Home /News /surat /CCTV VIRAL : સુરત: વૉક વે પરથી રૂ. 3.38 લાખની લાઇટ અને સાધનોની ચોરી, ચોર કેમેરામાં કેદ

CCTV VIRAL : સુરત: વૉક વે પરથી રૂ. 3.38 લાખની લાઇટ અને સાધનોની ચોરી, ચોર કેમેરામાં કેદ

સુરતમાં લાઇટની ચોરી, ચોરા CCTVમાં કેદ

CCTV VIRAL: SMCનાં ઇલેક્ટ્રીક કોન્ટ્રાક્ટર વિજય ચંદુ પટેલને થતા જ તે તુરંત જ દોડી ગયો હતો અને ઘટના અંગે ખટોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. વિજય પટેલ વેસુ વિસ્તારનાં વિઆઇપી રોડ પર આવેલાં સમર્થ એન્કલવમાં રહે છે.

સુરતનાં વેસુ કેનાલ રોડ સ્થિત જી.ડી. ગોએન્કા સ્કૂલ નજીક એસએમસીનાં આઇકોનીક વોક વે એન્ડ ગાર્ડનમાં લગાવવામાં આવેલી એલઇડી ડેકોરેટીવ લેટરન લાઇન નંગ 159 કિંમત રૂ. 3.18 લાખની ચોરીને ભાગી ગયા હતા. ઇલેક્ટ્રીક થાંભલા પર ચઢી ચોરી કરનાર બાઇક સવાર ચોર સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. આ વિસ્તારમાં સુરત કોર્પોરેશન દ્વારા 500 જેટલી લાઇટો લગાવી છે. જેમાંથી 159 લાઇટ અને અન્ય સાધનોની ચોરી કરીને ચોર ફરાર થઇ ગયો છે.

આ પણ વાંચો-સુરત: સસરાએ વહુને નવડાવી, બહાર નીકળવા ગઇ તો ગરમ પાણી નાંખી દઝાડી, પતિ અને દીકરો તમાશો જોતા રહ્યાં

વેસુ કેનાલ રોડ સ્થિત જી.ડી. ગોએન્કા સ્કૂલ નજીક એસએમસીના આઇકોનીક વોક વે એન્ડ ગાર્ડનમાં એલઇડી ઉપરાંત ડેકોરેટીવ લેટરન એલઇડી લાઇટો લગાવવામાં આવેલી છે. એસએમસી દ્વારા કુલ 500 એલઇડી ડેકોરેટીવ લેટરન લગાવેલી હતી જે પૈકી 159 નંગ કિંમત રૂ. 3.18 લાખની ચોરી થઇ ગઇ હતી.



જેની જાણ SMCનાં ઇલેક્ટ્રીક કોન્ટ્રાક્ટર વિજય ચંદુ પટેલને થતા જ તે તુરંત જ દોડી ગયો હતો અને ઘટના અંગે ખટોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. વિજય પટેલ વેસુ વિસ્તારનાં વિઆઇપી રોડ પર આવેલાં સમર્થ એન્કલવમાં રહે છે.

આ પણ વાંચો- અમદાવાદ: આ વર્ષે ચોમાસામાં પડ્યાં 73 ભૂવા, ફક્ત નવાં વાડજનો ભૂવો 38 લાખમાં પૂરાયો

ઉલ્લેખનીય છે કે સ્થાનિક વિસ્તારમાં લગાવેલાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા પલસર બાઇક પર ચોર આવ્યો હતો અને તે ઇલેક્ટ્રિક થાંભલા પર ચઢીને ચોરીક રતો નજર આવે છે. તેની બાઇકનો નંબર છે GJ-5 FG-8161 છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
First published:

Tags: CCTV footage, CCTV Viral, SMC, Surat City, Surat Crime