પર્ણો અને પરણાવો યોજના હેઠળ કામ ચાલુ કર્યું
આ ચણીયા ચોળી આપતા કેતનભાઇએ જણાવ્યું હતું કે'તેમના બ્યુટી પાર્લર ના માધ્યમ દ્વારા તેમણે પર્નો અને પરણાવો અભિયાન શરૂ કર્યું છે. જેમાં ગરીબ વર્ગ ની દીકરીઓ પણ મોંઘા કપડા પહેરે પોતાનું દુલ્હન બનવાનું સપનું પૂરું કરી શકે તે માટે અમે અહીંયા માત્ર 251 રૂપિયામાં દુલ્હન ના કપડા ભાડે આપીએ છીએ. આ ઉપરાંત અહીંયા અન્ય ચણીયા ચોળી અને ગાઉન પર ભાડે મળે છે.'
2500થી વધુ દીકરીઓએ લીધો લાભ
આ યોજના હેઠળ અત્યાર સુધી 2500થી વધુ દીકરીઓએ અહિયાથી ચણિયાચોરી ભારે લીધા હતા. અને તેમની પાસે 2000 થી પણ વધુ ચણિયાચોળીઓ મળી રહે છે. આ યોજના હેઠળ જે વ્યક્તિ પણ પોતાના ચણિયાચોળી આપવા માંગતું હોય છે. તેની પાસેથી પણ તેઓ ચણિયાચોરી લઈ એક સર્ટિફિકેટ પણ આપે છે.
ચણીયા ચોળી ભાડે મેળવવાનો એડ્રેસ
તિરુપતિ પ્લાઝા, મોટા મંદિર ચૌટા બજાર, સુરત
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bride, Local 18, Wedding, સુરત