ઈમરાન અતહાર ખાન અને મોહમદ એજાઝ મોહંમદ ઈમ્તીયાઝ શેખની ધરપકડ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Attack on police, ગુજરાત, ગુનો, સુરત

આગામી સમાચાર