Home /News /surat /Surat: તમારે સ્વરોજગારી મેળવવી છે પણ પૈસા નથી, તો આ સંસ્થાનો કરો સંપર્ક

Surat: તમારે સ્વરોજગારી મેળવવી છે પણ પૈસા નથી, તો આ સંસ્થાનો કરો સંપર્ક

X
દિવ્યાંગ

દિવ્યાંગ લોકોને સાધનોની સહાય આપવામાં આવે છે.

લાયન્સ વિઝન ચેરીટેબલ ટ્રસ્ટ માત્ર દિવ્યાંગ લોકોને સાધન આપવાનું કામ જ નહિ પરંતુ હેલ્થ ચેકઅપ, મહિલાઓને આત્મનિર્ભર કરવાનાની સેવા અને સરકારી યોજનાને જરૂરિયાતમંદ લોકો સુધી પોહ્ચાડવાનું કામ પણ કરે છે.

    Mehali Tailor, Surat; સુરતની એક સંસ્થા જે કામ કરી રહી છે દિવ્યાંગ લોકો માટે. આપણી આજુબાજુ એવા કેટલાય દિવ્યાંગલોકો હોય છે જેને પોતાના પગ પર ઉભા રહેવા માટે કોઈક સાધનની જરૂર હોય છે. અથવા તો ક્યારેક કોઈક વ્યક્તિનું અકસ્માત થાય છે ત્યારે તેને થોડા સમય માટે ચાલવા અને હલનચલન કરવા માટે કોઈક સાધનની જરૂર હોય છે. સુરતની લાઇન્સ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા આવા લોકો માટે કાર્ય કરી રહી છે.


    દિવ્યાંગ લોકોની મદદ કરે છે સંસ્થા


    આવા લોકો પણ કોઈનો સહારો લીધા વગર પોતાના પગ પર જાતે ઊભા રહી શકે અને પોતાના કામ જાતે કરી શકે માટે સંસ્થા દિવ્યાંગોને જરૂરી સાધનો જેવા કે વિલ ચેર સ્ટેન્ડ અને બીજા અનેક જરૂરી સાધનોની શુકલ લોકોને આપે છે. ઉપરાંત જ્યારે કોઈક વ્યક્તિને થોડા સમય માટે કોઈક એન્જરી થઈ હોય ત્યારે તેને થોડા સમય માટે જરૂરી સાધન આપે છે અને જ્યારે તે વ્યક્તિ ફરી સાજા થાય છે ત્યારે તે સાધન પાછા સંસ્થાને આપી દે છે. જેથી અકસ્માત થયેલ વ્યક્તિએ થોડા સમય માટે પણ મોંઘા મોંઘા સાધનો વસાવા પડે નહીં. અને એક સાધન ઘણા બધા વપરાશ કરી શકે.



    ઉપરાંત મહિલાઓને આત્મનિર્ભર કરવાનું કાર્ય પણ સંસ્થા કરે છે


    ઉપરાંત સંસ્થા આઈ ચેકઅપ કેમ અને હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરે છે જેમાં લોકોને આંખના ચેકઅપની સાથે તેને જરૂરી સારવાર પણ મફત કરી આપે છે. ઉપરાંત જે લોકોને આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે. તેવા લોકોને ચશ્મા અને મોતિયાનુ ઓપરેશન પણ સંસ્થા દ્વારા કરી આપવામાં આવે છે. ઉપરાંત સંસ્થા મહિલાઓને પગભર કરવા માટે જરૂરી સરકારી યોજનાનો લાભ પણ મહિલાઓ સુધી પહોંચાડે છે અને મહિલાઓને પણ આર્થિક સહાય કરી છે.


    જે પણ કોઈ વ્યક્તિને આકસ્મિક રીતે કોઈપણ સાધન એટલે કે વિલ ચેર કે સ્ટેન્ડની જરૂર હોય તો લાઇન સીઝન ચેરીટેબલ ટ્રસ્ટ જે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ની સામે મહાદેવ ચોક મોટા વરાછા સુરત તેની ઓફિસ જઈ મેળવી શકે છે. અથવા તો 97231 21 361 પર કોન્ટેક્ટ પણ કરી શકે છે.

    First published:

    Tags: Local 18, સુરત

    विज्ञापन
    विज्ञापन