સુરત ખાતે ગઇકાલે ચેન્નાઇ સુપરકિંગ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાઇ રહેલી મેચ પર સટ્ટો રમાડનારા ત્રણ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમની પાસેથી સટ્ટો રમાડવાના સાધનો પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત ખાતે અડાજણ વિસ્તારમાં ગઇકાલે રમાઇ રહેલી આઇપીએલની મેચ ચેન્નાઇ સુપરકિંગ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાઇ રહી હતી. આ મેચ ઉપર કેટલાક લોકો સટ્ટા રમાડી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેને લઇને પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા ત્યાંથી ત્રણ જેટલા લોકોની સટ્ટો રમાડવા માટે પોલીસ દ્વારા ધરપકડ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સટ્ટો રમાડવાના સાધનો જેવા કે લેપટોપ, ટીવી અને મોબાઇલ ફોન સાથે રોકડ રકમ મળી કુલ 61 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
સુરત પીસીબી પીઆઈ આર. આર. ચૌધરીએ જણાવ્યું કે, અમોને બાતમી મળી હતી. સુરતના અડાજણ વિસ્તારમાં ત્રણ જેટલા ઇસમો આઇપીએલની મેચ રાજસ્થાન રોયલ અને ચેન્નાઇ સુપર કિંગ ઉપર સટ્ટો રમાડી રહ્યા છે. અમે દ્વારા ત્યાં રેડ કરવામાં આવી જ્યાં ત્રણ જેટલા ઇસમોની ધરપકડ કરી ત્યાંથી મોબાઇલ ફોન, લેપટોપ, અને ટીવી સાથે રોકડ રકમ મળી 61 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આગળની તપાસ અડાજણ પોલીસ કરી રહી છે.