Home /News /surat /સુરત: સુમુલના ડાયરેક્ટર અજીત પટેલનો મહિલા સાથે રંગરેલીયા મનાવતો કથિત વીડિયો વાયરલ

સુરત: સુમુલના ડાયરેક્ટર અજીત પટેલનો મહિલા સાથે રંગરેલીયા મનાવતો કથિત વીડિયો વાયરલ

સુમુલના ડાયરેક્ટર અજીત પટેલનો કથિત વીડિયો વાયરલ

દૂધ મંડળીનું પ્રતિનિધિત્વ કરનારની રંગરેલીયા કેમેરામાં કેદ થઇ છે. સુમુલના ડાયરેક્ટર અજીત પટેલનો મહિલા સાથેનો કથિત વીડિયો વાયરલ થયો છે.

સુરત: દૂધ મંડળીનું પ્રતિનિધિત્વ કરનારની રંગરેલીયા કેમેરામાં કેદ થઇ છે. સુમુલના ડાયરેક્ટર અજીત પટેલનો મહિલા સાથેનો કથિત વીડિયો વાયરલ થયો છે. બિભત્સ વીડિયો જિલ્લા ભાજપ અને સહકાર ગ્રુપમાં વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થયા બાદ ભારે ચર્ચા જાગી છે. હવે આ મામલે અજીત પટેલ શું સ્પષ્ટતા કરશે તે જોવાનું રહ્યું, પરંતુ હાલ આ મામલે તેમનો સંપર્ક થઇ શક્યો નથી.

ભાજપના અગ્રણી અને સુમુલ ડેરીનાં ડાયરેક્ટર અજીત પટેલનો કથિત મહિલા સાથે રંગરેલીયા માનવતો વીડિયો વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ થતાં હડકંપ મચી જવા પામી છે. બિભસ્ત વીડિયો વાયરલ થતાં ભાજપ અને દૂધ મંડળીના હોદેદારો ચોંકી ગયા હતા. સુમુલ ડેરીમાં ખરવાસા દૂધ મંડળીનું પ્રતિનિધિત્વ કરનાર અજીત પટેલની કથિત મહિલા સાથેની રંગરેલીયા કેમેરામાં કેદ થઈ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

ભાજપ અગ્રણી અને તાલુકા પંચાયતમાં શાસક પક્ષના નેતાની જવાબદારી નિભાવતા અજીત પટેલ એક ઘરમાં મહિલા સાથે બિભસ્ત હરકત કરતાં હોય એવો આ વાયરલ વીડિયો જિલ્લા ભાજપ અને સહકાર ગ્રુપ એમ બે વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ થયો હતો. જેમાં મહિલા અને અજીત પટેલ સ્પષ્ટ રીતે દેખાય રહ્યા છે અને સભ્ય સમાજમાં સ્વીકારી ન શકાય એવી હરકતો કરતાં નજરે ચઢે છે. પાપલીલાના આ દ્રશ્યો જોઈને કોઈપણ વ્યક્તિનું માથું શર્મથી ઝૂકી જાય એવી હરકત કરતાં અજીત પટેલ હવે બચાવ માટે શું કહેછે એ જોવું રહ્યું.

આ પણ વાંચો: સંસ્કારી નગરી વડોદરામાં ગરબા રમતાં યુવતી પી રહી છે સિગરેટ? વીડિયો થયો વાયરલ

જોકે, ઘટના સામે આવતા સરકારી ક્ષેત્રે અને સુમુલ ડેરીના ડાયરેક્ટર્સમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું કે આ વ્યક્તિ વિરુદ્ધ સરકારી ક્ષેત્રે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. જોકે, આ પહેલા પણ આ જ પ્રકારે હોદ્દેદારોના વીડિયો વાયરલ થતાં વિવાદો થયા હતા. તેમાં સમુદ્રીના ભૂતપૂર્વ ચેરમેન સામેલ છે. અજીત પટેલનો વીડિયો વાયરલ થવાની સાથે જ તેમના ખાનગી જીવન સાથે અનૈતિક સંબંધોની ચર્ચાએ પણ જોર પકડ્યો છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat News, Surat news, Viral news

विज्ञापन
विज्ञापन