Home /News /surat /મોંઘવારી વચ્ચે સારા સમાચાર! સુરત કાપડ ઉદ્યોગમાં આવી તેજી, આગામી સિઝનમાં રૂ. 8,000 કરોડનાં વેપારની શક્યતાઓ
મોંઘવારી વચ્ચે સારા સમાચાર! સુરત કાપડ ઉદ્યોગમાં આવી તેજી, આગામી સિઝનમાં રૂ. 8,000 કરોડનાં વેપારની શક્યતાઓ
સુરત કાપડ બજાર (ફાઇલ ફોટો)
Surat Textile Market: રશિયા યુક્રેન યુદ્ધ (Russia Ukraine War) વચ્ચે ગુણવત્તા કાપડને યાનમાં ભાવ વધારો સાથે સાથે વધુ ભાવ વધવાની શક્યતા વચ્ચે બહારગામનાં વેપારીઓએ એડવાન્સમાં કાપડ મંગાવવાનું શરૂ કર્યું છે જેને લઇને સુરતના વેપારીઓ માટે સારા દિવસો આવી ગયા છે. આગામી દિવસમાં હજાર કરોડનો વેપાર થાય તેવી શક્યતાઓ વચ્ચે વેપારીઓ ખુશખુશાલ છે અને આ સાથે જ નવાં ઓર્ડરો લઈ માલ તૈયાર કરવાની શરૂઆત કરી રહ્યાં છે.
સુરતનાં ટેક્સટાઈલ ઉદ્યોગમાં અચાનક ધંધો થતા જ વેપારીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે કોરોના કારણે લઈને સરકાર દ્વારા મૂકવામાં આવેલા તમામ પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે, અને બીજી બાજુ યુક્રેન અને રશિયા લઈને ભાવ વધી રહ્યો છે. આ કારણે કાપડ અને યાનનાં ભાવમાં વધારો થઇ રહ્યો છે જેને ધ્યાનમાં લઇને બહારગામનાં વેપારીઓએ એડવાન્સમાં કાપડ મંગાવવાનું શરૂ કર્યું છે જેને લઇને સુરતના વેપારીઓ માટે સારા દિવસો આવી ગયા છે. આગામી દિવસમાં હજાર કરોડનો વેપાર થાય તેવી શક્યતાઓ વચ્ચે વેપારીઓ ખુશખુશાલ છે અને આ સાથે જ નવાં ઓર્ડરો લઈ માલ તૈયાર કરવાની શરૂઆત કરી રહ્યાં છે.
સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગની કોરોના કાળમાં કમર તૂટી ગઇ હતી તેમ કહીંયે તો ચાલે, એક બાજુ પ્રતિબંધ હોવાને લઈને બહાર ગામથી વ્યાપારીઓ કાપડની ખરીદી કરવા આવતા ન હતા સાથે સાથે આ લોકડાઉનને લઈને જે પ્રકારેનો ભાવ વધ્યો હતો તેને લઈને કાપડનાં ભાવમાં ભડકો જોવા મળી ગયો હતો. જો તે કાપડ ખરીદે તો આ માલ આગળ વેપારીઓ માટે મોંઘો પડતો માલ લેવા માટે કોઇ આવતું ન હતું. જેને લઇને સુરત વેપારીઓએ માલ બનાવવાની કામગીરી અટકાવી દીધી હતી.
ત્યારે બીજી બાજુ કોલસાના ભાવમાં વધારો થયો હતો ત્યારે જે પ્રકારે કોરોનાનો કેર ઘટતા જ રસ્તાની સાથે સરકારે તમામ પ્રતિબંધો હટાવ્યા છે જેને લઇને બજારમાં તેજી દેખાઇ રહી છે કારણ કે આગામી દિવસમાં 12 જેટલા તહેવારો આવી રહ્યા છે જેમાં રમજાન, સ્કુલ યુનિફોર્મ અને લગ્ન સિઝન પણ ખાસ છે.
જેને કારણે સુરતાં વેપારીઓ પાસે એડવાન્સમાં બહારગામનાં વેપારીઓ માલ મંગાવી રહ્યાં છે. આ માલ મંગાવવાનું બીજુ કારણ છે જે પ્રકારે ભાવ વધી રહ્યો છે તેઓ નીચા ભાવમં માલનો સ્ટોક કરી લેવા માંગે છે. હજુ આગામી દિવસમાં વધશે ત્યારે હાલમાં જે પ્રકારે બહારગામના વેપારીઓ અને જે રીતે ખરીદી શરૂ કરી છે તેને લઈને સુરતના વેપારીઓએ ખુશ છે.
" isDesktop="true" id="1188871" >
ત્યારે બીજી બાજુ અત્યાર સુધી કોઇ લેવાવાળું ન હોવાથી કોઇપણ વેપારીએ માલ તૈયાર નહોતો કર્યો તેને ધ્યાનમાં લઇ હવે વેપારીઓ દ્વારા પણ નવા સ્ટોકની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેને લઇને કહી શકાય કે આગમી દિવસનાં તહેવારોમાં સુરત બજારમાં 8000 કરોડ કરતાં વધુનો વેપાર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે જે પ્રકારે છેલ્લા બે વર્ષથી કોરોના વેપારીઓને રડવી રહ્યો હતો તેમાંથી તેમને રાહત મળી ગઇ છએ. ઓ્ડર આવતા જ વેપારીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે.