Home /News /surat /Surat: હવે આવ્યું 'મોદી જેકેટ', આ વ્યક્તિ ઉજવણી કરવા પહેર્યું અનોખું જેકેટ, જુઓ તસવીરો

Surat: હવે આવ્યું 'મોદી જેકેટ', આ વ્યક્તિ ઉજવણી કરવા પહેર્યું અનોખું જેકેટ, જુઓ તસવીરો

આ ભાઇએ મોદી જેકેટ પહેર્યું

મોદી પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવવા માટે તેના ફોટા વાળો જેકેટ ચૂંટણીના બે દિવસ પહેલા તેમણે ઇન્ટરનેટ પરથી મોદી નો ફોટો શોધી તેનું જેકેટ સીવડાવ્યું હતું.

  Mehali tailor, surat: સુરતમાં ચૂંટણીનું પરિણામ આવ્યું છે.ત્યારે પરિણામ ભાજપ તરફી આવ્યું છે.જેને લઇને કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે સુરતના ભાજપના કાર્યકરોએ જીત પર અલગ અલગ રીતે ખુશી વ્યક્ત કરી હતી. ભાજપના કેટલાક કાર્યકરોએ જીત પર મોદી પ્રત્યેની પોતાની ખુશી વ્યક્ત કરી હતી. મોદી પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવવા માટે સુરતના એક ભાજપના કાર્યકરે મોદીના ફોટા વાળું જેકેટ બનાવ્યું. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું.


  મોદીની વિચારધારાથી પ્રભાવિત થઇ તેમની ફોટો અને જેકેટ બનાવ્યું


  જેકેટ બનાવનાર હાર્દિક રાઠોડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક મોટા ચાહક છે તેમણે પોતાના ઘરમાં અને પોતાની દુકાનમાં પણ મોદીની તસવીરો રાખી છે ત્યારે આજે સમગ્ર સુરતમાં ભગવો લહેરાયો ત્યારે તેમણે મોદી પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવવા માટે તેના ફોટા વાળો જેકેટ ચૂંટણીના બે દિવસ પહેલા તેમણે ઇન્ટરનેટ પરથી મોદી નો ફોટો શોધી તેનું જેકેટ સીવડાવ્યું હતું. જ્યારે આજે સુરતમાં ભાજપ તરફી પરિણામ જાહેર થયું ત્યારે દરેક ઉમેદવારના કાર્યકરોએ પોતપોતાની રીતે ખુશી વ્યક્ત કરી હતી. ત્યારે કાર્યકરે મોદી જેકેટ પહેલી પોતાનો પ્રેમ દર્શાવ્યો હતો. વડાપ્રધાન મોદીનો દેશ પ્રત્યેનો પ્રેમ અને હિન્દુત્વ માટેની લાગણી જોઈને હાર્દિકભાઈએ મોદીને પોતાનો રોલ મોડલ બનાવ્યા હતા.  આપ અને ભાજપની રસાકસીમાં ભાજપની જીત થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ


  સુરતના વરાછા વિધાનસભામાં જ્યારે આપ અને ભાજપ વચ્ચે રસાકસીનો માહોલ હતો ત્યારે વિધાનસભામાં પણ ભાજપ બહુમતીથી જીત્યું હતું. ત્યારે મોદી જેકેટ પહેરનાર હાર્દિક રાઠોડ જણાવ્યું હતું કે\"જ્યાં સુધી ભાજપમાં મોદી જેવા દેશભક્ત છે ત્યાં સુધી સુરતમાં ભાજપને જીત થતી રહશે. અને ભાજપને જીતના અનુમાન મને પહેલેથી હતા તેથી મેં બે દિવસ પહેલા વડાપ્રધાન મોદી સાહેબનું જેકેટ બનાવડાવ્યું હતું.\"

  First published:

  Tags: Local 18, ભાજપ, મોદી, સુરત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन